તમારી લેખિત પરવાનગી વિના ઓવરટાઈમ નહિ કરાવી શકે કંપનીઓ, મળશે ડબલ પગાર, જાણો વધુ વિગત.

0

ધંધાકીય સુરક્ષા, આરોગ્ય અને કાર્યપદ્ધતિ ઉપર અંકુશ ૨૦૧૯માં આ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે જો કોઈ કર્મચારી પાસે ઓવરટાઈમ કરાવવામાં આવે છે, તો તેને તે સમયગાળા માટે બમણી મજુરી કે પગાર આપવામાં આવશે.

મોદી સરકારનો પ્રસ્તાવ જો લાગુ થશે તો તમામ કંપનીઓ અને પ્રતિષ્ઠિત કર્મચારીની લેખિત મંજુરી વગર તેને ઓવરટાઈમ નહિ કરાવી શકે. એટલું જ નહિ જો તે ઓવરટાઈમ કરાવશે તો તેને તે સમયગાળા માટે બમણું મહેનતાણું પણ આપવું પડશે.

ધંધાકીય સુરક્ષા, આરોગ્ય અને કાર્યપદ્ધતિ ઉપર અંકુશ ૨૦૧૯માં આ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે કે જો કોઈ કર્મચારી પાસે ઓવરટાઈમ કરાવવામાં આવે છે, તો તેને તે સમયગાળા માટે બમણી મજુરી કે પગાર આપવામાં આવશે. તેમાં બેઝીક પે, મોંઘવારી ભથ્થું અને રીટેન્શન પે, સમાયેલો રહેશે. તેના વિષે ખરડો કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવારે ગયા અઠવાડીએ રજુ કર્યો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે, એમ્પ્લોયર કોઈ પણ કર્મચારી પાસે તેની લેખિત મંજુરી વગર ઓવરટાઈમ નહિ કરાવી શકે.

નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફીસ (NOS) ના પીરીયાડીક લેબર ફોર્સ સર્વે ૨૦૧૭-૧૮ મુજબ દેશમાં મોટાભાગના કર્મચારી અઠવાડિયામાં ૪૮ કલાકથી વધુ કામ કરે છે, જો કે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા નિર્ધારિત સમય મર્યાદાથી વધુ છે. સર્વે મુજબ વેતન મેળવતા કે નિયમિત કર્મચારી અઠવાડિયામાં ૫૩ થી ૫૬ કલાક કામ કરે છે. તે મુજબ સ્વરોજગારમાં લાગેલા લોકો અઠવાડિયામાં ૪૬ થી ૫૪ કલાક અને ફેજુઅલ વર્કર ૪૩ થી ૪૮ કલાક સુધી કામ કરે છે.

સરકાર આ પ્રસ્તાવ દ્વારા તે પહેલાના પ્રસ્તાવને દુર કરી રહી છે, જે મુજબ કોઈ કર્મચારી પાસે ઓવરટાઈમ કામ કરાવવાની મંજુરી મળી હતી.

આ ખરડા મુજબ ગયા વર્ષે લોકોની ઈચ્છા માટે સાર્વજનિક કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે એક દિવસમાં ૧૦ કલાકથી વધુ કામ નથી કરાવી શકાતું, પરંતુ હાલના ખરડામાં તે જોગવાઈને નથી જોડવામાં આવી.

ઓછામાં ઓછો પગાર નક્કી કરવાનો પણ પ્રસ્તાવ

વર્ષોની મહેનત પછી કેન્દ્ર સરકારે એક વખત ફરી મજૂરોના હિતોનું રક્ષણ માટે સંગઠિત અને અસંગઠિત સેક્ટરમાં શ્રમ કાયદા સુધારા ખરડો ૨૦૧૯ દ્વારા ઓછામાં ઓછી મજુરી વધારવાનો નિર્ણય લીધો છે. ગઈ વખતે આવો પ્રયાસ ૨૦૧૭માં થયો હતો, જયારે લોકસભામાં રજુ કરવામાં આવ્યો હતો અને ફરી તેને સ્ટેન્ડિંગ સમિતિને મોલકવામાં આવ્યો પરંતુ તે ક્યારે પણ પાસ થઇ શક્યો નહિ.

આ ખરડામાં શ્રમિકોના પગાર સાથે જોડાયેલા ચાર હાલના કાયદા પેમેન્ટસ ઓફ વેજેસ એક્ટ-૧૯૩૬. મીનીમમ વેજેસ એક્ટ-૧૯૪૯, પેમેન્ટ ઓફ વોન્સ એક્ટ-૧૯૬૫ અને ઇક્વલ રેમુનરેશન એક્ટ-૧૯૭૬ને એક કોડમાં જોડવાની રીયારી છે. કોડ ઓન વેજેજમાં ઓછામાં ઓછી મજુરીને દરેક જગ્યાએ એક સરખી લાગુ કરવાની જોગવાઈ છે. તેનાથી દરેક શ્રમિકને આખા દેશમાં એક સરખો પગાર નક્કી કરી શકાશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.