તૈમુર જેવો જ દેખાવા લાગ્યો સની લિયોનનો દીકરો, લોકો બોલ્યા ‘આ શું ગોટાળો છે? આમા સૈફનો હાથ તો.

0

આજના સોશિયલ મીડિયાના જમાનામાં સ્ટાર કીડને લઈને લોકો વચ્ચે ઘણો ક્રેઝ જોવા મળે છે. ફેસબુકથી લઈને ટ્વીટર અને ઇસ્ટાગ્રામ સુધી તેમના ફોટા છવાયેલા રહે છે. બોલીવુડમાં હજુ સુધી ન જાણે કેટલા સ્ટાર કીડ આવ્યા અને મોટા થઈને જતા પણ રહ્યા. પરંતુ હજુ સુધી તૈમુર અલી ખાન જેવી પોપ્યુલારીટી કોઈને લઈને નથી જોવા મળી. કરીના કપૂર અને સૈફ અલી ખાનનો આ દીકરો જ્યારથી જન્મ્યો છે ત્યારથી જ મીડિયા અને લોકોની આંખોનો તારો બનેલો છે.

તૈમુર ક્યાં જાય છે, કાંઈ કરે છે, એણે શું ખાધું છે તે તમામ વાતો લોકોને જાણવામાં ઉત્સુકતા રહે છે. હજુ સુધી બોલીવુડના કોઈ બીજા સ્ટાર કીડ તૈમુરને ટક્કર નથી આપી શક્યા. આમ તો હવે લાગે છે કે આ વસ્તુ પણ વહેલી તકે બદલાઈ જશે.

કારણ કે બોલીવુની સૌથી હોટ અભિનેત્રી સની લિયોનનો દીકરો પણ હાલના દિવસોમાં ઘણો સમાચારોમાં છવાયેલો રહે છે. અને નવાઈની વાત એ છે કે, સનીના દીકરાનો ચહેરો પણ આબેહુબ તૈમુર સાથે મળતો આવે છે. તેનો લેટેસ્ટ ફોટો જોઇને ઘણા ફેન્સ છેતરાઈ ગયા હતા. તેમને લાગ્યું કે સનીના ખોળામાં તૈમુર બેઠો છે. આમ તો પાછળથી જાણવા મળ્યું કે, તે તો સનીનો પોતાનો જ દીકરો છે જે તૈમુર જેવો દેખાવા લાગ્યો છે.

જણાવી દઈએ કે, સનીને બે જોડિયા બાળકો છે જેના નામ અષ્ટ અને નોહા છે. હમણાં હાલ તો એ નથી ખબર કે આ ફોટામાં જે તૈમુર જેવો દેખાઈ રહ્યો છે તે અષ્ટ અને નોહામાંથી કોણ છે. જરા એક નજર તમે પણ આ ફોટા ઉપર નાખો. જો ફોટામાં સની ન દેખાય તો તમે એ અંદાઝ જ નથી લગાવી શકતા કે તે તૈમુર નથી. તૈમુર અને સનીના દીકરાના ચહેરા એકબીજા સાથે ભળતા આવે છે એ વાતે લોકોને ઘણા વિચારતા કરી દીધા છે. લોકો તે વાતને લઈને ઘણા પ્રકારની કોમેન્ટ્સ કરી મજા લઇ રહ્યા છે.

એક યુઝર કમેન્ટ કરતા કહે છે, તેનો ચહેરો તો એકદમ તૈમુર જેવો છે, ખરેખર આ ગોટાળો શું છે? પછી એક જણ થોડી મજા લઈને મજાકમાં કહે છે, સનીજી ક્યાંક આમાં સૈફનો હાથ તો નથી ને? પછી કોઈ વચ્ચે આવે છે અને કહે છે, એક જેવા ચહેરા બીજા પણ ઘણા માણસના હોય છે, એવું સાંભળ્યું તો હતું, પરંતુ આજે જોઈ પણ લીધું. એક જણાએ કહ્યું હવે જોઈએ છીએ મોટા થઈને બોલીવુડ ઉપર કોણ રાજ કરે છે? કરીનાનો દીકરો કે સનીનો દીકરો.

આવા પ્રકારની બીજી પણ ઘણા પ્રકારની કમેન્ટ્સ સોશિયલ મીડિયા ઉપર આવી રહી છે. આમ તો ઘણા લોકો સનીના દીકરાની ક્યુટનેસની પ્રસંશા પણ કરી રહ્યા છે. સનીના આ બંને બાળકોના જન્મ સેરોગેસી (ભાડાની કોખ) દ્વારા થયા હતા. સની હંમેશા સોશિયલ મીડિયા ઉપર પોતાના બાળકના ફોટા નાખતી રહે છે. તેમને એક દીકરી પણ છે જેનું નામ નિશા છે. નિશાને સનીએ દત્તક લીધી હતી. તે પોતાના ત્રણે બાળકોની ખુબ નજીક છે અને બધાને સરખો પ્રેમ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.