શ્રાવણમાં તમે પોતાની મનોકામના અનુસાર કરો, આ અલગ અલગ શિવલિંગનો અભિષેક, જાણો વિગત.

0

શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવા માટે સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે, હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો ઘણો જ પવિત્ર માનવામાં આવે છે, જેવો શ્રાવણ મહિનાની શરુઆત થાય છે. તમામ સ્થળો ઉપર ભોળેનાથનો જય જયકાર ગુંજવા લાગે છે, શ્રાવણના મહિનામાં શિવ ભક્ત ભગવાન ભોળેનાથના દર્શન કરવા માટે મંદિરોની અંદર મોટી સંખ્યામાં પહોચે છે અને તેનો જલાભિષેક કરે છે.

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જો ભોળેનાથની આરાધના કરવામાં આવે, તો તેનાથી ભગવાન ઘણા જ જલ્દી પ્રસન્ન થાય છે અને તમારી પૂજાનું ફળ તરત મળે છે. ઘણા બધા લોકો એવા છે, જે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરે છે, જે ભક્ત પોતાના સાચા મનથી ભોળેનાથની પૂજા અર્ચના કરે છે, તેમનો અવાજ શિવજી જરૂર સાંભળે છે અને તેમની મનની ઈચ્છા પૂરી થઇ જાય છે.

આજે અમે તમને આ લેખ દ્વારા ક્યા શિવલિંગની પૂજા કરીને તમે તમારી મનોકામનાઓ પૂરી કરી શકશો, તેના વિષે જાણકારી આપવાના છીએ. આવો જાણીએ તમારી મનોકામના મુજબ ક્યા શિવલિંગના કરવા જળાભિષેક

જો તમે જશ અને પ્રસિદ્ધીની પ્રાપ્તિ કરવા માગો છો, તો તેના માટે તમે કાંસ્યના શિવલિંગના અભિષેક કરો.

જો તમે લોખંડના શિવલિંગ ઉપર અભિષેક કરો છો, તો તેનાથી તમને તમારા દુશ્મનોથી છુટકારો મળે છે.

જો તમે તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ કરવા માગો છો, તો તેના માટે માખણ માંથી બનેલા શિવલિંગ ઉપર અભિષેક કરો.

જો તમે ઈચ્છો છો કે તમને તમારા જીવનમાં ક્યારે પણ અન્નની ખામી ન થાય તો તેના માટે ગોળના શિવલિંગ ઉપર અભિષેક કરો.

એવી કહેવામાં આવે છે કે હીરા માંથી બનેલા શિવલિંગ ઉપર અભિષેક કરવાથી વ્યક્તિને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે.

જો તમે ધન પ્રાપ્તિ કરવાની ઈચ્છા ધરાવો છો, તો તેના માટે તમે પુખરાજના શિવલિંગ ઉપર અભિષેક કરો, તેનાથી તમને ધન અને લક્ષ્મીની પ્રાપ્તિ થશે.

જો તમે માન સન્માનની પ્રાપ્તિ કરવા માગો છો, તો તેના માટે નીલમના શિવલિંગ ઉપર અભિષેક કરો.

જો તમે તમારી તમામ અધુરી મનોકામનાઓ પૂરી કરવા માગો છો, તો તેના માટે તમે સ્ફટીકના શિવલિંગ ઉપર અભિષેક કરો.

જો તમે ચાંદીના બનેલા શિવલિંગ ઉપર અભિષેક કરો છો, તો તેનાથી પિતૃને મુક્તિ પ્રાપ્ત થાય છે.

જો તમે પિત્તળ માંથી બનેલા શિવલિંગ ઉપર અભિષેક કરો છો, તો તેનાથી સુખ સુવિધાઓમાં વધારો થાય છે.

જો તમે વાંસના બનેલા શિવલિંગ ઉપર અભિષેક કરો છો, તો તેનાથી તમારા વંશમાં વધારો થાય છે.

જો તમે કોઈ જૂની બીમારીથી દુઃખી થઇ રહ્યા છો, તો તમામ પ્રકારના રોગોમાંથી મુક્તિ મેળવવા માટે તમે લોટમાંથી બનેલા શિવલિંગ ઉપર અભિષેક કરો.

જો તમને સુંદર પત્નીની પ્રાપ્તિની ઈચ્છા છે, તો તેના માટે તમે અડદના લોટ માંથી બનેલા શિવલિંગ ઉપર અભિષેક કરો.

દરેક શિવ ભક્ત એવું ઈચ્છે છે કે તેમની ઉપર ભગવાન ભોલેનાથની કૃપા દ્રષ્ટિ હંમેશા જળવાઈ રહે. તેવામાં શ્રાવણ મહિનો ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘણો જ ઉત્તમ સમય માનવામાં આવે છે, તમે તમારી ઈચ્છા મુજબ ઉપર જણાવેલા અભિષેક દ્વારા તમે તમારી તમામ અધુરી મનોકામનાઓ પૂરી કરી શકો છો, શ્રાવણ મહિનામાં જો તમે આ પ્રકારે ભગવાન શિવજીના રૂપ શિવલિંગનો અભિષેક કરો છો, તો તેનાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થઇ શકે છે અને મહાદેવના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે, જેથી તમે તમારા જીવનની મુશ્કેલીઓ માંથી મુક્તિ પ્રાપ્ત કરી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.