અમૃતા સિંહની માં ના કારણે ખુલ્યું હતું સની દેઓલના લગ્નનું રહસ્ય, 35 વર્ષ પછી સામે આવી એક્ટરની પત્ની

0

બોલીવુડના દમદાર એક્શન હીરોની લિસ્ટમાં ટોપ પર રહેલા સની દેઓલ પણ ઘણા વિવાદોના કારણે ચર્ચામાં રહી ચૂકેલા છે. જેના કારણે તેમના ફેન્સ તેમના વિષે ઘણું બધું જાણવા માંગે છે. થોડા સમય પહેલા જ સની દેઓલે પહેલી વખત લોકસભા ચૂંટણી લડી, જેમાં તેમણે જીત મેળવી હતી. તેના પછી તે સંસદ બની ગયા. છતાં પણ આજે લોકો તેમના ખાનગી જીવનની વાતો જેવી કે, અફેયર અને ફેમિલી વિષે જાણવાનું પસંદ કરે છે. આ કડીમાં આજે અમે તમને તેમની પત્ની પૂજા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે 35 વર્ષ પછી મીડિયા સામે આવી હતી.

બોલીવુડ અભિનેતા સની દેઓલનો મૂડ ખુબ જ રોમાન્ટિક છે, જેના કારણે તેમના અફેયર ઘણી અભિનેત્રીઓ સાથે રહ્યા હતા. આ કડીમાં ડિમ્પલ અને અમૃતા સિંહનું નામ આવે છે. અમૃતા સિંહની સાથે સની દેઓલના લગ્નની વાત પણ થઇ હતી, પણ પૂછપરછ અને તપાસમાં તેમની પોલ ખુલી ગઈ અને પછી અમૃતા સિંહની માં એ લગ્ન માટે ના પડી દીધી. હકીકતમાં અમૃતા સિંહની માં ને સની દેઓલ વિષે એવા સમાચાર મળ્યા હતા, જે સાંભળીને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને તેમણે લગ્ન માટે તરત જ ના પાડી દીધી હતી.

અમૃતા સિંહ જોડે આ કારણે તૂટ્યા લગ્ન :

અમૃતા સિંહની માં ને સની દેઓલ પહેલાથી પસંદ નહોતા. પરંતુ દીકરીની ખુશી માટે તેમણે સંબંધ માટે હા પડી દીધી. એવામાં તેમણે લગ્ન નક્કી કરતા પહેલા સની વિષે જાણવા માટે થોડી તપાસ કરાવી જેમાં આમે આવ્યું કે, તે પહેલાથી વિવાહિત છે. એ પછી તેમણે લગ્ન માટે તરત ના પાડી દીધી. અમૃતા સિંહની માતાએ જણાવ્યું કે સની દેઓલની પત્ની લંડનમાં રહે છે, તેનું નામ પૂજા છે અને સનીએ તેની જોડે જ લગ્ન કર્યા છે. એ પછી અમૃતા સિંહે પણ લગ્ન માટે ના પાડી દીધી.

આ કારણે ગુપ્ત રાખેલા લગ્ન :

સની દેઓલે પૂજા સાથે પોતાના લગ્નને વર્ષો સુધી છુપાવીને રાખેલા હતા. એની પાછળનું કારણ એ હતું કે, તે લાઇમલાઈટથી દૂર રહેવા માંગતી હતી. અને સનીના કરિયરનો પણ સવાલ હતો. એવામાં વર્ષ 1984માં બંનેના લગ્નના સમાચાર સામે આવ્યા, જેના પછી બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ કે સની દેઓલ અને પૂજાના બે બાળકો પણ છે, જેનું નામ કરણ અને રાજવીર છે. થોડા સમય પહેલા સની દેઓલના દીકરા કરણ દેઓલે પલ પલ દિલ કે પાસથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.

દીકરા માટે દુનિયા સામે આવી પૂજા :

લગ્નના ઘણા વર્ષો સુધી મીડિયાથી છુપાતી રહેતી પૂજાને પોતાના દીકરાનો પ્રેમ ખેંચી જ લાવ્યો. એવામાં તે પહેલી વખત પોતાના દીકરાની ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. એ પછી તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. જાણવામાં આવે છે કે, 35 વર્ષ પછી પૂજાને કેમેરામાં કૈદ કરવામાં આવી હતી. પૂજાને લાઇમલાઈટની દુનિયા બિલકુલ પસંદ નથી, જેના કારણે તે તેનાથી દૂર રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.