સ્ટુડિયોમાં રાનુ મંડલ પાસે ગીત ગવડાવવા માટે હિમેશે કરવું પડ્યું હતું આ કામ, વાયરલ થયો વિડીયો.

0

રેલ્વે સ્ટેશન ઉપર ગીત ગાઈને પોતાનું ભરણપોષણ કરવા વાળી રાનુ મંડળ હવે ઈન્ટરનેટ સ્ટાર બની ચુકી છે. રાનુ મંડળના જીવનમાં પરિવર્તનમાં સોશિયલ મીડિયાની મહત્વની ભૂમિકા રહી. સોશિયલ મીડિયા ઉપર વાયરલ એક વિડીયોએ રાનુ મંડળને રેલ્વે સ્ટેશનેથી સીધી બોલીવુડ પહોચાડી દીધી.

ત્યાર પછી તેનું નસીબ ખુલી ગયું. રાનુ મંડળ સાથે હિમેશ રેશમિયા હાલના દિવસોમાં કામ કરી રહ્યા છે, જેનું એક ગીત રીલીઝ પણ થઇ ગયું. આ ગીતને સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી પ્રસંશા મળી રહી છે, પરંતુ તેના માટે હિમેશ રેશમિયાને કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો, તેનો વિડીયો પણ હવે વાયરલ થઇ ગયો છે.

રાનુ મંડળનું ગીત ‘તેરી મેરી કહાની’ આજે દરેકને મોઢે થઇ ગયું છે, પરંતુ તેના માટે હિમેશ રેશમિયાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાનુ મંડળ પાસે ગીત ગવરાવવા માટે અને તેને દરેક પદ્ધતિ શીખવવા માટે હિમેશ રેશમિયાએ ઘણી બધી મહેનત કરી છે. એટલું જ નહિ, રાનુનો વિડીયો બોલીવુડ સેલેબ્રિટીઝ સુધી પહોચ્યો અને ત્યારથી હિમેશ રેશમિયાને રીયાલીટી શો સુપરસ્ટાર સિંગરમાં બોલાવવામાં આવ્યા. તેનો અર્થ સ્પષ્ટ છે કે રાનુ મંડળ અને હિમેશ રેશમિયાની જોડી આવનારા સમયમાં ઘણી ધમાલ મચાવવાની છે.

રાનું મંડળ માટે હિમેશ રેશમિયાને વેઠવી પડી મુશ્કેલી

સોશિયલ મીડિયા ઉપર રાનુ મંડળ અને હિમેશ રેશમિયાનો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં હિમેશ રેશમિયાની મહેનત દેખાડવામાં આવી છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે હિમેશ રેશમિયા રાનુ મંડળ પાસે ગીત ગવરાવવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે, કેમ કે એક ગીતમાં તેમણે ઘણી વખત બ્રેક લીધો છે અને ઘણી વખત હિમેશે તેને સમજાવવું પડ્યું. એટલું જ નહિ, વચ્ચે વચ્ચે હિમેશ રેશમિયા તેને સંગીત સમજાવતા પણ જોવા મળી રહ્યા છે, જેને કારણે જ તેમનો આ વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

કલાકો પ્રેક્ટીસ પછી રીલીઝ થયું ગીત

રાનુ મંડળ અને હિમેશ રેશમિયાનો આ વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે ‘તેરી મેરી કહાની’ ગીત ગાવા માટે કલાકો પ્રેક્ટીસ કરવી પડી, ત્યાર પછી સુંદર ગીત લોકો વચ્ચે રીલીઝ થઇ શક્યું. આ ગીત માટે હિમેશ રેશમિયા અને રાનુ મંડળને કલાકો સુધી સુરની તાલીમ આપી, ત્યાર પછી તાલથી તાલ મળ્યો અને પછી ગીત રીલીઝ થયું. એટલે કે જે ગીત તમે સાંભળી રહ્યા છો, તેના માટે આ બંનેએ જ ઘણી મહેનત કરી છે, ત્યાર પછી જ આ એટલું સુંદર બની શક્યું છે.

રાનુ મંડળે જણાવ્યુ દીકરીનીનું સત્ય

માતાને પ્રસિદ્ધી મળ્યા પછી રાનુ મંડળની દીકરી તેને મળવા માટે આવી, ત્યાર પછી તેણે મેનેજર ઉપર દોષ લગાવ્યો કે મને મારી માતાને મળવા નથી દેવામાં આવી રહી અને તે ધમકી આપી રહ્યા છે. તે અંગે રાનુ મંડળે જણાવ્યું કે મને નથી ખબર કે મારી દીકરીને ધમકી આપવામાં આવી રહી છે કે નહિ. આમ તો મેનેજરે તે વાતની સ્પષ્ટતા આપતા જણાવ્યું કે તેને એવી વાત કરતા પહેલા દસ વખત વિચારવું જોઈએ અને અમારે રાનુ મંડળ પાસેથી કાંઈ જ નથી જોઈતું, અમે તો બસ તેની સાથે કામ કરી રહ્યા છીએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

જુઓ વિડીયો :

Glimpse of the song " Aadat " sung by Ranu Mandal from Happy Herdy and Heer Movie.

Glimpse of new song " Aadat " . The alaap and voice over is the theme of Happy Herdy and Heer.#Ranu #RanuMandal #Aadat #TeriMeri #HappyHerdyHeer #Himesh

Posted by Himesh Reshammiya on Friday, August 30, 2019