ઈલેક્ટ્રિક બાઈક કે સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ જરૂરી ટિપ્સ તમને કામ આવી શકે છે

0

આ વર્ષે દેશની લગભગ તમામ કંપનીઓ પોતાના બે પૈડા વાળા ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરી ચુકી છે. હાલમાં જ બજાજે પણ પોતાના જુના મોડલ ચેતકને પુનર્જીવિત કરીને તેનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યું છે. એક અનુમાન મુજબ અથર, ઓકીનાવા, એંપીયર, હીરો ઇલેક્ટ્રિક, રીવોલ્ટ સહીત ઘણી કંપનીઓના એક ડઝનથી વધુ બે પૈડા વાળા ઇલેક્ટ્રિક વાહન હાલના દિવસોમાં બજારમાં છે. અને ગ્રાહક પણ તેમાં રસ ધરાવી રહ્યા છે.

દક્ષીણ ભારતીય શહેરોમાં તો ઘણી મોટી સંખ્યામાં બે પૈડા વાળા ઇલેક્ટ્રિક વાહન રોડ ઉપર જોવા મળી રહ્યા છે. જો તમે પણ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વાતોનું રાખો ધ્યાન.

પરફોર્મન્સને ધ્યાનમાં રાખો :

રેંજ :

નવી ઇલેક્ટ્રિક બાઈક કે સ્કુટર ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે તે ફૂલ ચાર્જમાં કેટલું અંતર પસાર કરી લે છે? જુદા જુદા મોડલની ડ્રાઈવિંગ રેંજમાં ફરક હોય છે, જે ૬૦ કી.મી.થી લઈને ૧૫૦ કી.મી. સુધી હોઈ શકે છે. અને ઘણા બે પૈડા વાળા ઇલેક્ટ્રિક વાહનોમાં સપોર્ટ મોડ, ઇકો મોડ પણ હોય છે. દરેક મોડના પરફોર્મન્સનો ફરક હોય છે.

પીકઅપ :

તે વાત ધ્યાન રાખવાની જરૂર છે કે આ બાઈક કે સ્કુટરનું પીકઅપ કેટલું છે. ઇલેક્ટ્રિક વાહનોમાં આવનારી મોટર્સ જલ્દી ટોર્ક પકડે છે, જેથી વ્હીકલ જલ્દી પીક અપ પકડે છે. જેમ કે અથર કંપનીનો દાવો છે કે, તેનું સ્કુટર ૦ થી ૪૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપ માત્ર ૩.૯ સેકન્ડમાં પકડી લે છે.

રિજેનરેટીવ બ્રેકીંગ :

આજકાલ ઘણી ઇલેક્ટ્રિક બાઈક અને સ્કુટર નિર્માતા કંપનીઓ પોતાની ગાડીઓમાં આ ફીચર આપી રહી છે. આ ફીચરનો ફાયદો એ છે કે, તેનાથી બેટરીને ચાર્જ અને ડીસ્ચાર્જને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ મીકેનીઝમથી બ્રેકીંગ દરમિયાન વ્હીકલની કાઈનેટીક એનર્જી ઇલેક્ટ્રિસીટીમાં કનવર્ટ થઇ જાય છે. આ ઈલેક્ટ્રીસીટી બેટરીમાં સ્ટોર થઇ જાય છે, જેથી બે પૈડા વાળા વાહનની એફીશીએંસી વધી જાય છે.

બેટરીનું પણ રાખો ધ્યાન :

કેવી હોય બેટરી?

તમામ લેટેસ્ટ બે પૈડા વાળા વાહનોમાં લીથીયમ-આયન બેટરી લાગેલી હોય છે. જૂની પેઢીના વાહનોમાં લેડ-એસીડ વાળી બેટરીઓ આવતી હતી, પરંતુ હવે તેની જગ્યાએ લીથીયમ બેટરીઓ લાવવામાં આવી રહી છે. અને સરકારે પણ લીડ-એસીડ વાળી બેટરીઓને ફેમ-૨ સ્કીમમાંથી બહાર કરી દીધી છે.

એટલે કે તેની ઉપર સરકાર સબસીડી નહિ આપે. રીવોલ્ટ અને એંપીયરે બે પ્રકારના વેરીયંટ લોન્ચ કર્યા છે. તેમાં લેડ-એસીડ વાળા વેરીયંટ ૧૫ થી ૨૫ ટકા સુધી સસ્તા છે. અને લેથીયમ આયન બેટરીની લાઈફ જ્યાં પાંચ વર્ષ સુધી હોય છે, તો લીડ-એસીડ બેટરીની લાઈફ બે વર્ષ સુધી હોય છે.

