ગાંધીનગરમાં શિક્ષક રિશેષના સમયે કિશોરી સાથે કરતો હતો આ કામ, માતાએ કરી ફરિયાદ

0

વર્તમાન સમયની સ્થિતિ જોતા એવું લાગે છે કે, દેશમાં કદાચ એવી જોઈ જગ્યા નથી જ્યાં દીકરીઓ કે મહિલાઓ સુરક્ષિત હોય. ઘરની બહાર મહિલાઓ ગમે ત્યાં હોય હવસના ભૂખ્યા રાક્ષસો એમને છોડતા નથી, અને હવે તો ઘરમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી. અહીં સુધી કે શાળા, કોલેજ અને ટ્યુશનમાં ભણતી છોકરીઓ પણ ત્યાં સુરક્ષિત નથી. કારણ કે, અત્યાર સુધીમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં શિક્ષકો કામ વાસનામાં આંધળા થઇ છોકરીઓના જીવન સાથે રમે છે.

આપણા આખા દેશમાં છોકરીઓનું શારીરિક શોષણ થવાના બનાવો સતત બની રહ્યાં છે. અને આ ખુબ જ ચિંતાનો વિષય છે. અને આવા બનાવો ગુજરાતમાં પણ બની રહ્યા છે. હાલમાં જ ગાંધીનગરમાંથી પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક શિક્ષક દ્વારા 15 વર્ષની કિશોરીની છેડતી થઈ હોવાની વાત પોલીસ સ્ટેશનમાં પહોંચી છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના અડાલજ વિસ્તારનો આ કિસ્સો છે. અહીં આવેલી માણેકબા કૃષિ વિદ્યાલયના એક શિક્ષક વિરુદ્ધ છેડતી અને અડપલાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, એ શિક્ષક 15 વર્ષની કિશોરી પર રિશેષના સમયે અને મેદાનમાં બિભસ્ત કોમેન્ટ કરતો હતો. અને આવું સતત ચાલુ રહેતા કિશોરીએ પોતાની માતાને તમામ હકીકત જમાવી દીધી. એ પછી માતાએ એ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દીકરીએ પોતાની આપવીતી જણાવ્યા પછી એની માતાએ આ બાબતે વહેલામાં વહેલી તકે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું. આથી કિશોરીની માતાએ પોતાની દીકરી સાથે થયેલી ઘટના વિષે અડાલજ પોલીસને જાણ કરી અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લઈ શિક્ષક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

તેમજ થોડા સમય પહેલા એક શિક્ષકે પોતાને ત્યાં ટ્યુશનમાં આવતી એક છોકરીને પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ કરી આપવાની વાત કરીને એની પાસે બીભત્સ માંગણી કરી હતી. જો કે તે છોકરી શિક્ષકની વાતમાં આવી નહિ અને એની જાણ તેના પરિવારને કરી દીધી. પછી પરિવારે છોકરીને શિક્ષક પાસે વાત કરવાના બહાને મોકલી એની બધી વાતો રેકોર્ડ કરીને પોલીસને પુરાવા આપી દીધા હતા, અને તે છોકરીનું જીવન બરબાદ થતા રહી ગયું.

મિત્રો, જો તમને અમારા દ્વારા રજુ કરવામાં આવતા ક્રાઇમના લેખની કોલમ સારી લાગતી હોય, તો અમારા પેજને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.