સરકારી શાળાના શિક્ષકો માટે આવ્યા સમાચાર, બદલી કરાવવા સિનિયોરીટી નહિ આ વસ્તુ જરૂરી, જાણો વધુ વિગત

0

રાજ્ય શિક્ષણ વિભાગ શાળાના શિક્ષકોની આંતરિક બદલી માટે નિયમો ઘડવાની નવી ફોર્મ્યુલા લાવી છે. જે શિક્ષકો માટે માથા સમાચાર સાબિત થઇ શકે છે. હાલમાં શિક્ષકોની આંતરિક બદલી સિનિયોરિટી દ્વારા થાય. કહેવાય છે કે, જો નવી ફોર્મ્યુલા પ્રમાણે ઠરાવ કરવામાં આવશે, તો અત્યાર સુધી જે શિક્ષકોને બદલીમાં અગ્રમતા મળતી હતી તેવા વાલ્મીકિ, વિકલાંગ, દંપતી કિસ્સામાં તથા વિધવા શિક્ષકો સાથે ભારે અન્યાય થશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, નવા નિયમો પ્રમાણે ફક્ત નોકરીની સિનિયોરિટી નહિ પણ મનસ્વી ગુણાંકન પદ્ધતિ મુજબ બદલીની પાત્રતા ગણવામાં આવશે. નિષ્ણાતો એવું અવલોકન કરી રહ્યાં છે કે, આ જોગવાઈને લીધે ભ્રષ્ટાચાર પણ માઝા મૂકી દેશે.

હાલમાં શિક્ષકોની જિલ્લામાં જ આંતરિક બદલી માટે નોકરીમાં 3 વર્ષનો અનુભવ અને જિલ્લા બહાર બદલી માટે 5 વર્ષનો અનુભવ ગણવામાં આવે છે. અને આ નવી જોગવાઈ મુજબ જિલ્લામાં જ આંતરિક બદલીમાં 5 વર્ષ અને જિલ્લા બહાર બદલી માટે 8 વર્ષના અનુભવની જોગવાઈ કરી છે.

કોઈ આ નિયમોની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ કારણે સરકાર પણ ચોંકી ઉઠી છે. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થઈ શક્યો નહોતો.

મિત્રો, જયારે પણ બદલી કેમ્પ થાય છે ત્યારે શિક્ષકનો બહોળો અનુભવ હોવા છતાં વાલ્મીકિ, વિધવા કે દંપતી શિક્ષક હોય તો તેને અગ્રતા આપવામાં આવે છે. પણ આ નવા નિયમો અનુસાર માત્ર નોકરીની સિનિયોરિટી જ નહિ પણ ગુણાંકન પદ્ધતિ મુજબ પ્રાપ્ત ગુણ અનુસાર બદલીની પાત્રતા માન્ય ગણવામાં આવશે.

જો કે શિક્ષક દંપતી, અસાધ્ય રોગ, વિધવા, દિવ્યાંગ, વાલ્મીકિ, સરકારી કર્મચારી દંપતી, અનુદાનિત સંસ્થા દંપતીને 5 ગુણથી લઈને 10 ગુણ આપવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. પણ આ ગુણાંકનની નવી પદ્ધતિમાં જે શિક્ષકોને વિવિધ એવોર્ડ, સન્મામપત્ર વગેરે મળ્યાં હશે, તેઓને પણ ગુણ આપવામાં આવશે. એટલે સીધી અગ્રિમતા જે શિક્ષકોને મળતી હતી તે હવે નહીં મળે.

નવી ફોર્મ્યુલા વાળી ગુણાંકનની પદ્ધતિમાં ગુણ નીચે મુજબ આપવામાં આવશે.

જીસીઈઆરટીની વિષયવસ્તુ આધારિત સ્વૈચ્છિક પરીક્ષામાં સારો ગ્રેડ મેળવનાર શિક્ષકને વધુમાં વધુ 3 ગુણ મળશે.

બદલીની માંગણીના છેલ્લા 3 વર્ષમાં કૃતિ રજૂ કરવા બાબતે પ્રમાણપત્ર મળ્યું હોય તેવા શિક્ષકોને વધુમાં વધુ 5 ગુણ મળશે.

તાલુકા, જિલ્લા કે રાજ્યકક્ષાનું શિક્ષક પારિતોષિક પ્રમાણપત્ર મેળવ્યું હોય એમને વધુમાં વધુ 4 ગુણ મળશે.

ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એક્રેડીએશન સોસાયટીનું પ્રમાણપત્ર જેમને મળ્યું હોય એવા શિક્ષકોને વધુમાં વધુ 3 ગુણ મળશે.

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનું પ્રમાણપત્ર હોય તો 2 ગુણ મળશે.

પણ એવોર્ડ અને સન્માનપત્ર બાબતે નિષ્ણાતોનું કહેવું છે કે, તેમાં લાગતા-વળગતા પોતાના મળતિયા શિક્ષકો ગોઠવણોનો દોર ચલાવશે. અને જે શિક્ષકોને ગુણ ખૂટતા હશે તે આ પ્રકારના પ્રમાણપત્રો મેળવવા માટે સેટિંગ કરશે અને છેલ્લે ભ્રષ્ટાચારનું એક પ્લેટફોર્મ ઊભું થવાના એંધાણ દેખાઈ રહ્યાં છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.