તમે આ નંબર ઉપર મેસેજ મોકલીને લોક કરી શકો છો, તમારા આધાર કાર્ડનો ડેટા, જાણો વધુ વિગત.

0

આજના ડીઝીટલ યુગમાં લોકોના દરેક કામ ઘરે બેઠા જ થઇ શકે છે, જેમાં બેંકની લેવડ દેવડ જેવી કામગીરી, કોઈ પ્રકારની ટ્રેન, બસ, વિમાન કે કોઈ મુવીની ટીકીટ, ડ્રાઈવિંગ લાયસન્સ માટેની અરજી માટેનું ફોર્મ ભરવા, કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરવા જેવી દરેક પ્રકારની કામગીરી ઘરે બેઠા જ થઇ શકે છે. આજે અમે તમને જેના વિષે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે, આધાર કાર્ડને લોક કેવી રીતે કરી શકાય જેથી તેની માહિતીનો કોઈ દુરઉપયોગ ન કરી શકે.

આધાર કાર્ડ નંબર સાથે જોડાયેલા ડેટાની સુરક્ષા માટે યુનિક આઈડેંટીફીકેશન અથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ નવા ફીચર બહાર પડ્યા છે, જેની મદદથી તમે તમારા આધાર કાર્ડ નંબરને લોક કે અનલોક કરી શકો છો. તેની મદદથી તમારા આધાર નંબરનો કોઈ ખોટો ઉપયોગ નથી કરી શકતા. જો તમે પણ તમારા આધાર કાર્ડ નંબરને લોક કરવા માગો છો, તો માત્ર એક મેસેજ સેંડ કરીને કરી શકો છો.

SMS થી આધારને કેવી રીતે કરવું લોક

તેના માટે UIDAI દ્વારા બહાર પાડવામાં આવેલા ૧૯૪૭ નંબર ઉપર SMS કરવાનો રહેશે. મેસેજમાં ‘GETOTP’ લખીને સ્પેસ આપો અને પોતાના આધારના છેલ્લા ચાર આંકડા લખીને ૧૯૪૭ ઉપર સેંડ કરી દો ત્યાર પછી UIDAI તરફથી એક OTP મોકલવામાં આવશે. ત્યાર પછી ફરીથી તમે LOCKUID લખીને સ્પેસ આપો અને આધાર કાર્ડના છેલ્લા ચાર આંકડા લખીને ઓટીપી ટાઈપ કરો અને ૧૯૪૭ ઉપર મોકલી દો. ત્યાર પછી UIDAI તમારા આધારને લોક કરી દેશે અને મેસેજ દ્વારા તમને જાણકારી મોકલી દેવામાં આવશે.

આવો રીતે કરો અનલોક

તેના માટે પહેલા GETOTP લખો અને સ્પેસ આપીને આધાર કાર્ડના છેલ્લા ૬ આંકડા લખો. ત્યાર પછી કંપની તરફથી તમને ઓટીપી મોકલવામાં આવશે, ત્યાર પછી LOCKUID લખો અને ઓટીપી ટાઈપ કરીને ૧૯૪૭ નંબર ઉપર મોકલી દો. એમ કરતા જ આધાર કાર્ડડેટા અનલોક થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.