ટાઈગરની બહેન કૃષ્ણા શ્રોફે કર્યા ગુપચુપ લગ્ન, પુરાવા તરીકે વાયરલ થયો આ ફોટો.

0

બોલીવુડના ટોપ અભિનેતાની યાદીમાં રહેલા ટાઈગર શ્રોફ હંમેશા કોઈને કોઈ કારણે સમાચારોમાં છવાયેલા રહે છે. પરંતુ આ વખતે તે પોતાની બહેન કૃષ્ણ શ્રોફને લઈને ચર્ચામાં છે. ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે. ત્યાર પછી જ ફેંસ ઘણા આશ્ચર્ય ચકિત બની ગયા.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી તસ્વીરોમાં લગ્નને લઈને એક એવી સાબિતી જોઈ, જે જોઇને દરેક પૂછી રહ્યા છે કે શું છાનામાના લગ્ન કરી લીધા? એટલું જ નહિ કૃષ્ણા શ્રોફના બોયફ્રેન્ડ તરફથી આ સાબિતી સોશિયલ મીડિયા ઉપર મુકવામાં આવી છે.

ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ છેલ્લા થોડા સમયથી ઈબન હયામ્સને ડેટ કરી રહી છે, જેની સાથે હંમેશા કોઈને કોઈ તસ્વીરો શેર કરતી રહે છે. આ તસ્વીરોમાં બંને ઘણા નજીક જોવા મળી રહ્યા છે. જેને કારણે જ બંનેની રીલેશનશીપ ઘણી ગંભીર માનવામાં આવે છે. ક્લોઝ તસ્વીરો ઉપરાંત હાલમાં જ ઇબન હયામ્સે પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી ઉપર કૃષ્ણાની તસ્વીરો ઉપર એવું કેપ્શન લખી નાખ્યું, જે જોઇને દરેક પૂછી રહ્યા છે કે શું તમે બંનેએ લગ્ન કરી લીધા છે?

કૃષ્ણાને ગણાવી પોતાની પત્ની

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇબન હયામ્સે પોતાની ઈંસ્ટા સ્ટોરીઝ ઉપર કૃષ્ણા શ્રોફની તસ્વીર શેર કરી છે. જેની ઉપર તેમણે સુંદર એવી કેપ્શન આપતા વાઈફ લખ્યું છે. વાઈફ શબ્દનો ઉપયોગ જોઇને જ ઘણા પ્રકારના અંદાઝ લગાવવામાં આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કૃષ્ણાએ ઇબન હયામ્સ સાથે લગ્ન કરી લીધા છે. આમ તો હજુ સુધી તે બંને તરફથી તેની ઉપર કોઈ નિવેદન નથી આવ્યું, પરંતુ રીલેશનશીપને આગળના લેવલ ઉપર લઇ જવાની પૂરી શક્યતા દર્શાવી દીધી છે.

કૃષ્ણા શ્રોફે કર્યા છાનામાના લગ્ન

ઇબન હયામ્સ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરો પછી ફેંસ કમેંટ સેક્શનમાં કૃષ્ણને એવું પૂછી રહ્યા છે કે શું તમે બંનેએ છાનામાના લગ્ન કરી લીધા છે, જો એવા પ્રકારની તસ્વીરો શેર કરવામાં આવી રહી છે. તેનો અર્થ સ્પષ્ટ થાય છે કે તે વાતની પૂરી શક્યતા છે કે બંનેએ છાનામાના લગ્ન કરી લીધા છે અને કોઈને જણાવ્યું પણ નથી. બાબત જે પણ હોય પરંતુ કૃષ્ણા શ્રોફ અને ઇબન હયામ્સની જોડી એક બીજા સાથે ઘણી ફીટ લાગે છે અને બંને જ એક બીજાને ઘણો પ્રેમ કરે છે.

કુટુંબને નથી કોઈ મુશ્કેલી

કૃષ્ણા શ્રોફ અને ઇબન હયામ્સના અફેયરથી બંને કુટુંબને કોઈ મુશ્કેલી નથી. જેને કારણે જ બંને જાહેરમાં પોતાના પ્રેમનો સ્વીકાર કરતા જોવા મળી રહ્યા છે. ઇબન એક પ્રોફેશનલ બાસ્કેટબોલ ખેલાડી છે અને તેની પાસે ઘણા દેશોનું નાગરિત્વ પણ છે. જેમાં કૃષ્ણા શ્રોફના કુટુંબને કોઈ તકલીફ નથી. હવે જોવાની વાત એ હશે કે છાનામાના લગ્નના સમાચાર ઉપર કૃષ્ણા શ્રોફ અને ઇબન હયામ્સ તરફથી શું રીએક્શન આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.