તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે સૂર્ય ગ્રહ, જાણો રાશિઓ પર શું થશે એની અસર

0

જ્યોતિષાચાર્યો અનુસાર આજથી સૂર્ય ગ્રહ રાશિ બદલી રહ્યો છે અને કન્યામાંથી તુલામાં પ્રવેશ કરી રહ્યો છે. એના કારણે ઘણા લોકોની કુંડળી પર ખરાબ અસર પડવાની છે, અને ઘણા લોકોના ભાગ્ય બદલાવાના છે. સૂર્ય ગ્રહના રાશિ બદલવાથી બધી 12 રાશિઓ પર એની શું અસર થશે? એ આ પ્રકારે છે.

સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો રાશિઓ પર શું અસર થશે?

મેષ રાશિ : સૂર્ય ગ્રહના કન્યામાંથી તુલા રાશિમાં પ્રવેશ કરવાને કારણે આ રાશિના લોકોએ ઘણા કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકોને શારીરિક પીડા થઈ શકે છે. સ્વાસ્થ્ય સિવાય મેષ રાશિના લોકોને આર્થિક નુકશાન પણ થઈ શકે છે.

વૃષભ રાશિ : સૂર્યના તુલા રાશિમાં પ્રવેશ કરવાને કારણે આ રાશિના લોકોના જીવન પર સારી અસર પડશે અને આ રાશિના લોકોને ધન લાભ થશે. જો કે વૃષભ રાશિ વાળાએ શરીર સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિ : સૂર્ય ગ્રહનું તુલા રાશિમાં જવું મિથુન રાશિના લોકો માટે ઘણું લાભકારી સાબિત થવાનું છે. અને આ રાશિના લોકોના અટકેલા બધા કામ પુરા થઈ જશે. જો કે આ રાશિના લોકોએ કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાથી બચવું જોઈએ.

કર્ક રાશિ : કર્ક રાશિના લોકોને માનસિક તણાવ થઈ શકે છે અને એમના બનેલા કામ બગડી શકે છે.

સિંહ રાશિ : સૂર્યનું તુલા રાશિમાં પ્રવેશ કરવું સિંહ રાશિના લોકો શુભ લાભ આપશે, અને આ રાશિના લોકોના દરેક કામ પૂર્ણ થઈ જશે. જો કે આ રાશિના લોકો કોઈ પણ પ્રકારના કામને કરતા સમયે સાવધાની જરૂર રાખે.

કન્યા રાશિ : પતિ અને પત્ની વચ્ચે લડાઈ થઈ શકે છે, અને એમના સંબંધ બગડી શકે છે. એટલા માટે આ રાશિના લોકો સમજી વિચારીને જ પોતાના જીવનસાથી સાથે વાત કરે.

તુલા રાશિ : તુલા રાશિના લોકો કોઈ પણ નવી વસ્તુ ન ખરીદે અને વિવાદથી અંતર બનાવી રાખે.

વૃશ્ચિક રાશિ : સૂર્યના આ પરિવર્તનને કારણે વૃશ્ચિક રાશિના લોકોએ ઘણા દુઃખોનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકો આ સમયે વાહન પણ ન ખરીદે.

ધનુ રાશિ : ધનુ રાશિના લોકોને ઘન લાભ થઈ શકે છે અને દરેક કામમાં સફળતા મળશે.

મકર રાશિ : પરિવારના લોકો સાથે સંબંધ મજબૂત બનશે અને દરેક કામ સફળ થશે.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકોએ થોડા નુકશાનનો સામનો કરવો પડી શકે છે, અને આ રાશિના લોકો અત્યારે કોઈ કામ શરુ ન કરે.

મીન રાશિ : નકારાત્મક વિચારોથી તણાવ થશે અને સંકટ ઉત્પન્ન થશે. સાથે જ જીવન સાથી સાથે વિવાદ પણ થશે.

સૂર્ય ગ્રહથી બચવાના ઉપાય :

જો તમારી રાશિ પર સૂર્યનો ખરાબ પ્રભાવ પડી રહ્યો છે, તો નીચે જણાવેલા ઉપાયો અજમાવો. આ ઉપાયો કરવાથી સૂર્યના પ્રકોપથી બચી શકાય છે.

રોજ રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરો અને પૂજા કર્યા પછી ચોખાનું દાન ગરીબ લોકોને કરો.

સૂર્યદેવને રોજ સવારે અધર્ય આપો અને ચોખા અને ગોળ ખાઓ.

તાંબાની વસ્તુ દાન કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.