સ્વયં પ્રગટ થયું હતું ત્ર્યંબકેશ્વર જ્યોર્તિલિંગ, ગૌતમ ઋષિ અને ગંગા નદી સાથે જોડાયેલી છે કથા, જાણો એના વિષે.

0

અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં શિવજીના મંદિરોમાં દર્શન અને પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવે છે. શિવજીની ૧૨ જ્યોર્તિલિંગો માંથી એક છે, નાસિક પાસે ત્ર્યંબકેશ્વર જ્યોર્તિલિંગ. આ મંદિર વિષે માન્યતા છે કે અહિયાં આવેલા શિવલિંગ સ્વયં પ્રગટ થયા હતા એટલે તેને કોઈના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું ન હતું. આ મંદિર ગોદાવરી નદીના કાંઠા ઉપર આવેલું છે. અહિયાં જાણો ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલી વિશેષ વાતો.

ત્ર્યંબકેશ્વરની કથા :-

અહિયાં પ્રચલિત કથા મુજબ પ્રાચીન સમયમાં બ્રહ્મગીરી પર્વત ઉપર દેવી અહીલ્યાના પતિ ઋષિ ગૌતમ રહેતા હતા અને તપસ્યા કરતા હતા. ક્ષેત્રમાં ઘણા એવા ઋષિ હતા જે ગૌતમ ઋષિની ઈર્ષા કરતા હતા અને તેને નીચા દેખાડવાના પ્રયાસ કરતા રહેતા હતા. એક વખત બધા ઋષીઓએ ગૌતમ ઋષિ ઉપર ગૌહત્યાનો આરોપ લગાવી દીધો. બધાએ કહ્યું કે આ હત્યાના પાપના પ્રાયશ્ચિતમાં દેવી ગંગાને અહિયાં લઈને આવવાનું રહેશે. ત્યારે ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરીને પૂજા શરુ કરી દીધી.

ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા. ભગવાને વરદાન માગવાનું કહ્યું. ત્યારે ઋષિ ગૌતમ દ્વારા શિવજીને દેવી ગંગાને આ સ્થાન ઉપર મોકલવાનું વરદાન માગ્યું. દેવી ગંગાએ કહ્યું કે જો શિવજી પણ તે સ્થાન ઉપર રહેશે, ત્યારે તે પણ ત્યાં રહેશે. ગંગાનું એવું કહેતા શિવજી ત્યાં ત્ર્યંબકેશ્વર જ્યોર્તિલિંગના રૂપમાં વાસ કરવા તૈયાર થઇ ગયા અને ગંગા નદી ગૌતમીના રૂપમાં ત્યાં વહેવા લાગી. ગૌતમી નદીનું નામ ગોદાવરી પણ છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે એક સાથે શિવલિંગમાં સ્થાપિત છે.

ત્ર્યંબકેશ્વર મંદિર ઘણું જ પ્રાચીન છે. મંદિરની અંદર એક નાનો એવા ખાડામાં ત્રણ નાના નાના શિવલિંગ છે. આ ત્રણ શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના નામથી ઓળખવામાં આવે છે. ત્ર્યંબકેશ્વર મંદિર પાસે ત્રણ પર્વત આવેલા છે. જેને બ્રહ્મગીરી, નીલગીરી અને ગંગા દ્વારના નામથી ઓળખાય છે. બ્રહ્મગીરીને શિવ સ્વરૂપ માનવામાં આવે છે. નીલગીરી પર્વત ઉપર નીલામ્બિકા દેવી અને દતાત્રેય ગુરુનું મંદિર છે. ગંગા દ્વાર પર્વત ઉપર દેવી ગોદાવરી કે ગંગાનું મંદિર છે. મૂર્તિના ચરણો માંથી ટીપુંટીપું કરીને જળ ટપકતું રહે છે, જે બાજુના એક કુંડમાં જમા થાય છે.

કેવી રીતે પહોચી શકો છો મંદિર સુધી

આ મંદિર સુધી પહોચવા માટે તમારે નાસિક જવું પડશે. નાસિક વિમાન રસ્તે, રેલ્વે રસ્તે અને રોડ રસ્તેથી તમામ મુખ્ય શહેરો સાથે જોડાયેલો છે. નાસિકથી ત્ર્યંબકેશ્વર મંદિર લગભગ ૨૯ કી.મી. દુર છે. અહિયાંથી મંદિર સુધી પહોચવા માટે ઘણા સાધનો મળી જાય છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.