સુનીલ શેટ્ટીના ઘરની વહુ બનશે આ છોકરી, દીકરા અહાન શેટ્ટીનું આવ્યું આ સુંદર હસીના પર દિલ, જાણો વધુ વિગત.

0

એક સમયમાં સુનીલ શેટ્ટીનું નામ સુપરસ્ટારના લીસ્ટમાં રહેલું હતું. લોકો વચ્ચે સુનીલ શેટ્ટી એક્શન હીરો તરીકે વધુ પ્રસિદ્ધ હતા. દેખાવમાં સામાન્ય હોવા છતાંપણ પોતાના ઉત્તમ અભિનયથી તેમણે લોકોનો પ્રેમ જીતી લીધો હતો. નકારાત્મક પાત્ર હોય કે સકારાત્મક સુનીલ શેટ્ટીએ પોતાના અભિનયનો જાદુ દરેક પાત્રમાં પાથર્યો છે.

૨૦૦૧માં આવેલી ફિલ્મ ‘ધડકન’ માટે સુનીલ શેટ્ટીને બેસ્ટ વિલનનો ફિલ્મફેયર એવોર્ડ પણ મળી ચુક્યો છે, પોતાની ફિલ્મી કારકિર્દીમાં સુનીલ શેટ્ટી અત્યાર સુધી ૧૦૧ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. સુનીલ શેટ્ટીની એક્ટિંગ સ્કીલથી તો દરેક માહિતગાર છે, પરંતુ શું તમે જાણો છો કે સુનીલ શેટ્ટીને એક હેન્ડસમ દીકરો પણ છે? સુનીલ શેટ્ટીનો એક દીકરો પણ છે જેનું નામ અહાન શેટ્ટી છે,

સુનીલ શેટ્ટીની દીકરી આથીયા શેટ્ટી તો બોલીવુડમાં પોતાનો પ્રવેશ ફિલ્મ ‘હીરો’ થી કરી ચુક્યા છે. પરંતુ અહાનને પ્રવેશ કરવાનું હજી બાકી છે. અહાનનો જન્મ મુંબઈમાં વર્ષ ૧૯૯૬માં થયો હતો. તેમણે પોતાનો સ્કૂલનો અભ્યાસ મુંબઈની એક સ્કુલ ‘અમેરિકન સ્કુલ ઓફ બોમ્બે’ માંથી કર્યો અને ઉચ્ચ અભ્યાસ માટે યુએસ યુનીવર્સીટીમાં એડમીશન લીધું. અહાને અભિનય અને ફિલ્મ મેકિંગનો કોર્ષ પણ કર્યો છે અને વહેલી તકે તે સાઉથની એક સુપરહિટ ફિલ્મ ‘આર એક્સ ૧૦૦’ ની હિન્દી સિકવલથી બોલીવુડમાં એન્ટ્રી કરશે.

આ છોકરી બની શકે છે સુનીલ શેટ્ટીના કુટુંબની વહુ

પરંતુ હાલના દિવસોમાં અહાન પોતાની ફિલ્મ કરતા વધુ પોતાની ગર્લફ્રેન્ડને લઈને સમાચારોમાં રહેલો છે. સમાચારો મુજબ આ દિવસોમાં અહાન શેટ્ટી તાનિયા શ્રોફને ડેટ કરી રહ્યા છે. અહેવાલ મુજબ બંને ઘણા સમયથી એક બીજા સાથે સંબંધમાં છે અને હવે આ સંબંધને એક નામ આપવાનું વિધારી રહ્યા છે.

અહાને તાનીયાને શેટ્ટી વહુ કુટુંબની બનાવવાનું વિચારી લીધું છે. અને શેટ્ટી ફેમીલીને પણ તાનીયા ઘણી પસંદ છે. તેવામાં આજે અમે તમારા માટે અહાનની ગર્લફ્રેન્ડ તાનીયાની થોડી સુંદર તસ્વીરો લઈને આવ્યા છે, જેને જોયા પછી તમે પણ એવું કહેશો કે ખરેખર અહાનની પસંદ ઘણી સારી છે.

અથીયાની દોસ્ત છે તાનીયા

તાનીયા દેખાવમાં કોઈ બોલીવુડ હિરોઈનથી ઓછી નથી. આમ તો તાનીયા ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી નથી પરંતુ તેનો લુક જોઇને લાખો લોકો તેના ફેન બની ગયા છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દુર હોવા છતાંપણ તાનીયા પોતે ટીપટોપ રહે છે. તાનીયા અહાનની બહેન અથીયા શેટ્ટીની ઘણી સારી દોસ્ત છે. સોશિયલ મીડિયા ઉપર તાનીયા અને અહાનની ઘણી તસ્વીરો વાયરલ છે, જેમાં બંને વચ્ચે પ્રેમ સ્પષ્ટ જોવા મળે છે.

જુવો તાનીયા શ્રોફના આ સુંદર ફોટા

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.