ગરુડપુરાણ મુજબ આવા 5 કામ કરવા વાળા લોકોની ફક્ત 45 વર્ષની જ હોય છે ઉંમર, વધારે નથી જીવી શકતા

જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. ક્યારે, ક્યાં અને કેવી રીતે કોનું મૃત્યુ થશે, એ વાત માત્ર ભગવાન જ જાણે છે. પરંતુ આપણા ધર્મ ગ્રંથોમાં એવા ઘણા કામ દર્શાવવામાં આવ્યા છે, જે કરવાથી આપણું આયુષ્ય ઓછું થઇ જાય છે. ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત ગરુડ પુરાણ અંકમાં પણ માણસનું આયુષ્ય ઓછું કરવા વાળા પાંચ કામો વિષે દર્શાવવામાં આવ્યું છે. આ પાંચ કામ આ મુજબ છે.

૧. રાત્રે દહીં ખાવું : દહીં ખાવું શરીર માટે ફાયદાકારક હોય છે. પરંતુ રાતના સમયે દહીંનું સેવન કરવાથી ઘણા પ્રકારના રોગ થવાની શક્યતા વધી જાય છે જેમ કે પેટના રોગ વગેરે. આયુર્વેદમાં પણ રાત્રે દહીં ખાવાની મનાઈ છે. કેમ કે રાત્રે ભોજન કર્યા પછી વધુ મહેનત કરતા નથી, તેમજ થોડી વાર પછી ઊંઘી જઈએ છીએ. જેના કારણે ભોજન સારી રીતે પચી નથી શકતું. પેટમાં દહીંનું સારી રીતે ન પચવાથી ઘણી આડઅસર થાય છે. જેના કારણે શરીરમાં ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. એટલા માટે રાતના સમયે દહીં ન ખાવું જોઈએ.

૨. સુકા માંસનું સેવન : સુકા માંસ સાથે અહિયાં તાત્પર્ય છે વાસી કે થોડા દિવસ જુનું માંસ. જ્યારે માંસ થોડા દિવસ જુનું થઇ જાય છે તો તે સુકાઈ જાય છે, અને તેની ઉપર ઘણા પ્રકારના ખતરનાક બેક્ટેરિયા અને વાયરસનો ચેપ લાગી જાય છે. જયારે કોઈ વ્યક્તિ તે માંસ ખાય છે, તો માંસ સાથે બેક્ટેરિયા અને વાયરસ પણ તેના પેટમાં જતા રહે છે, અને ઘણા પ્રકારના રોગ ઉભા કરે છે. તે રોગ માણસનું આયુષ્ય ઓછું કરે છે.

૩. સવારે મોડે સુધી ઊંઘવું : સવારે મોડે સુધી ઊંઘવાથી માણસનું આયુષ્ય ઓછું થાય છે. આયુર્વેદની દૃષ્ટિએ જોવામાં આવે તો આખા દિવસની સરખામણીમાં સવારે બ્રહ્મ મુહુર્તમાં શુદ્ધ વાયુ વધુ હોય છે. બ્રહ્મ મુહુર્તના વાયુનું સેવન કરવાથી શરીરના અનેક રોગો પોતાની જાતે જ સારા થઇ જાય છે, અને શ્વસન તંત્ર પણ સ્વસ્થ રહે છે. જયારે તમે મોડે સુધી ઊંઘો છો તો બ્રહ્મ મુહુર્તની શુદ્ધ હવાનું સેવન નથી કરી શકતા, અને ઘણા પ્રકારના રોગ તમને ઘેરી લે છે. એટલા માટે મોડે સુધી ઊંઘવાથી માણસનું આયુષ્ય ઓછું થઇ જાય છે.

૪. શમશાનના ધુમાડાથી : શમશાનમાં શબોના અગ્ની સંસ્કાર કરવામાં આવે છે. શરીરને મૃત થતા જ તેની ઉપર અનેક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસનો ચેપ લાગી જાય છે. એવું ન સમજો કે શબોને દરરોજ શમશાન લાવીને સળગાવવામાં આવે છે. જયારે આ શબોને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, ત્યારે થોડા બેક્ટેરિયા વાયરસતો શબ સાથે નાશ થઇ જ જાય છે, અને થોડા વાતાવરણમાં ધુમાડા સાથે ફેલાઈ જાય છે. જયારે કોઈ વ્યક્તિ તે ધુમાડાના સંપર્કમાં આવી જાય છે, તો બેક્ટેરિયા વાયરસ તેના શરીર સાથે ચોંટી જાય છે અને જુદા જુદા પ્રકારના રોગ ફેલાય છે. આ રોગોથી માણસનું આયુષ્ય ઓછું થઇ શકે છે.

૫. સવારે અને વધુ મૈથુન કરવું : સવારના સમયમાં મૈથુન કરવું તથા વધુ મૈથુન કરવાથી પણ માણસનું આયુષ્ય ઓછું થાય છે. આપણા મહાપુરુષોએ સવારનો સમય યોગ, પ્રાણાયામ વગેરે માટે નક્કી કરેલા છે. આ સમયમાં જો કોઈ માણસ મૈથુન (સ્ત્રી સાથે શારીરિક સંબંધ) કરે છે, તો તેનાથી શરીર નબળું થાય છે. વધુ મૈથુનને કારણે શરીર સતત નબળું થતું જાય છે. એટલા માટે સવારના સમય અને વધુ મૈથુન ન કરવું જોઈએ. તેનાથી માણસનું આયુષ્ય ઓછું થાય છે.