તારક મેહતાની ‘મિસિસ ભીંડે’ એ ગ્લૈમરસ લૂકમાં વર્તાવ્યો કાળો કેર, ફોટો જોઈને ઓળખવું થયું મુશ્કેલ, જુઓ એમના ફોટા.

0

ટેલીવિઝન જગતના મોસ્ટ પોપુલર શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ છેલ્લા ૧૧ વર્ષોથી દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં સફળ રહી છે. આ સીરીયલના તમામ પાત્રો દર્શકો વચ્ચે ઘણા પોપુલર છે. જેમાંથી એક છે મિસેસ માધુરી ભીડે. મિસેસ ભીડેનું છેલ્લા ૧૧ વર્ષથી પાત્ર નિભાવનારી સોનાલીકા જોશીએ હાલમાં જ એક ફોટોશુટ કરાવ્યો છે, જેમાં તેનો લુક ટીવીથી ઘણો અલગ જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ, આ લુકમાં સોનાલીકા જોશીના ફેંસ તેને ઓળખી પણ નથી શકતા. તો આવો જાણીએ અમારા આ લેખમાં તમારા માટે વિશેષ શું છે?

શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ માં મિસેજ ભીડેનું પાત્ર નિભાવતી સોનાલીકા જોશીએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યો છે, જેમાં તેનો લુક જોઇને કોઈપણ આશ્ચર્યચકિત બની ગયા છે, પરંતુ આ લુક સાથે તેમણે એક મેસેજ પણ આપ્યો છે.

આ મેસેજ જોયા પછી એવું લાગી રહ્યું છે કે સોનાલીકા જોશી ટૂંક સમયમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ માંથી વિદાય લઇ શકે છે, જેને કારણે જ ફેંસને મોટો ઝટકો લાગી શકે છે, પરંતુ હાલમાં સોનાલીકા જોશીના લેટેસ્ટ ફોટા ધૂમ મચાવી રહ્યા છે.

ગ્લેમરસ લુકમાં જોવા મળી મિસેસ ભીડે

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ માં મિસેસ ભીડેના નામથી પ્રસિદ્ધ સોનાલીકા જોશીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યા છે, જેમાં તે ઘણી ગ્લેમરસ લાગી રહી છે. એટલું જ નહિ, આ ફોટામાં સોનાલીકા જોશીનો લુક ઘણો બદલાયેલો જોવા મળી રહ્યો છે. એટલે કે સ્પષ્ટ છે કે આ ફોટોશૂટમાં સોનાલીકા જોશી પોતાના ફેંસ ઉપર છવાઈ ગઈ છે. જેને કારણે જ આ ફોટા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા ઝડપથી વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે ઘણી વધુ સુંદર લાગી રહી છે.

સોનાલીકા જોશીએ પોતાના નવા ફોટોશૂટના ફોટા શેર કરતા લખ્યું છે કે છેલ્લા ૧૧ વર્ષોથી એક જ પાત્ર નિભાવ્યા પછી હવે કાંઈક નવું કરવા માટે ઉત્સાહિત છું. એટલે સ્પષ્ટ છે કે હવે સોનાલીકા જોશીને નવી ઓફર મળી ચુકી છે, જેને કારણે તેણે આટલી મોટી વાત સોશિયલ મીડિયા ઉપર કહી છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ ના તમામ કલાકારો છેલ્લા થોડા દિવસોથી શો છોડીને જઈ રહ્યા છે, તેવામાં ફેંસને એ ડર સતાવી રહ્યો છે કે હવે સોનાલીકા પણ શો છોડીને જતી ન રહે.

છેલ્લા એક વર્ષથી વધુ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ માં દયાબેનનું પાત્ર ગુમ છે. જેને કારણે ટીપીઆરમાં અસર પડી રહી છે. પરંતુ મેકર્સ તેને લઈને કઈક સ્પષ્ટતા કરવાથી દુર રહે છે. ખાસ કરીને દિશા વકાની દયાબેનના પાત્રમાં પાછા ફરશે કે નહિ, તે અંગે હજુ પણ રહસ્ય જળવાઈ રહ્યું છે. અને બીજી તરફ એ પ્રશ્ન પણ છે કે ખરેખર શો માં દયાબેનની એન્ટ્રી ક્યારે થશે? આ તમામ પ્રશ્નો સામે ઝઝુમતા ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ દર્શકોને હસાવવામાં સરળ રહ્યું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.