વાયરલ થયો તારા સુતારિયાનો ગ્લૈમરસ ફોટોશૂટ, પેહલી ફિલ્મ પછી આ બોલ્ડ અવતારમાં જોવા મળી, જુઓ ફોટો

0

હાલમાં અવાર નવાર સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી હિરોઈનોના ફોટા વાયરલ થતા રહે છે, તેમાંથી એક વિષે આજે અમે વાત કરીશું. કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડેંટ ઓફ ધ યર’ ને સફળતા મળ્યા પછી ‘સ્ટુડેંટ ઓફ ધ યર 2’ રિલીઝ થઇ હતી. જો કે બીજા ભાગને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મમાં તારા સુતરીયા અને અનન્યા પાંડે જોવા મળી હતી.

આ ફિલ્મમાં અમુક લોકોને અનન્યાનું કામ પસંદ આવ્યું, તો અમુક લોકોએ તારાના પરફોર્મન્સને સારું જણાવ્યું. કરણ જોહરની ફિલ્મથી ડેબ્યુ કર્યા પછી તારા સુતારિયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ થઇ ગઈ છે. હાલમાં જ તારાએ લેકમે ફેશન વિક ૨૦૧૯માં રેમ્પ ઉપર વોક કર્યું હતું. બોહો લુકમાં તારાએ ઘણી પ્રશંસા મેળવી હતી.

તેવામાં એક વખત ફરી તારા પોતાના લુકને લઈને ચર્ચામાં આવી ગઈ છે. આ દિવસોમાં મીડિયા ઉપર તારા સુતારિયાના ફોટોશૂટના થોડા ફોટા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ હિરોઈને એક્ઝિબીટ મેગેઝીન(exhibit magazine) ના સપ્ટેમ્બર મહિનાના કવર પેજ માટે એક ફોટોશૂટ કરાવ્યો છે. જેમાં તે ઘણી જ સુંદર દેખાઈ રહી છે.

આ ફોટાને તારાએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેયર કર્યો છે. તારાનો આ હોટ અને સેક્સી અંદાઝ એના ફેંસને ઘણો પસંદ આવી રહ્યો છે. વાયરલ થઇ રહેલા ફોટામાં તારાએ લોંગ સ્કર્ટ પહેર્યું છે. લુકમાં સુંદરતા લાવવા માટે તેણે વાળને ખુલ્લા રાખ્યા છે. મેગેઝીનના કવર પેજ ઉપર તારાના ફોટા જોવા મળશે.

વાત કરીએ વર્કફ્રંટની તો ‘સ્ટુડેંટ ઓફ ધ યર 2’ પછી તારા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘મરજાવાં’ અંને અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ ‘તડપ’ માં જોવા મળશે. હાલમાં તે ‘મરજાવાં’ ના શુટિંગમાં વ્યસ્ત છે. ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ‘સ્ટુડેંટ ઓફ ધ યર 2’ થી ડેબ્યુ કરનારી તારા સુતારિયા આ ઇન્ડસ્ટ્રીમાં નવી નથી. તે નાનપણમાં ડિઝની ચેનલના ‘બીગ બડા બુમ’, ‘દ સ્વીટ લાઈફ ઓફ કરણ એન્ડ કબીર’, ‘બેસ્ટ ઓફ લક નીકી’ અને ‘ઓયે જસ્સી’ જેવી ટીવી સીરીયલ્સમાં કામ કરી ચુકી છે.

અભિનય ઉપરાંત તારાને સિંગિંગનો પણ શોખ છે. માત્ર સિંગિંગ નહિ, તેણે મોર્ડન ડાંસ અને લેટીન અમેરિકન ડાંસ ફોર્મમાં પણ ટ્રેનીંગ લીધી છે. થોડા દિવસો પહેલા તારાનો નાનપણનો એક ફોટો ઘણો વાયરલ થયો હતો, જેમાં લોકોએ તેની સરખામણી કરીના કપૂરના દીકરા તૈમુર સાથે કરી હતી. એ ફોટામાં તારા આબેહુબ તૈમુર જેવી દેખાઈ રહી હતી.

હાલમાં જ તારા પોતાના દોસ્ત પુનીત બાલાનની સ્ટોર લોન્ચ ઈવેંટમાં ગઈ હતી. તે દરમિયાન તેણે પીળા રંગનો એક લેંઘો પહેર્યો હતો, જેમાં તે ઘણી સુંદર દેખાઈ રહી હતી. તારા સ્ટોર લોન્ચમાં ખાસ કરીને ગેસ્ટ તરીકે ગઈ હતી. તે દરમિયાન હાજર રહેલા બધા લોકોના દિલ તારાએ પોતાના સ્ટનીંગ લુકથી જીતી લીધા હતા. દરેકે તેની સુંદરતાની ઘણી પ્રશંસા કરી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.