કેપેસીટી :

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદતા પહેલા બેટરીની કેપેસીટી ઉપર પણ ધ્યાન આપો. અમુક કંપનીઓ બેટરીઓની ક્ષમતાને એંપીયર-અવર્સ Ah માં માપે છે, તો ઘણી kWh કિલોવોટ અવર્સમાં માપે છે. બેટરીની કેપેસીટી જેટલી વધુ હશે, તેની ડ્રાઈવિંગ રેંજ એટલી જ વધુ હશે.

ડેક્થ ઓફ ડીસ્ચાર્જ :

અમુક કંપની (DoD) પર્સેન્ટેજ આપે છે. જે બેટરીમાં સ્ટોર એનર્જીને વિષે જણાવે છે કે, તમે કેટલી બેટરી ઉપયોગ કરી શકો છો. જેમ કે ૮૦ ટકા DoD નો અર્થ છે કે, તમે બે પૈડા વાળા વાહનની બેટરી કેપેસીટીના ૮૦ ટકા જ ઉપયોગ કરી શકો છો. લીથીયમ આયન બેટરીઓમાં ૧૦૦ ટકા DoD ની આશા રાખવામાં આવે છે. તેનો અર્થ છે કે બેટરીને ૧૦૦ ટકા સુધી ઉપયોગ કરી શકાય છે.

બેટરી લાઈફ :

કંપનીઓ પોતાની બેટરી સ્પેસીફીકેશન્સ સાથે બેટરીની લાઈફ સાયકલ પણ દર્શાવે છે. તેનાથી જાણી શકાય છે કે, બેટરીની લાઈફ કેટલી છે. એટલે કે બેટરીને કેટલી વખત ચાર્જ કરી શકાય છે. આમ તો તે તમારા ઉપયોગ ઉપર આધાર રાખે છે. જેમ કે કોઈ બેટરીની ચાર્જીંગ સાયકલ ૧૦૦૦ છે અને તમે દિવસમાં બે વખત ફૂલ ચાર્જ કરો છો, તો વર્ષ આખામાં ૭૩૦ વખત ચાર્જીંગ કરી લો છો. તેનો અર્થ એ છે થોડા સમય પછી તમારે બેટરી બદલવાની જરૂર પડશે.

બેટરી વોરંટી :

કોઈ પણ ઇલેક્ટ્રિક વાહન માટે બેટરી સૌથી જરૂરી અને કિંમતી ભાગ હોય છે. ઘણી કંપનીઓ બેટરી પેક ઉપર વધારાની વોરંટી પણ આપે છે. બેટરી ઉપર વોરંટી સમય અને અંતરના હિસાબથી આપવામાં આવે છે. જેમ કે કંપનીઓ પાંચ વર્ષ કે, એક લાખ કી.મી.ની વોરંટી આપે છે. જો બેટરી પાંચ વર્ષ પહેલા ૧૦૦ ટકા ચાર્જ થવાને બદલે ૮૦ ટકા થાય છે, તો તેને વોરંટી હેઠળ બદલાવી શકાય છે. જો તમારા વાહનની રેંજ ૧૦૦ કી.મી. છે, તો તમારી બેટરી ૮૦ કી.મી. સુધી જ અંતર કાપશે.

ચાર્જર સંબંધિત જાણકારીઓ :

ચાર્જર રેટિંગ:

ખરીદતા પહેલા ચાર્જરની રેટિંગ ચેક કરી લો. તેને કેટલા વોલ્ટ અને એમ્પીયરની જરૂર છે તે ચેક કરી લો. જેથી તેના માટે યોગ્ય શોકેટ પસંદ કરી શકો.

ચાર્જીંગ ટાઈમ :

સંપૂર્ણ રીતે ડીસ્ચાર્જ બેટરી ચાર્જ થવામાં કેટલો સમય લે છે તે જાણવું ઘણું જરૂરી છે. સાથે જ તપાસો કે તેમાં ફાસ્ટ ચાર્જીંગની સુવિધા છે કે નહિ. સામાન્ય રીતે ફાસ્ટ ચાર્જીંગની મદદથી બેટરીને ૮૦ ટકા સુધી ચાર્જ થવામાં ૩૦ થી ૪૦ મિનીટનો સમય લાગે છે. અને તે પણ જુવો કે કંપની ફાસ્ટ ચાર્જીંગ માટે ઇકવીપમેંટ પણ આપી રહી છે કે નહિ.

