ઘરે બનાવો ઓવન વિના આસાની થી તવા પીઝા ક્લિક કરી જાણો બનાવવાની રીત

0

આજે ગુજરાતી મસ્તી અને ગુજ્જુ ફેન ક્લબ માં આજે આપણે બનાવીશું તવા પીઝ. તવાપીઝા બનાવવું ખુબ જ સરળ છે. જે લોકો ની પાસે ઓવન ના હોય તે લોકોને પીઝા ખુબ જ પસંદ છે તે લોકો ને આ રેસિપી જોવી ખુબ જરૂરી છે, તે લોકો આ પીઝા ને 5 થી 7 મિનિટ માં આ બનાવી શકે છે અને તે માર્કેટમાં મળતા પીઝા કરતા ખુબ ટેસ્ટી લાગે છે તો આજે જાણો તવા પીઝા કેવી રીતે બનાવીશું.

સૌથી નીચે તમે તે વિડિઓ માં પણ જોઈ શકો છો.

પીઝા ની સામગ્રી

તૈયાર પીઝાનો રોટલો (નરમ લેવો)

2 થી 2.5 મોટી ચમચી પીઝા સોસ

લાલ સિમલા મરચા

ઓરેગોનો

સિમલા મરચા

ચીઝ

માખણ

ડુંગળી

પીઝા સોસ માટે સામગ્રી

1 નાની ચમચી બટર

1 મોટી ચમચી વાટેલા લીલા મરચા

1 વાટકી ટામેટા સોસ અને 1 મોટી ચમચી લાલ મરચાની ચટણી (બંને મિક્ષ કરી લેવાનો )

1 નાની ચમચી કોન્ફોલર અને તેની સાથે 2 થી 3 નાની ચમચી પાણી (બંને મિક્ષ કરી લેવાનો )

મીઠું સ્વાદ અનુસાર

1/2 નાની ચમચી ઓરેગાનો

1/2 નાની ચમચી મરચાંની ટુકડા

1/2 નાની ચમચી મરી પાઉડર

1/2 નાની ચમચી લાલ મરચું

1 નાની ચમચી સાકર

પીઝા સોસ બનાવવાની રીત

સૌપ્રથમ એક ફ્રાઈ પેનમાં બટર એડ કરી નાખો ત્યારે બાદ જયારે બટર ગરમ થઇ જાય ત્યારે વાટેલા લીલા મરચા નાખી દેવા, તેને મિક્ષ કરી લો. તેમાં જે ટામેટા સોસ છે તે એડ કરવાનો છે, ગેસ ને ધીમે રાખીને તેને ગરમ થવા દઈશું. સેજ ગરમ થાય ત્યારે તેમાં કોર્ન ફ્લોર ની સળી એડ કરવાની અને તેને વચ્ચે તેને હલાવતા રહેશુ, થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરો અને ઓરેગાનો ને હાથ વડે મસળીને તેમાં નાખી દો. અને મરચાંના ટુકડા, મરી પાઉડર અને લાલ મરચું નાખી દો. અને તેને સારી હલાવી દો અને તેમાં સાકર નાખી તેને મિક્ષ કરી લો. 3 થી 4 મિનિટ સુધી હલાવતા રહેવાનું છે. થોડી કોથમીર નાખી દેવી અને તેને પણ મિક્ષ કરી લો. ત્યારબાદ ગેસ બંધ કરી દેવું અને તેને ઠંડુ કરી લેવું. 10 થી 15 બાદ તમારો પીઝા સોસ તૈયાર છે.

પીઝા બનાવવાની રીત

સો પ્રથમ ફ્રાઈ પેન ગરમ કરવા મૂકીએ અને પીઝા બેઝ ની ઉપર થોડું બટર લગાવી દઈએ. ત્યાર બાદ તેની ઉપર કઈ ઢાંકી દેવાનું અને તેને શેકવા માટે મૂકી દઈએ.અને ગેસ ને મીડીયમ રાખવાનું છે. તેને 2 થી 3 મિનિટ ઢાંકીને શેક્યા બાદ જોઈ લેવાનું જો થોડું કડક નહિ થાય તો તેને પાછું થોડી વાર મૂકી દેવાનું, ત્યારબાદ પાછળની સાઈડ થોડું બટર લગાવી દો. અને બટર તમારા હિસાબ મુજબ વધારે-ઓછી લાગવી શકો છો. જયારે તે ક્રિસ્પી થાય ત્યારે તેને પલટાવી નાખવાનો છે. તેની ઉપર ફરી ઢાંકી દેવાનું અને નીચેની બાજુ પણ થોડું શેકવા દેવાનું છે.

ત્યારબાદ તેની ઉપર પીઝા સોસને આખા રોટલા ઉપર લગાવી દો. સિમલા મરચા, ડુંગરી વગેરે ઉપર એડ કરી નાખો, તેમાં ચીઝ ને છીણીને તેની ઉપર એડ કરી નાખો, હવે લાલ સિમલા મરચા, ઓરેગોનો ને પણ તેની ઉપર એડ કરી નાખો, હવે તેને 2 મિનિટ સુધી ઢાંકીને મુકો. હવે આપનો તવા પીઝા તૈયાર છે.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here