તે વ્યક્તિ જેની ધોની-કોહલી અને સચિને પણ જોવી પડે છે રાહ.

0

રામ ભંડારી, મૂળ બિહારના છે. હાલના દિવસોમાં બેંગલુરુમાં રહે છે. ટીમ ઇન્ડિયા એટલે આપણી ઇન્ડિયન ટીમમાં ભાગ્યે જ કોઈ એવો ખેલાડી છે, જે રામ ભંડારીની પ્રસંશા નથી કરતા. રામ ભંડારી વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીના મિત્ર તો છે જ, તેનો વટ એવો છે કે સચિન તેંદુલકર પણ રમતના દિવસોમાં તેની રાહ જોતા હતા.

લશ્કરમાં હતા પિતા, પોતે ૧૦મુ ધોરણ નાપાસ છે :-

રામ ભંડારીના પિતા લશ્કરમાં હતા, પરંતુ ઈજા થવાથી તેમને નોકરીમાંથી નિવૃત્તિ લેવી પડી. રામ ભંડારી ૧૦મુ નાપાસ થઇ ગયા. ગામ વાળાઓને મેણા મારવાનું શરુ કર્યું કે આ છોકરો કાંઈ નહિ કરે. દુઃખી થઇને રામ ભંડારી યુપીના ગોરખપુર આવી ગયો. કામની શોધમાં ગોરખપુરથી મદ્રાસ, પછી મુંબઈ, પુણે અને ત્યાર પછી બેંગલુરુ ગયા. વર્ષ ૧૯૭૯ કે ૧૯૮૦ હતું. રામ ભંડારીને નોકરી મળી. તે એક બિલ્ડીંગમાં રીપેરીંગ અને બીજા જરૂરી કામની દેખરેખ કરતા હતા.

રાહુલ દ્રવિડ આવતા હતા, બેટ રીપેરીંગ કરાવવા :-

તે જણાવે છે, મારી પાસે દિવસમાં ઘણો સમય નવરાશનો રહેતો હતો. બેઠા બેઠા કાંઈક કરવાની ઈચ્છામાં મેં બેટ રીપેરીંગનું કામ શરુ કર્યું. જે પહેલું બેટ મેં રીપેરીંગ કર્યું હતું, તેના મહેનતાણાના મને ૩૦ રૂપિયા મળ્યા હતા. રાહુલ દ્રવિડ જયારે કોલેજમાં હતા, ત્યારે મારી પાસે બેટ રીપેર કરાવતા હતા. ધીમે ધીમે આ કામમાં રસ પડવા લાગ્યો અને પૈસા પણ સારા મળવા લાગ્યા.

ખેલાડી પ્રેમથી જે પૈસા આપતા હતા તે લઇ લેતો હતો હું :-

વર્ષ ૧૯૯૬થી રામ ભંડારીએ બેટ રીપેરીંગના કામને પોતાનો મુખ્ય ધંધો બનાવી લીધો. રીપેરીંગ સાથે સાથે તે નવા બેટ પણ બનાવવા લાગ્યો. તે કહે છે ખુશી મળે છે, જયારે કોઈ ખેલાડી મારા બનાવેલા બેટથી સારો સ્કોર બનાવે છે. તે બધા મેદાનમાંથી પાછા ફરીને મને ‘થેંક્યું ભંડારીજી’ કહે છે. ઘણો આનંદ મળે છે. રામ ભંડારી જણાવે છે કે તેમણે ક્યારેય બેટ રીપેરીંગ કરવા માટે કોઈ કિંમત નક્કી કરી નથી. ખેલાડી રાજી થઈને જે આપતા તે લઇ લેતો હતો.

સચિન ત્રણ બેટ લઈને આવ્યા અને કહ્યું :-

એક ઘટના યાદ કરતા રામ ભંડારી કહે છે વર્ષ ૨૦૦૭ની વાત છે. સચિન તેંદુલકર મારી પાસે ૩ બેટ લઈને આવ્યા. તને ઠીક કરવાના હતા. તેમણે મને કહ્યું ભંડારી હું તમારી રાહ જોઇશ. તમે જલ્દી આવજો. તે આગળ કહે છે, બેટ રીપેરીંગના કામમાં બધું જ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. એટલા માટે ઘણી વખત સમય વધુ લાગી જાય છે. ને તે દિવસે ત્રણે બેટને રીપેર કર્યા અને ચિન્નાસ્વામી સ્ટેડીયમની લોબીમાં પહોચી ગયો, આખી ટીમ પાછી હોટલ જતી રહી હતી. પરંતુ સચિન ત્યાં બેસીને મારી રાહ જોઈ રહ્યો હતો.

બે દશકથી વધુ સમયથી કરી રહ્યો છું આ કામ :-

રામ ભંડારી જણાવે છે કે કોઈએ એક વખત તેને કહ્યું હતું, ભંડારી સર, આખો દેશ સચિનની રાહ જુવે છે, પરંતુ સચિન રામ ભંડારીની રાહ જુવે છે. રામ છેલ્લા બે દશકથી વધુ સમયથી બેટ બનાવવા અને તેને રીપેર કરવાનું કામ કરી રહ્યા છે. તે ઇન્ટરનેશનલ ખેલાડીઓના બેટ પણ રીપેર કરે છે અને પાડોશમાં રહેતા છોકરાઓના પણ.

પોન્ટિંગ અને લારા પણ રીપેર કરાવતા હતા બેટ :-

રામ ભંડારીની પહોચ માત્ર ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સુધી નથી. સચિન તેંદુલકર, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત રિકી પોન્ટિંગ અને બ્રાયન લારા પણ રામ ભંડારી પાસે પોતાના બેટ રીપેર કરાવી ચુક્યા છે. તે કહે છે, બેટ બનાવનારી કંપનીઓ બેટના વજન, મજબુતી અને તેની ડીઝાઈન ઉપર ફોકસ કરે છે. પરંતુ ક્રિકેટર માટે બેટનું બેલેન્સ અને તેની ફિલ ઉપર આધાર રાખે છે.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.