આ છે તે એકમાત્ર વસ્તુ જે તમારા ટાલિયા માથા પર વાળ ઉગાડી નાખે અને સફેદ થયેલા વાળને કાળા કરી નાખે

મિત્રો તમારી ખુબ જ માંગ હતી કે હું તમને જાસુદના ફૂલનો વાળ માટે કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેના વિષે જાણકારી આપું. તો તમે જાણો છો જાસુદનું ફૂલ જે વાળ માટે ખુબ જ ઉપયોગી છે. તમારા વાળની કોઈપણ સમસ્યા હોય, ખાસ કરીને તાલિયાપણું, વાળનું ખુબ જ વધુ પ્રમાણમાં ખરવું, વાળ ન ઉગવા, વાળમાં ચમક ન હોવી, જેવા કે વાળ મજબુત અને સુંવાળા દેખાવા જોઈએ, આ બધા માટે ખુબ ઉત્તમ હેયર ઓઈલ છે. જો તમે ઈચ્છો છો કે વાળ મજબુત બને અને સુંવાળા બને, તો તે બધા માટે જાસુદનું તેલ ખુબ જ સારું કામ કરે છે. જાસુદનો સદીઓથી વાળ માટે ઉપયોગ થતો આવ્યો છે. કેમ કે જાસુદમાં એવા તત્વો રહેલ હોય છે જેથી આપણે તેનું તેલ આપણા માથા ઉપર લગાવીએ છીએ, તો તેનાથી આપણા માથાનું લોહીનું સર્ક્યુલેશન ખુબ જ સારી રીતે વધે છે, અને તેથી વાળના મૂળ પણ મજબુત થાય છે અને નવા વાળ ઉગવાના શરુ થઈ શકે છે.

વાળની કોઈપણ પ્રકારની તકલીફ છે તો તેનું પણ તે નિદાન કરી શકે છે, અમે અહિયાં ચાર જાસુદના ફૂલ લઈએ છીએ, અને તમને થોડું તેલ બનાવવા વિષે જણાવીશું. જો વધુ ફૂલ હોય તો વધુ લઈ શકાય છે, લગભગ ૨૦૦ ml માં ૮ થી ૧૦ ફૂલ નાખી શકાય છે. અહિયાં આપણે ચાર જ ફૂલનો ઉપયોગ કરીશું, અને જેટલું તેલ બનાવવું હોય એટલા પ્રમાણમાં ફૂલ લઈ શકાય છે. અને બીજી વસ્તુ છે કોકોનેટ ઓઈલ, આ તેલ આપણે કોકોનેટ ઓઈલમાં બનાવીશું, કેમ કે કોકોનેટ ઓઈલ વાળના મૂળમાં એકદમ ઉતરી જાય છે.

કોઈપણ મેંદી કે તેલ બનાવવા માટે લોખંડના વાસણનો જ ઉપયોગ કરવો જોઈએ. જો ન હોય તો બીજા વાસણમાં પણ બનાવી શકાય છે. ઉનાળાની ઋતુમાં તો કોકોનેટ ઓઈલ બરાબર રહે છે, પરંતુ શિયાળાની ઋતુમાં તે જામી જાય છે. તો તે બનાવતા પહેલા તેને થોડા ગરમ પાણીમાં રાખી દેવાનું છે પછી તેનો ઉપયોગ લગાવવા માટે કરવાનો છે. જો કોકોનેટ ઓઈલ ન મળે અથવા બીજા કોઈ તેલનો ઉપયોગ કરવો છે તો તે પણ લઈ શકાય છે. તેલ ઓગળી ગયા પછી તેમાં જાસુદના ફૂલ આપણે નાખી દઈશું, અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે જેથી તેલ વધુ ઉડે નહિ. જેમ જેમ ફૂલ તેમાં પીગળવા લાગશે તેમ તેમ તેલનો રંગ બદલાતો જશે. લગભગ ૭ થી ૮ મિનીટ સુધી તળવા દેવાના છે. પાકી ગયા પછી લાલ કલરના ફૂલ હતા તે એકદમ કાળા કલરના બની ગયા છે. અને પાકતી વખતે વચ્ચે વચ્ચે તેને ફેરવતા રહેવા જરૂરી છે. અને પછી ગેસ બંધ કરી લેવો અને ફૂલ તેલની અંદર જ રહેવા દેવા.

હજુ વાસણ ગરમ હશે એટલે થોડા સમય સુધી ધીમે ધીમે તેમાં પાકતા રહેશે, ઓછામાં ઓછું ત્રણ થી ચાર કલાક માટે મૂકી રાખવાનું છે, જેથી ફૂલનો સંપૂર્ણ અર્ક તેલમાં આવી જાય. તો આ ફૂલને ચાર થી પાંચ કલાક સુધી અથવા વધુ સમય સુધી પણ રાખી શકાય છે. હવે બધો જ અર્ક તેમાં આવી ગયો છે, અને હવે તેને ગાળી લઈશું, અને હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. એક ગરણી અને એક મોટું વાસણ લઈને સારી રીતે મસળીને ગાળી લો. તેલનો રંગ ઘાટો થઈ ગયો છે. અને ઉપયોગ કરતી વખતે તેને ગરમ કરવા માટે ગેસ ઉપર ન કરવું, ગરમ પાણીમાં રાખીને ગરમ કરવું.

આને અઠવાડિયામાં ત્રણ વખત લગાવી શકાય છે, અને તેને વાળમાં માલીશ કરીને લગાવો, રાત્રે લગાવીને સુઈ જવું અને સવારે ઉઠીને સારા શેમ્પુથી વાળ ધોઈ લો. શક્ય હોય ત્યાં સુધી કેમિકલ વગરનું શેમ્પુ વાપરવું, નહી તો જે તમે વાપરો છો તે શેમ્પુનો ઉપયોગ કરીને વાળ ધોઈ લેવા. અને વધુ સારું પરિણામ મેળવવા ઈચ્છો છો તો વધુ તેલનો ઉપયોગ કરી શકો છો, તેનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વખત જરૂર કરવો, તો ઘણું જ સરસ તેલ બનીને તૈયાર થઈ ગયું છે. તે તમારા વાળમાં લગાવો અને વાળને સુંદર બનાવો.