આ બોલીવુડ સ્ટાર્સને કાર કરતા વધારે બાઈકમાં રસ છે, નંબર 7 પાસે છે સૌથી મોંઘી બાઈક

0

બાઈક અને ગાડીનો શોખ કોને નથી હોતો. દુનિયામાં ઘણા ઓછા લોકો હશે જેમને બાઈક અથવા તો કારનો શોખ નહીં હોય. ફિલ્મોમાં હંમેશા એક્ટર્સને તમે બાઈક અથવા કાર સાથે સ્ટન્ટ કરતા જોયા હશે. પરંતુ તમને ખબર છે બોલીવુડમાં ઘણા એક્ટર્સ એવા પણ છે જેમને રિયલ લાઈફમાં બાઈકનો ઘણો શોખ છે. અને તે પોતાની પાસે મોંઘી મોંઘી બાઈક રાખવાનું પસંદ કરે છે.

આ સેલિબ્રિટીઓ પાસે એક થી ઉત્તમ એક બાઈકનું કલેક્શન છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના એવા જાણીતા સ્ટાર્સને મળાવવા જઈ રહ્યા છીએ જેમને ન ફક્ત કારનો, પણ બાઈકનો શોખ પણ છે. આ લિસ્ટમાં એવી બાઈક શામેલ છે જેના ભાવ જાણીને તમે ચકિત થઈ જશો. તો આવો જાણીએ એ સ્ટાર્સ પાસે કઈ-કઈ બાઈક છે.

જૉન અબ્રાહમ :

જૉન અબ્રાહમના બાઈકના પ્રેમ વિષે તો લગભગ દરેકને ખબર હશે જ. જૉન અબ્રાહમને બાઈક સાથે ઘણો લગાવ છે, અને એમની પાસે ઘણા બધા કલેક્શન છે. તે મુંબઈના રસ્તા પર ઘણી વાર બાઈક પર સવારી કરતા જોવા મળે છે. જૉન અબ્રાહમ પાસે ડર્ઝન કરતા પણ વધારે બાઈક છે. એમના કલેક્શનમાં આમ તો બધી મોંઘી બાઈક જ છે, પણ એમાં એમની પાસે સૌથી મોંઘી બાઈક યામાહા VMAX છે, જેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે.

ગુલ પનાગ :

પૂર્વ મિસ ઈંડિયા અને અભિનેત્રી ગુલ પનાગને પણ બાઈકનો ઘણો શોખ છે. એમને કાર કરતા વધારે બાઈકમાં રુચિ છે. જૉનની જેમ ગુલ પનાગ પણ ઘણી વાર રસ્તા પર બાઈક ચલાવતી જોવા મળે છે. જણાવી દઈએ કે ગુલ પનાગને રોયલ એન્ફિલ્ડની બધી બાઈક સારી લાગે છે. એના સિવાય એમની પાસે BMW F650 FUNDU છે.

સંજય દત્ત :

બોલીવુડ અભિનેતા સંજય દત્તને પણ બાઈક સાથે ઘણો પ્રેમ છે. તે ફિલ્મોમાં આવવા પહેલા ઘણી બાઈક ચલાવ્યા કરતા હતા. તમને જણાવી દઈએ કે, શાહરુખની ફિલ્મ ‘રા-વન’ સંજય દત્તે ફ્રી માં કરી હતી, ત્યારબાદ શાહરુખ ખાને એમને ગિફ્ટના રૂપમાં બાઈક આપી હતી. તે જાણતા હતા કે સંજયને બાઈકનો ઘણો શોખ છે. જણાવી દઈએ કે, સંજય પાસે ‘હાર્લી ડેવિડસન ફેટ બે’ છે જેની કિંમત 18 લાખ રૂપિયા છે. એના સિવાય એમની પાસે 14 લાખ રૂપિયાની ડુકાટી પણ છે.

પ્રિયંકા ચોપડા :

દેશી ગર્લ પ્રિયંકા ચોપડાને પણ બાઈકનો ઘણો શોખ છે. હાલમાં જ એમણે હાર્લી ડેવિડસન સુપર્લો ખરીદીને બાઈકમાં પોતાની રુચિ દર્શાવી છે. પ્રિયંકા આ બાઈક પર બેસીને ઘણી વધારે હૉટ લાગે છે.

સલમાન ખાન :

સુપર સ્ટાર સલમાન ખાનને ફક્ત કાર નહિ પણ બાઈક, સાઈકલ બધાનો શોખ છે. તે મુંબઈના રસ્તા પર ઘણીવાર બાઈક સિવાય સાઈકલ ચલાવતા દેખાઈ આવે છે. બાઈક કલેક્શનની વાત કરીએ તો એમની પાસે સુઝુકી ઈન્ટ્રુડરમ, યામાહા YZF R1 જેવી મોંઘી બાઈકો છે.

ઉદય ચોપડા :

ફિલ્મ ‘ધૂમ’ માં તમે બધાએ ઉદય ચોપડાને બાઈક પર ધૂમ મચાવતા જોયા હશે. રિયલ લાઈફમાં પણ એમને બાઈક ચલાવવાનું સારું લાગે છે. એમની પાસે BMW S1000R બાઈક છે.

વિવેક ઓબોરોય :

અભિનેતા વિવેક ઓબોરોયને પણ બાઈક ચલાવવાની ઘણી પસંદ છે. એમની પાસે મોંઘી બાઈકનું કલેક્શન છે, જેમાં ડુકાટી 1098 શામેલ છે. જણાવી દઈએ કે આ બાઈકની કિંમત લગભગ 45 લાખ રૂપિયા છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.