આ 15 ફોટાને જોઈને તમને પાક્કું લાગશે કે આ ફોટોશોપ કરેલા છે, પરંતુ તમે ખોટા છો

0

સ્માર્ટ ફોન અને ફોટો એડિટિંગ એપના સમયમાં આપણે કોઈ પણ સારો ફોટો જોઈએ, એટલે આપણે તરત જ જણાવી દઈએ છીએ કે આ ફોટો ફોટોશોપથી એડિટ કરીને સુંદર બનાવામાં આવેલો છે. એટલે કે આ ફોટોને પાઉડર મેકઅપ કરીને સુંદર બનાવામાં આવેલો છે.

પરંતુ જે ક્રિએટિવ ફોટોગ્રાફર છે તે ફોટા પાડવાને એક આર્ટ માને છે. તેઓ ફોટો એડિટિંગ પર વધારે ભરોસો રાખતા નથી, તેમના દ્વારા ક્લિક કરવામાં આવેલા ઘણા ફોટો એટલા સુંદર હોય છે કે, તેને એડિટિંગ કરવાની જરૂર પડતી નથી. ઘણી વખત સારા ફોટો અજાણ્યા જ ક્લિક થઇ જાય છે. આજે અમે તમારા માટે કેટલાક એવા જ સુંદર ફોટા લઈને આવ્યા છીએ, જે જોવા પર એવા લાગે છે કે, એના પર પહેલી નજરમાં ભરોસો કરી શકાતો નથી, કે આ ફોટો ફોટોશોપ વિના આટલા સુંદર દેખાઈ આવે છે.

1. આ ફોટાને તમે ધ્યાનથી જુઓ તો તમને દેખાશે કે, આ ફોટામાં પ્રકૃતિને ચાર ભાગમાં વેચવામાં આવી છે, પણ આ ફોટોશોપ દ્વારા નહિ પણ એક પરફેક્ટ ક્લિક દ્વારા આ ફોટો આપણને મળ્યો છે.

2.  હાથી પર પાણી ફેંકવામાં આવ્યું અને પાણીએ પણ બિલકુલ હાથી જેવી આકૃતિ બનાવી. આ પણ એક પરફેક્ટ ટાઈમિંગ પર લેવામાં આવેલ ફોટો છે.

3.  એક બરફથી ઢંકાયેલ ગુફામાં સૂર્યના કિરણ પડી રહ્યા છે અને દ્રશ્ય એવું બની ગયું છે કે જાણે સોનાનો પથ્થર છે.

4.  ખોખલા ઝાડમાં આગ લાગી ગઈ છે, આ ફોટો જંગલની આગ ઓલવવા વાળા એક કર્મચારીએ ખેંચ્યો છે

5.  આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે પૃથ્વી પર આક્રમણ થયું છે.

6.  તમે ઘણી વાર્તાઓ વગેરેમાં સ્વર્ગ પર જવાની સીડી જોઈ હશે. પણ આ ફોટો જોઈને સીટી તો નહિ પણ રસ્તો મળી ગયો, તમે ચંદ્ર પર પણ જઈ શકો છો.

7.  જેવી રીતે ઉપર પહેલા ફોટામાં પ્રકૃતિના ચાર ભાગ જોયા હતા, તેવી જ રીતે અહીં પણ તમે બારીની બહાર ચાર અલગ અલગ ઋતુઓ જોઈ શકો છો. પહેલી નજરમાં આ ફોટોશોપ દ્વારા બનાવામાં આવેલ ફોટો જેવો દેખાય છે, પણ આ હકીકત છે.

8.  આને કહેવાય પરકેટ ટાઈમિંગ પર પરફેક્ટ ક્લિક. જો આને ફોટોશોપ કરતે તો ભાઈનો હાથ અને મોં દેખાતો નહિ.

9.  રંગીન સરોવરનું પાણી.

10.  આ કૂતરાને પહેલી નજરમાં જોઈએ તો એવું લાગે છે કે આને સળગાવ્યો છે, પણ આ કૂતરાને રંગોથી ભરી નાખવાના કારણે એવું દેખાય છે.

11.  આ જોઈને આંખને ભરોસો થતો નથી કે આવું પણ થઇ શકે છે? આ વાદળો જમીન પર પડેલા બરફ જેવા લાગે છે.

12.  ફોટો જોઈને તમે વિચારમાં પડી ગયા હશો કે, આનું બાકીનું શરીર ક્યાં છે? પરંતુ ફોટો એવા એન્ગલથી પાડવામાં આવ્યો છે કે, જેનાથી એવું લાગે છે કે આનું ફક્ત મોં જ છે.

13.  હકીકતમાં આ મહિલા કપડાં સુકવી રહી છે. પણ ત્યાં ભૂત હોય એવું લાગે છે.

14.  પહેલી નજરમાં જોઈએ તો એવું લાગે છે કે, બસ ઉપર આખી બિલ્ડીંગ છે, પણ આ તો એક સાચા ટાઈમ પર પાડવામાં આવેલ ક્લિકને કારણે થયું છે.

15.  ધ્યાનથી જોવા પરથી ખબર પડશે કે આ કારનું રિફ્લેક્સન છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.