ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવામાં જેટલો સમય લાગે, એનાથી ઓછા સમયમાં તો ઘરે બનશે આ 10 દેશી ડીસ

0

આજકાલના વ્યસ્ત અને ભાગદોડ વાળા જીવનની તો શું વાત કરવી. હાલમાં તો વ્યક્તિ પાસે ખાવાનું બનાવવાનો પણ પુરતો સમય નથી હોતો. અને ઘણી વાર તો એવું થાય છે કે, ઘરમાં અચાનક કોઈ મહેમાન આવી જાય છે, અને સમજાતું નથી કે એમના માટે એવું શું બનાવવામાં આવે જે જલ્દી બની જાય, અને આપણો અને એમનો બંનેનો સમય બચી જાય.

પણ હવે આ બાબતે વધુ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમારા માટે ઝડપથી એટલે ૧૫ થી ૨૦ મિનીટમાં તૈયાર થઈ જાય એવી વાનગીઓની રેસિપી લઈને આવ્યા છીએ.

૧. તવા રાઈસ : મોટે ભાગે એવું થાય છે કે રાત્રે બનાવેલા ભાત વધતા હોય છે. એવામાં બીજા દિવસે સવારે ઓફીસ જવા માટે મોડું થઇ રહ્યું હોય, તો તવા રાઈસ બનાવીને કામ ચલાવી શકો છો.

કેવી રીતે બનાવવા?

એના માટે સૌથી પહેલા ગાજર અને વટાણાને કાપીને પાણીમાં ઉકળવા માટે મુકી દો. અને બીજી તરફ ડુંગળી, ટમેટા, લીલા મરચા કાપી લો અને લસણ અને આદુની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને સુકા લાલ મરચા નાખો. પછી કાપેલી ડુંગળી, લીલા મરચા, આદુ લસણની પેસ્ટ નાખીને થોડી મિનીટ સુધી હલાવો.

ત્યારબાદ ગાજર અને વટાણા એમાં ભેળવીને એને સારી રીતે શેકી લો. થોડી વાર પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા અને મીઠું નાખો. હવે રાતના વધેલા ભાતને મસાલા સાથે સારી રીતે ભેળવી અને તેને ફ્રાય કરો. ત્યાર પછી તેમાં લીલા ધાણા અને લીંબુ ભેળવીને સર્વ કરો.

૨. પનીર ટીક્કા : જો તમારા ઘરે ઓચિંતા જ કોઈ મહેમાનો આવી જાય તો તે સમયે તમે વધુ વિચાર્યા વગર પનીર ટીક્કા ટ્રાય કરી શકો છો.

કેવી રીતે બનાવવા?

પનીર ટીક્કા બનાવવા માટે સૌથી પહેલા પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ, આદુની પેસ્ટ અને સાથે જ ટમેટાનું કેચઅપ તેમજ શિમલા મરચું, લાલ મરચું અને મીઠું નાખો. એ મસાલાને થોડી વાર શેકીને એમાં પનીરના ટુકડા ભેળવીને થોડી મિનીટ માટે ઢાંકીને મૂકી દો. અને થોડી જ વારમાં તમારા પનીર ટીક્કા બનીને તૈયાર.

૩. ચીની નુડલ્સ : નુડલ્સ તો તમને બધાને ભાવતા જ હશે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેને બનાવવામાં ન તો વધુ મહેનત કરવી પડે છે, અને ન તો વધુ સમય આપવો પડે છે.

કેવી રીતે બનાવવું?

નુડલ્સ માટે સૌથી પહેલા પાણીમાં મીઠું અને એક ચમચી તેલ નાખી એ નુડલ્સને ઉકાળી લો. ત્યારબાદ કડાઈ કે પેનમાં તેલ ગરમ કરી લસણ, ડુંગળી અને શાકભાજીને એમાં શેકી લો. પાંચ મિનીટ સુધી બધી વસ્તુઓ શેક્યા પછી તેમાં નુડલ્સ, સિરકા અને સોસ નાખીને ૧ મિનીટ સુધી પકાવો. તૈયાર છે તમારા નુડલ્સ.

૪. બ્રેડ ઢોકળા : આ પણ એકદમ સરળ વાનગી છે. હવે બ્રેડ તો કોઈના પણ ફ્રીઝમાં મળી જાય છે. એટલા માટે ઉતાવળમાં જો કાંઈ બનાવવા માટે નથી, તો બ્રેડ ઢોકળા બનાવી શકો છો.

કેવી રીતે બનાવવા?

જણાવી દઈએ કે, બ્રેડ ઢોકળા બનાવવા માટે બ્રેડની કિનારી કાપીને અલગ કરી લો. પછી એ બ્રેડની એક સાઈડ ઉપર લીલી ચટણી લગાવો અને તેની ઉપર ઝીણું કાપેલું ગાજર નાખી દો. હવે બ્રેડને ફોલ્ડ કરી તેની ઉપર દહીં લગાવો અને પછી તેની ઉપર મીઠું મરચું છાંટી દો. ત્યાર પછી તેની ઉપર સરસવનો તડકો લગાવીને સર્વ કરો.

