ખુબ જ નાની ઉંમરમાં કરોડોની માલિક બની ગઈ છે આ 5 એક્ટ્રેસ, નંબર 4 ની ઉંમર છે સૌથી ઓછી

0

પોતાના જીવનમાં એક સફળ સ્થાન ઉપર દરેક વ્યક્તિ પહોંચવા માગે છે. પરંતુ બધાની એ ઈચ્છા પૂરી નથી થતી. અમુક વ્યક્તિ ઘણી નાની ઉંમરમાં સફળ થઇ જાય છે, તો કોઈને સફળતા ઘણી મોડી મળે છે. જયારે ઘણા લોકો તો જીવનભર સફળતા માટે દોડતા રહી જાય છે, પરંતુ તેને સફળતા હાથમાં આવતી નથી. પણ જે લોકો મહેનતુ હોય છે અને જેનામાં હારીને પણ જીતવાનો જોશ હોય છે, તે પોતાના જીવનમાં સફળ જ રહે છે.

મિત્રો, કોઈપણ ક્ષેત્રમાં સ્થાન બનાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. ખાસ કરીને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે. કેમ કે આ એક એવી ઇન્ડસ્ટ્રી છે, જ્યાં દરરોજ હજારો લોકો પોતાની ઓળખ ઉભી કરવા આવે છે. જ્યાં અમુક લોકો ઘણી જ નાની ઉંમરમાં પોતાની ઓળખ ઉભી કરી લે છે, અને ઘણા લોકોને ઓળખાણ ઉભી કરવા માટે લાંબા સમયની રાહ જોવી પડે છે.

તેવામાં આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડની થોડી એવી અભિનેત્રીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેમણે ઘણી જ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ ઉભી કરી અને કરોડોની માલિક બની ગઈ.

આલિયા ભટ્ટ :

આલિયા ભટ્ટ થોડા જ વર્ષોમાં ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી બની ગઈ છે. તેણે ‘હાઈવે’, ‘ડીયર ઝિંદગી’, ‘હંપટી શર્મા કી દુલ્હનિયા’, ‘રાઝી’, ‘ગલી બોય’ અને ‘કલંક’ જેવી બીજી ઘણી ફિલ્મોમાં કમાલનો અભિનય કર્યો છે. તે ઉત્તમ ફિલ્મો કરીને તેમણે સાબિત કરી દીધું છે કે, ભલે તેની ઉંમર નાની હોય પરંતુ અભિનયની બાબતમાં તે કોઇથી પાછળ નથી. ૨૬ વર્ષની ઉંમરમાં આલિયા ૨૭ કરોડની મિલકતની માલિક છે.

કીયારા આડવાની :

કબીર સિંહમાં કામ કર્યા પછી કીયારા આડવાની બોલીવુડની નંબર વન હિરોઈન બની ગઈ છે. કીયારા તે પહેલા ‘એમએસ ધોની : દ અનટોલ્ડ સ્ટોરી’, ‘મશીન’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. થોડી જ ફિલ્મોમાં કામ કરીને કીયારા કરોડોની સંપત્તિની માલિક બની ગઈ છે. ૨૭ વર્ષની ઉંમરમાં કીયારા ૧૧ કરોડની માલિક છે.

સારા અલી ખાન :

સતત બે હીટ ફિલ્મો આપ્યા પછી સારા અલી ખાન બોલીવુડની આવતી પેઢી બની ગઈ છે. પહેલા તેમની ફિલ્મ ‘કેદારનાથ’ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ હતી. ત્યાર પછી તેમની બીજી ફિલ્મ ‘સીંબા’ રીલીઝ થઇ અને થોડા જ દિવસોમાં તેની ફિલ્મે પણ ૩૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો હતો. ૨૪ વર્ષની ઉંમરમાં સારા લગભગ ૩૫ કરોડની માલિક બની ગઈ છે.

જાયરા વસીમ :

જાયરા વસીમ આમીર સાથે ફિલ્મ ‘દંગલ’ માં તેની દીકરીના પાત્રમાં જોવા મળી હતી. જાયરા વસીમે હાલમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાની વાત કરીને તોફાન મચાવી દીધું હતું. જાયરાએ જણાવ્યું હતું કે, ફીલ્મોમાં કામ કરવાથી તે પોતાના ધર્મ અને ઈમાનથી ઘણી દુર થઇ રહી છે, અને તેને કારણે જ તેણે ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો છે. ૧૮ વર્ષની જાયરા ૭ કરોડની માલિક છે.

દિવ્યા ભારતી :

દિવ્યા ભારતી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી હિરોઈન હતી જેમણે ઘણી જ નાની ઉંમરમાં પોતાની ઓળખ ઉભી કરી હતી. તેમણે ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું. દિવ્યા સુંદર હોવાની સાથે સાથે ઘણી ટેલેન્ટેડ પણ હતી. આમ તો તેની ફિલ્મી કારકિર્દી તો ઘણી નાની રહી, પરંતુ તે દરમિયાન પણ તેમણે ઘણી હીટ ફિલ્મો આપી. ૧૯ વર્ષની ઉંમરમાં દુનિયા છોડવા વાળી દિવ્યા કરોડોપતિ હતી. તે સમયે તેની પાસે ૧૮ કરોડ રૂપિયાની મિલકત હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.