સુધા શિવપુરી : 8 વર્ષની ઉંમરમાં જ શરુ કર્યું હતું કામ, ‘બા’ ના રોલથી મળી હતી ઓળખાણ

0

એકતા કપૂરની સીરીયલ ‘સાસ ભી કભી બહુ થી’ માં બા નું પાત્ર ભજવનારી હિરોઈન સુધા શિવપુરીને તે પાત્રમાં લોકોએ એટલી પસંદ કરી હતી કે ટીવી જગતમાં બા ના નામથી ફેમસ થઇ ગઈ હતી. ત્યાં સુધી કે દર્શકો પણ તેમને રીયલ નામથી નહિ પરંતુ ‘બા’ના નામથી જ ઓળખતા હતા. સુધાએ લાંબા સમય સુધી ટીવી જગત અને ફિલ્મોમાં કામ કર્યું છે. ૧૪ જુલાઈના રોજ સુધા શિવપુરીનો જન્મ દિવસ ગયો. આજે અમે તમને તેના જન્મ દિવસના સમયે તેમના જીવન સાથે જોડાયેલી થોડી એવી બાબતો જણાવીશું જેના વિષે કદાચ તમે નહિ જાણતા હો. આવો જાણીએ સુધા શિવપુરી વિષે વિસ્તારથી.

સુધાના લગ્ન બોલીવુડના કલાકાર ઓમ શિવપુરી સાથે થયા હતા. સુધા ભલે હવે આપણી વચ્ચે નથી પરંતુ તેને આજે પણ તેના ફેંસ બા ના પાત્રને યાદ કરે છે. સુધા શિવપુરીએ પોતાની કારકિર્દીની શરુઆત ત્યાર થી કરી દીધી હતી જયારે તે ૮માં ધોરણમાં ભણતી હતી. સુધાએ નાનપણમાં જ પોતાના પિતાને ગુમાવી દીધા હતા. તેમની માતાની તબિયત પણ ખરાબ રહેતી હતી. જેને કારણે જ ઘરમાં મોટી હોવાને કારણે ઘરની જવાબદારી સુધા ઉપર આવી ગઈ. નાની જ ઉંમરમાં સુધાએ પોતાના ઘરની તમામ જવાબદારીઓ ઉપાડી.

વર્ષ ૧૯૬૮માં સુધા શિવપુરીએ પ્રસિદ્ધ કલાકાર ઓમ શિવપુરી સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્ન પછી પણ સુધાએ કામ કરવાનું છોડ્યું નથી અને દિલ્હીમાં થીએથરમાં કામ કરતી રહી. ત્યાર પછી સુધાએ પોતાની થીએથર કંપની ખોલી જેને લઈને તેમણે ઘણા એવા નાટકો પણ બનાવ્યા. તેમાં ‘આધે અધૂરે’, ‘તુગલક’ અને વિજય તેંદુલકરનું ‘ખામોશ: અદાલત જારી હે’ રહેલા છે. આ તમામ નાટકોમાં સુધા મુખ્ય પાત્રમાં જોવા મળી. તેના બધા નાટકોને ઓમ શિવપુરીએ જ ડાયરેક્ટ કર્યા.

ત્યાર પછી વર્ષ ૧૯૭૪માં સુધા શિવપુરી મુંબઈ શિફ્ટ થઇ ગઈ. ખાસ કરીને ઓમ શિવપુરીને ફિલ્મોમાં ઓફર મળવા લાગી હતી. જેને કારણે જ તે બંનેને મુંબઈ શિફ્ટ થવું પડ્યું. ત્યાર પછી વર્ષ ૧૯૭૭માં સુધાએ બાસુ ચેટરજીની ફિલ્મ ‘સ્વામી’ થી બોલીવુડમાં પ્રવેશ લીધો. તે ઉપરાંત સુધાએ ફિલ્મ ‘ઇન્સાફ કા તરાજુ’, ‘હમારી બહુ અલકા’, ‘સાવન કો આને દો’, ‘સુન મેરી લેલા’, ‘બર્નિંગ ટ્રેન’, ‘વિધાતા’, ‘માયા મેમસાબ’ અને ‘પિંજર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર પછી સુધાએ ટીવી તરફ ધ્યાન આપ્યું.

સુધાએ ઘણી ટીવી સીરીયલમાં કામ કર્યું. આ સીરીયલ્સમાં ‘આ બેલ મુઝે માર’, ‘શીશે કા ઘર’, ‘વક્ત કા દરિયા, ‘દામન’, ‘સંતોષી માં’, ‘યે ઘર’, ‘કસમ સે’ અને ‘દેશ મેં હે મેરા દિલ’ છે. આ તમામ સીરીયલમાંથી સુધા શિવપુરીનો ‘બા’ નો રોલ ઘણો પ્રસિદ્ધ થયો હતો. આ સીરીયલમાં સુધા શિવપુરીએ સ્મૃતિ ઈરાનીની દાદી સાસુનો રોલ નિભાવ્યો હતો. આ રોલ પછી જ સુધાને બા તરીકે એક નવી ઓળખ મળી હતી.

તમને આ દાદી પસંદ હતા? કોમેન્ટમાં જણાવજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.