20 મી સદીની શરૂઆતમાં કેવો હતો ભારત દેશનો નજારો, એ આ 20 દુર્લભ ફોટા જણાવી રહ્યા છે

0

ભારતની વાત કરીએ આખી દુનિયામાં ભારત દેશ પોતાની વિવિધતા અને વિવિધતામાં એકતા માટે ઓળખાય છે. અને ભારતની આ ખાસિયત શરૂઆતથી રહી છે. ભારતે દરેકને અપનાવ્યા છે. અને આજે અમે તમારા માટે 20 મી સદીમાં લેવાયેલા ભારતના અલગ અલગ પ્રદેશોના કેટલાક ફોટા લઈને આવ્યા છીએ.

એ સમયે ભારત અંગ્રેજોની આધીન હતું. અને એ સમયે પાડવામાં આવેલા આ ફોટા કદાચ તમે પહેલા નહિ જોયા હોય. એને જોયા પછી તમે ભારતની વિવિધતા વિષે સારી રીતે જાણશો. આ ફોટા ઘણા જ દુર્લભ ફોટા છે. અને તમે જોઇને થોડા આશ્ચર્ય ચકિત થઈ જશો કે, આવું હતું આપણું જુનું ભારત! તો આવો શરુ કરીએ ભારતના અભૂતપૂર્વ ભૂતકાળની નાનકડી યાદગાર સફર.

(1) પહેલા ફોટામાં (ડાબી તરફ) 50 ફૂટના ટાવર પરથી નીચે પાણીમાં કૂદકો મારવાની તૈયારી કરતા એક વ્યક્તિને તમે જોઈ શકશો. (2) બીજા ફોટામાં (જમણી તરફ) જે નાવડી દેખાઈ રહી છે એ કશ્મીરના મહારાજાની નાવડી છે.

(3) કોલકાતામાં પોતાના નાનકડા બળદ ગાડાંમાં બેસીને જતો એક વ્યક્તિ. (4) એલિફન્ટાનું રોક ટેમ્પલ. આ મંદિર ભારતીય કળા અને કારીગરીનો ઉત્તમ નમુનો છે.

(5) આ ફોટામાં તમે એક પારસી હેડ માસ્ટરને પોતાના વિદ્યાર્થીઓ સાથે જોઈ શકશો. (6) એ સમયનું અમૃતસર ગોલ્ડન ટેમ્પલ. અત્યંત રમણીય દ્રશ્ય છે.

(7) મુંબઈના મહાપાલિકા રોડનો ફોટો. આ ફોટામાં તમને ઈમારત જોવા મળે છે એ ઘણી જ કલાત્મક ઈમારત છે. આવી જ ઈમારત આજકાલ લોકો માટે સેલ્ફી પોઈન્ટ અને ફોટોગ્રાફીનું સારું લોકેશન બની રહી છે. (8) આ ફોટામાં તમને માઉન્ટ આબુમાં આવેલું દિલવાડા જૈન મંદિર જોવા મળશે. કેટલી જોરદાર રચના છે એની.

(9) નલદેહરા, શિમલાનો 20 મી સદીનો નજરો. (10) આ ફોટામાં તમને બળદના ચામડા માંથી નાવડી બનાવી સિંધુ નદી પાર કરતા થોડા લોકો જોવા મળશે.

(11) ડાબી તરફના ફોટામાં દેખાતો મકબરો બાદશાહ અકબરનો છે. જે આગ્રામાં આવેલો છે. (12) જમણી તરફના ફોટામાં જે મંદિર છે, એ મદુરૈનું એક મંદિર છે. એની શિલ્પ કળા લોકોને મોહી લે એવી છે.

(13) વારાણસીમાં વહેતી પવિત્ર નદી ગંગાના કિનારે બેસેલા સાધુઓ. (14) આ ફોટામાં તમને શબયાત્રામાં શામેલ થયેલા લોકો દેખાશે.

(15) પોતાના ઘેંટા સાથે ચરવૈયાનો આ ફોટો માઉન્ટ આબુ પરનો છે. (16) આ ફોટો એક નવવિવાહિત જોડાનો છે, જે મુંબઈના રહેવાસી હતા. આમાં તમને એ સમયના પોશાક જોવા મળશે.

(17) જયપુરમાં મદારી અને ભાલુની જોડીની કરતબો જોતા લોકો તમને આ ફોટામાં જોવા મળશે. એ સમયે તો ટીવી હતા નહિ, એટલે લોકો આ રીતે જ મનોરંજન મેળવતા હતા. (18) જમણી તરફના આ ફોટામાં તમને ગ્વાલિયરમાં આવેલો રાજા માનસિંહનો ભવ્ય મહેલ જોવા મળશે.

(19) વારાણસીના મંદિરના તળાવમાં સ્નાન કરતા લોકોનો આ ફોટો ભક્તોનો ભક્તિ ભાવ દર્શાવે છે.

ફક્ત આ ફોટાઓમાં જ એક પળમાં વર્ષોનો કૂદકો મારવાની તાકાત છે. અમને આશા છે કે તમને આ ફોટા જરૂર પસંદ આવ્યા હશે. તો એને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. તમારા મિત્રોને આ શેર કરીને ભારતની વિવિધતા વિષે જરૂર જણાવજો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.