થઈ રહ્યો છે પ્લાસ્ટિકનો વરસાદ, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો વધુ વિગત

0

શું તમે ક્યારેય પ્લાસ્ટિકના વરસાદ વિષે જોયું કે સાંભળ્યું છે? જો નહિ તો હવે સાંભળી લો. હાલમાં જ યુરોપમાં થયેલી એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે હવે પ્લાસ્ટિકના કણો વાળો વરસાદ થઇ રહ્યો છે.

આ સર્વે યુએસ જીયોલોજીકલ સર્વે અને યુએસ ઈંટીરીયાર વિભાગના વૈજ્ઞાનિકોએ મળીને કર્યો છે. વૈજ્ઞાનિક નરી આંખોથી પ્લાસ્ટિક નથી જોઈ શકતા પરંતુ માઈક્રોસ્કોપ અને ડીઝીટલ કેમેરા દ્વારા તેમણે વરસાદમાં પ્લાસ્ટિકના કણ રહેલા જોયા.

સર્વેમાં ૯૦ ટકા સેમ્પલ્સમાં પ્લાસ્ટિકના કણ મળી આવ્યા, મોટાભાગે પ્લાસ્ટિક ફાઈબરના રૂપમાં હતું. તે ઉપરાંત, તે રંગ-બેરંગી પ્લાસ્ટિક હતું. શહેરી વિસ્તાઓમાં ગ્રામ્ય વિસ્તારોની સરખામણીમાં વધુ પ્લાસ્ટિક મળી આવ્યું છે. આમ તો દરિયાના સ્તરથી ૧૦૪૦૦ ફૂટની ઊંચાઈ ઉપર ડુંગરાળ વિસ્તારના સેમ્પલ્સમાં પણ પ્લાસ્ટિકના કણ મળી આવ્યા છે.

આમ તો એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ પ્લાસ્ટિક ક્યાંથી આવી રહ્યું છે, પરંતુ પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ આખી દુનિયામાં એક ગંભીર સમસ્યા તરીકે રૂપ ધારણ કરી ચુકી છે. આ અભ્યાસ પછીથી એ પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે કે ખરેખર આપણી હવા, પાણી અને માટીમાં કેટલા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક જમા થઇ ચુક્યું છે.

વૈજ્ઞાનિકોએ તે અગાઉ પણ વરસાદમાં પ્લાસ્ટિકના સુક્ષ્મ કણોની શોધ કરી હતી. દક્ષિણી ફ્રાંસમાં તેમણે વરસાદ સાથે પ્લાસ્ટિકના કણોને પણ પડતા જોયા છે. પ્લાસ્ટિકના ટ્રીલીયનો ટુકડા દરિયામાં તરતા રહે છે. એક બીજી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે લોકો દર અઠવાડિયે લગભગ ૫ ગ્રામ પ્લાસ્ટિક ખાઈ રહ્યા છે, જે એક ક્રેડીટ કાર્ડના વજન જેટલું છે.

સર્વેમાં રહેલા શોધકર્તાઓએ કહ્યું, મને લાગે છે કે આ સ્ટડીથી સૌથી જરૂરી વાત એ સામે આવી છે કે આપણે જેટલું પ્લાસ્ટિક જોઈ શકીએ છીએ, તેનાથી વધુ પ્લાસ્ટિક દરેક જગ્યાએ રહેલું છે. તે વરસાદમાં છે, બરફમાં છે અને તે પર્યાવરણનો પણ ભાગ બની ગયું છે.

પેન સ્ટેટ બેહરેંડમાં માઈક્રોપ્લાસ્ટિક રિસર્ચર શેરી મેસને કહ્યું, તેમાં સૌથી મોટું યોગદાન કચરાનું છે, ૯૦ ટકા પ્લાસ્ટિક કચરો રીસાયકલ નથી કરવામાં આવતું અને તે ધીમે ધીમે નાના નાના ટુકડામાં અપઘટિત થઇ જાય છે. ત્યાં સુધી કે જેટલી વખત તમે કપડા ધુવો છો, તેમાંથી પ્લાસ્ટિક ફાઈબર્સ તૂટીને નીકળી જાય છે. પ્લાસ્ટિક કણ ઘણી બધી ઓદ્યોગિક પ્રક્રિયાઓથી જોડાયેલુ ઉત્પાદન છે.

મેસન કહે છે કે તમે આ નાના નાના ટુકડાના સોર્સની શોધ નથી કરી શકતા, કોઈપણ વસ્તુ જો પ્લાસ્ટિક માંથી બની છે, તેનાથી વાતાવરણમાં પ્લાસ્ટિકના કણ ઉત્સર્જીત થતા રહે છે. ત્યાર પછી તે કણ પાણીના ટીપામાં ભળી જાય છે અને જયારે વરસાદ થાય છે, તો તે પ્લાસ્ટિક કણ પણ પડે છે. વરસાદ પછી પ્લાસ્ટિક કણ નદીઓ તળાવો, દરિયા અને જમીનમાં રહેલા પાણીમાં પણ ભળી જ જાય છે.

શું એવું બની શકે છે કે આ દુનિયામાંથી પ્લાસ્ટિકનો સંપૂર્ણ રીતે નાશ થઇ જાય અને જો એવું બની શકે છે, તો તેના માટે કેટલો સમય લાગશે? આ પ્રશ્નના જવાબમાં મેસન કહે છે જો આપણે કોઈ જાદુઈ લાકડી ફેરવી દઈએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ થઇ જાય, તો પણ તે સ્પષ્ટ નથી કે નદીઓમાં કેટલા લાંબા સમય સુધી પ્લાસ્ટિકનું વહેવાનું ચાલુ રહેશે. પૃથ્વી ઉપરના જળ અને નદીઓમાં પ્લાસ્ટિકનું પ્રમાણ જોતા તેને ઓછામાં ઓછું સદીઓ લાગી જશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.