ટાલીયા થવાથી બચવું છે? તો અજમાવો 5 રૂપિયાથી ઓછા ખર્ચ નો આ સરળ ઉપચાર

0

વાળનો જથ્થો, હેયર ફોલ અને ડેડ્રફ ની તકલીફ દુર કરવા માટે આપણે ઘણી જાતની કંપનીની બનાવટની વસ્તુ નો ઉપયોગ કરીએ છીએ. દર મહીને તેનો ખર્ચો પણ ઘણો થાય છે, પણ જો આપણે વાળ માટે નિયમિત હોમહેડ ટ્રીટમેંટ લેવામાં આવે તો તે આપણેને 5 રૂપિયાથી પણ ઓછામાં પડશે. આવા જ 15 ઘરગથ્થું ઉપચાર વિષે તેને અજમાવીને ઓછા પૈસામાં વાળને હેલ્દી બનાવી શકાય છે.

બટેટા થી – 2-3 બટેટા ને વાટીને રસને વાળ અને ટાલ ઉપર લગાવો. એક કલાક પછી ધોઈ લો. તેનાથી ડ્રાઈનેસ ઓછી થશે અને વાળ હેલ્દી બનશે.

કુવારપાઠું જેલ – નિયમિત એક ચમચી કુવારપાઠું જેલ (એલોવેરા જેલ) ને વાળ અને ટાલ ઉપર લગાવો. એક કલાક પછી વાળ ધોઈ લો. તેનાથી ડેડરફ અને હેયર ફોલ ની તકલીફ દુર થશે….

લીંબુ – નિયમિત લીંબુના રસથી વાળ અને ટાલ ઉપર મસાજ કરો તેનાથી ડેડરફ અને હેયર ફોલ ની તકલીફ કન્ટ્રોલ થશે.

મેથી – 2 ચમચી મેથી દાણા રાત્રે પાણીમાં પલાળીને મૂકી દો. સવારે તેને વાટીને વાળ ઉપર લગાવો તેનાથી વાળ કાળા, ઘાટા અને સુંવાળા બનશે.

ગાજર – નિયમિત 2 ચમચી ગાજરનો રસ વાળ અને ટાલ ઉપર લગાવો. તેમાં રહેલ બાયોટીન વાળને શાયની બનાવશે અને હેયર ફોલ અટકાવવા માં મદદ કરશે.

લસણ – 2 ચમચી લસણનો રસ વાળના મૂળ ઉપર લગાવો એક કલાક પછી ધોઇ લો. તેનાથી ડેડરફ અને હેયર ફોલ ની તકલીફ દુર થશે.

કાકડી – 2 ચમચી કાકડીનો પેસ્ટ વાળ અને તાળવા ઉપર લગાવો. કાકડીમાં રહેલ વિટામીન ‘સી’ અને એન્ટીઓક્સીડેંટ વાળને શાયની બનાવવા અને વધવામાં મદદ કરશે.

લીલા ધાણા – નિયમિત 2 ચમચી લીલા ધાણા નું પેસ્ટ વાળના મૂળ ઉપર લગાવો. ધાણામાં રહેલ આયરન અને કોપર વાળને લાંબા , ઘાટા અને કાળા બનાવશે.

બીટ – એક એક ચમચી બીટ અને તલનું તેલ ને મિક્સ કરીને ટાલ ઉપર લગાવો. તેનાથી વાળ કાળા, ઘાટા, સુંવાળા અને શાયની બનશે.

મીઠો લીમડો – એક ચમચી મીઠો લીમડાનું પેસ્ટ અને દહીં મિક્સ કરીને નિયમિત વાળ અને ટાલ ઉપર લગાવો. તેનાથી વાળ કાળા, ઘાટા, અને મજબુત બનશે.

ટમેટા – એક એક ચમચી ટમેટા, બટેટા નો રસ અને મધને મિક્સ કરીને ટાલ ઉપર મસાજ કરો. નિયમિત કરવાથી હેયર ફોલ અને ડ્રાઈ હેયર ની તકલીફ દુર થશે.

મધ – 2-2 ચમચી મધ અને દુધને ભેળવી લો. તેનો નિયમિત હળવું મસાજ કરો. એક કલાક પછી નાહી લો. તેનાથી વાળ કાળા, ઘટ અને સુંવાળા બનશે.

ખાટું દહીં – બે ચમચી ડુંગળી નો રસ એક ચમચી ખાટું દહીં અને લીંબુના રસને મિક્સ કરીને મસાજ કરો 30 મિનીટ પછી ધોઈ લો વાળ મજબુત અને શાઈની બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here