૫. મગની દાળ અને ભાત : મિત્રો, આ એવી ડીશ છે કે જેને સૌથી ઝડપી અને સરળતાથી બનાવી શકાય છે.

કેવી રીતે બનાવવી?

લીલા મગની દાળ અને ભાતને સુકા અને સોનેરી થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેલ ગરમ કરી તેલમાં સરસવ નાખો, સાથે જ ડુંગળી, આદુ અને લસણને પણ એમાં શેકી લો. બધી વસ્તુ કોરી થઇ ગયા પછી તેમાં શેકેલી દાળ અને ભાત નાખો, તેની સાથે જ તેમાં થોડું લાલ મરચું (પાવડર) અને હળદર ભેળવી દો. ત્યાર પછી જરૂર મુજબ પાણી અને મીઠું ભેળવીને કુકરની બે સીટી વગાડો. હવે તમે કુકર ઠંડુ થાય એટલે તેને ચટણી સાથે ખાઈ શકો છો.

૬. દાળ પરોઠા : તમારા ઘરે રાતની વધેલી દાળમાંથી તમે દાળ પરોઠા બનાવીને ફટાફટ નાસ્તો પૂરો કરીને ઓફિસે જઈ શકો છો.

કેવી રીતે બનાવવી?

તો દાળ પરોઠા બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરી, તેમાં આદુ અને લીલા મરચા નાખીને એને ફ્રાઈ કરો. હવે તેમાં વધેલી દાળ નાખીને તેને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે સુકી ન થઇ જાય. એ મસાલા સુકાયા પછી તેમાં લીલા ધાણા ભેળવીને સ્વાદિષ્ઠ પરોઠા બનાવી શકો છો.

૭. સેન્ડવીચ : નાસ્તામાં બનાવવા જેવી કોઈ સરળ વાનગી હોય એ છે સેન્ડવીચ.

કેવી રીતે બનાવવી?

સેન્ડવીચ બનાવવા માટે બટેટા બાફીને એનો છૂંદો કરી દો. પછી તેમાં લીલા મરચા, મીઠું અને ધાણા ભેળવો. ત્યારબાદ એ મિશ્રણને બ્રેડ ઉપર લગાવીને તેને ટોસ્ટર કે તાવડી ઉપર શેકી લો. અને લો બની ગઈ તમારી સેન્ડવીચ.

૮. સત્તુના પરોઠા (સાથવો) : જણાવી દઈએ કે, સત્તુ (સાથવો) ના પરોઠા આરોગ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. અને એને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો.

કેવી રીતે બનાવવા?

સત્તુના પરોઠા બનાવવા હોય, તો એક પેનમાં ઘી નાખી તેમાં વરીયાળી, ગરમ મસાલો, આમચુર પાવડર, મીઠું અને લાલ મરચા નાખો. ત્યાર બાદ સત્તુ ભેળવીને તેને થોડા શેકો અને પાણી ભેળવો. ત્યાર પછી તમે તેને લોટમાં ભેળવીને તેના પરોઠા બનાવી શકો છો.

૯. આમલેટ : આ એવું કામ છે કે જેને બેચલરથી લઇને પરણિત દરેક વ્યક્તિ કરી શકે છે.

કેવી રીતે બનાવવી?

એ તો બધાને ખબર જ છે કે આમલેટ બનાવવી કેટલી સહેલી છે. અને જો નથી ખબર તો જણાવી દઈએ કે એને બનાવવા માટે ઈંડાને ફોડી તેમાં કાપેલા ટમેટા અને ડુંગળી મિક્સ કરી લો. તેની સાથે જ મરચા અને મીઠું પણ મિક્સ કરો. હવે પેનમાં તે ઘોળને નાખીને તમે આમલેટ બનાવી શકો છો.

૧૦. નમકીન સેવ : ઘણા બધા ઘરોમાં મીઠી સેવ બનાવીને ખાવામાં આવે છે. પણ તમે એકવાર નમકીન સેવ ખાઈને જુવો, સારો ટેસ્ટ લાગશે.

કેવી રીતે બનાવવી?

નમકીન સેવ બનાવવા માટે કડાઈમાં તેલ નાખીને તેમાં રાઈ અને મીઠો લીમડો શેકો. ત્યારબાદ તેમાં આદુ અને લસણ નાખીને સારી રીતે હલાવો, પછી તેમાં ડુંગળી અને બટાકા નાખીને એને ફ્રાય કરો. આદુનો રંગ ભૂરો થાય ત્યાં સુધી તેને શેકતા રહો, અને ત્યારબાદ તેમાં મગફળીના દાણા ભેળવો. હવે તમે મીઠું ભેળવીને તેમાં ઉકાળેલી સેવ નાખો. તૈયાર છે તમારી નમકીન સેવ.