જાણો ભગવાન શ્રી કૃષ્ણએ કેમ કર્યો હતો દાનેશ્વરી કર્ણ નો અંતિમ સંસ્કાર પોતાના હાથ માં જ

0

કર્ણ મહાભારત નું એક એવું પાત્ર હતું જે દેવ પુત્ર હોવા છતાં પણ સામાજિક પડકારોનો સામનો કરવો પડ્યો અને તેને સમાજમાંથી અસ્વીકાર કરવામાં આવેલ હતા. કર્ણ એક મહાન યોદ્ધા અને દાનેશ્વરી રાજા હતા.

પણ કર્ણે કુરુક્ષેત્રમાં પોતાના ભાઈઓ (પાંડવો) ને છોડીને કૌરવો નો સાથ આપ્યો હતો. કૌરવો નો સાથ આપવા છતાં પણ એવું શું બન્યું હશે. જેને લીધે ભગવાન કૃષ્ણે કર્ણના અંતિમ સંસ્કાર કરવો પડ્યો હતો.

તો આવો જાણીએ કે ભગવાન કૃષ્ણએ કર્ણનો અંતિમ સંસ્કાર કેમ કર્યો.

કુંતી અને સૂર્ય નો પુત્ર હતો કર્ણ,. કુંતીએ કર્ણનો કુવારી હોવા છતાં પણ જન્મ આપ્યો હતો.

એક સારથીએ કર્ણનો ઉછેર કર્યો હતો, જેને કારણે કર્ણ સારથીપુત્ર કહેવામાં આવતો હતો.

કુવારી માતાએ જન્મ અને રથ સારથી ના ઉછેર ને લીધે કર્ણને સમાજમાં ન તો સન્માન મળ્યું અને ન પોતાનો અધિકાર મળ્યો.

કર્ણનું સારથીપુત્ર હોવાને કારણે દ્રૌપદી, જેને કર્ણ પોતાની જીવનસાથી બનાવવા માંગતો હતો, તેણે કર્ણ સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી.

આ બધા કારણોથી જ કર્ણ પાંડવો સાથે નફરત કરતો હતો અને કુરુક્ષેત્ર યુદ્ધમાં કૌરવો નો સાથ આપ્યો હતો.

ભગવાન શ્રી કૃષ્ણ કર્ણના મૃત્યુનું કારણ બન્યા. ભગવાન શ્રી કૃષ્ણે જ અર્જુનને કર્ણના વધ ની ટ્રીક જણાવી હતી. આવી રીતે કર્ણનો વધ થયો.

એક દાનેશ્વરી રાજા હોવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણે કર્ણના છેલ્લા સમયમાં તેની પરીક્ષા લીધી અને કર્ણ પાસે દાન માગ્યું ત્યારે કર્ણે દાનમાં પોતાના સોનાના દાંત તોડીને ભગવાન કૃષ્ણને અર્પણ કરી દીધા.

આ દાનેશ્વરી થી ખુશ થઈને ભગવાન કૃષ્ણે વરદાન માગવાનું કહ્યું.

કર્ણે વરદાનના સ્વરૂપમાં પોતાની સાથે થયેલા અન્યાયને યાદ કરાવતા કહ્યું ભગવાન કૃષ્ણને પોતાના આગળના જન્મમાં તેની જાતિના લોકોનું કલ્યાણ કરવાનું કહ્યું. બીજા વરદાન સ્વરૂપે ભગવાન કૃષ્ણનો જન્મ પોતાના રાજ્યમાં લેવાનું માગ્યું ત્રીજા વરદાન તરીકે પોતાનો અંતિમ સંસ્કાર એવી જગ્યાએ એવી વ્યક્તિ કરે જે પાપ મુક્ત હોય.

વરદાન આપતા ભગવાન કૃષ્ણે બધા વરદાન સ્વીકાર કરી લીધા, પણ ત્રીજા વરદાનથી ભગવાન કૃષ્ણ મુશ્કેલીમાં આવી ગયા અને એવી જગ્યા વિચારવા લાગ્યા, જ્યાં પાપ ન થયું હોય. પરંતુ ભગવાન કૃષ્ણને એવું કોઈ જે પાપ મુક્ત હોય તે ધ્યાનમાં ન આવ્યું.

વરદાન આપવાથી બંધાયેલા હતા એટલે કર્ણનો અંતિમ સંસ્કાર ભગવાન કૃષ્ણે પોતાના હાથ માં જ કર્યો અને કર્ણને આપેલ વરદાન પુરા કર્યા.

આવી રીતે દાનેશ્વરી કર્ણનો અધર્મનો સાથ આપવા છતાં પણ ભગવાન કૃષ્ણે કર્ણનો અંતિમ સંસ્કાર કરીને વીરગતી સાથે વૈકૂઠ ધામ મોકલવા પડ્યા હતા.

આમ તો સુરત નું અશ્વિનીકુમાર સ્થાન કર્ણ નાં અંતિમસંસ્કાર થયા હતા એમ પણ કહેવાય છે. અને ભગવાને પોતાના હાથ માં જ કર્ણ નાં અંતિમ સંસ્કાર કર્યા હતા એમ પણ કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here