આ શિયાળાની ઠંડીમાં ગરમાંવો લાવવા બનાવો ટેસ્ટી ટામેટા લસણની ચટણી ક્લિક કરી જાણો

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં અમે તમને ઠંડીમાં અંદરથી ગરમાવો આપે તેવી રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ તો જલ્દી નોંધીલો સામગ્રી અને રીત

સૌથી નીચે તમે તે વિડિઓ માં પણ જોઈ શકો છો.

આ ટમેટા અને લસણની ની ચટણી ઘણી સ્વાદિષ્ટ હોય છે અને ઓછા સમયમાં બની જાય છે. આને તમે કોઈ પણ વાનગી જેવીકે રોટલો, ભાખરી, રોટલી, ઈડલી અને તમે આ દરરોજ ના ખાવામાં પણ ઉમેરી શકો છો. આ ચટણી બનાવવી બહુ સરળ છે

સામગ્રી

250 ગ્રામ ટામેટા (લગભગ 4થી5)

10-12 લસણની કડી

1/4 મીઠું (સ્વાદઅનુસાર)

1 થી 1.5 ટેબલ સ્પૂન તેલ (સરસિયાનું તેલ વધુ સારું)

2 ટેબલ સ્પૂન ધાણા

1 લીલા મરચા (નાના ટુકડામાં)

1/4 ટેબલ સ્પૂન લાલ મરચું

1/4 ટેબલ સ્પૂન રાઈ

1 ચમચી ધાણા નો પાઉડર

1 ઇંચ છીણેલું આદુ

1 મોટો તજ નો ટુકડો

રીત

ચટણી તૈયાર કરવા માટે મીક્ષરના ચટણી જારમાં ટામેટા કાપીને નાખશુ અને તેની સાથે લસણની કળીઓ પણ નાખશુ, એક ઇંચ આદુનો ટુકડો, સાથે લીલા મરચાને નાના ટુકડામાં કાપીને નાખવા ઢાંકણું બંધ કરી મિક્ષર ચાલુ કરીને ક્યુરી બનાવીશું.

ક્યુરી તૈયાર થયા બાદ તેને એક વાસણમાં કાઢી લો. ચટણી બનાવવા માટે એક પેન લઈશુ અને ગેસ ને ચાલુ કરી દેશું, અને તમારી પાસે જે તેલ (સરસિયાનું તેલ વધુ સારું) છે તેને પેન માં નાંખીશુ અને તેને ગરમ થવા દેશું, ગરમ થયા બાદ સૌથી પહેલા તેમાં તજ નાખશુ, ત્યાર બાદ રાઈ નાખીશું, રાઇને વઘાર કરીશું, ત્યાર બાદ તમારી પાસે જે ટામેટાની ક્યુરી છે તે તેમાં નાખીશું, અને તેને સારી રીતે હલાવો અને તેને મિક્ષ કર્યા બાદ તેને 5 મિનિટ સુધી ચળવતા રહો જેટલું વધારે ચળવશો તેટલો વધારે સ્વાદ આવશે.

ત્યારબાદ જે તમારી પાસે જે મસાલા છે તેમાંથી લાલ મરચાનો પાઉડર નાખીશું, ધાણા નો પાઉડર નાખીશું , એને સારી રીતે મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં મીઠું પણ નાખી દો અને તેને પણ સારી રીતે મિક્ષ કરી લો. તેમાં થોડા પ્રમાણમાં પાણી નાંખીશુ. હવે ગેસને ઘીમાં તાપે કરી તેને 5 મિનિટ સુધી ઢાંકીને ગરમ કરશુ. ચટણી ને ત્યાં સુધી ગરમ કરશુ જ્યાં સુધી ચાટણી જાડી નહિ થઇ જાય. ત્યાર બાદ તેના ઉપર લીલા કોથમીર નાખી દો. તમારી ટામેટા લસણ ની ચટણી તૈયાર થઇ ગયી.

વીડિયોમાં શીખવા નીચે ક્લિક કરો.

જુઓ વિડિઓ :