પોર્ટેબીલીટી :

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદતા પહેલા જોઈ લો કે, શું બેટરીને પોર્ટ કરી શકાય છે. એટલે બેટરી સ્વેપેબલ છે કે નહિ. બેટરીને કાઢીને કોઈ બીજી જગ્યાએ ચાર્જીંગની સુવિધા છે કે નહિ.

ચાર્જર વોરંટી :

થોડી વાહન નિર્માતા કંપનીઓ બેટરી ચાર્જર ઉપર અલગથી વોરંટી આપે છે. જો તેમાં કોઈ ખરાબી આવી જાય તો તેને બદલવાનું ઓપ્શન રહે છે. ઘણી કંપનીઓ ચાર્જર ઉપર બે વર્ષની વોરંટી આપે છે.

મોટર સંબંધિત જાણકારીઓ :

હેવી હોય મોટર :

સામાન્ય રીતે કંપનીઓ બ્રશલેશ ડીસી અને ત્રણ ફેઝ વાળી એસી ઈંડક્શન મોટર આપે છે. બંને મોટર્સના પોતાના ફાયદા છે. જ્યાં બ્રશલેસ ડીસી મેંટેનેંસ ફ્રી અને વધુ ટોર્ક વાળી હોય છે, અને તેની ક્ષમતા ૯૫ થી ૯૮ ટકા સુધી હોય છે. અને ઈંડક્શન મોટર ૯૨ થી ૯૫ ટકા સુધીની ક્ષમતા વાળી હોય છે. અને તે સસ્તી પણ હોય છે.

પીક પાવર :

ટુ-વ્હીલરની ઇલેક્ટ્રિક મોટર કેટલો આઉટપુટ આપી શકે છે? એ જાણવું જરૂરી છે. આ આઉટપુટ એનર્જીનો ઉપયોગ વાહનને ચલાવવામાં થાય છે, અને તેને kW (કિલોવોટ) માં માપવામાં આવે છે. વાહનની ટોપ સ્પીડ પણ તેની ઉપર આધારિત હોય છે.

ટોર્ક :

પીકઅપ જાણવા માટે તેને સમજવું ઘણું જરૂરી છે. ટોર્ક જેટલો વધુ હશે, ગાડીનું પીકઅપ એટલું જ સારું રહેશે. આ ન્યુટન મીટર (NM) આરપીએમમાં માપવામાં આવે છે. વધુ ટોર્ક અને ઓછા આરપીએમનો અર્થ છે સારું પીકઅપ.

બીજા ફીચર્સ :

આઈપી રેટિંગ એટલે ઈંગ્રેસ પ્રોટેક્શન રેટિંગ :

તેનો ફાયદો એ છે કે, જેટલી વધુ રેટિંગ હશે ગાડી એટલી જ વધુ ધૂળથી સુરક્ષિત રહેશે. જેમ કે આઈપી ૬૫નો અર્થ છે કે ધૂળથી બચાવ સાથે થોડા ઘણા પાણીથી સુરક્ષિત છે. આઈપી ૬૬નો અર્થ ધૂળથી બચાવ સાથે ભારે પાણીથી સુરક્ષિત. આઈપી ૬૭નો અર્થ ધૂળ ઉપરાંત ૧૫૦ એમએમથી ૧૦૦૦ એમએમ પાણીમાં ૩૦ મિનીટ સુધી સુરક્ષિત. આઈપી ૬૮નો અર્થ છે ધૂળ સાથે પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબાડવાથી પણ કોઈ અસર નહિ રહે.

મોબાઈલ એપ સપોર્ટ :

આજકાલ ઘણી કંપનીઓ પોતાના વાહનો સાથે મોબાઈલ એપનો સપોર્ટ આપી રહી છે, જેમાં ગાડીના પરફોર્મસ સાથે, રાઈડીંગ પેટર્ન, ટ્રીપ ઈંફોરમેશન, ચાર્જીંગ પરસેંટેજ, જીયો ફેસિંગ અને જીપીએસ જેવા ફીચર મળે છે.

લાયસન્સ :

ઓછી ક્ષમતા વાળા ઇલેક્ટ્રિક વાહનોને ડ્રાઈવિંગ લાયસન્સ લેવાની જરૂર નથી પડતી. જેની ટોપ સ્પીડ અને મોટર ઓછી ક્ષમતા વાળી હોય છે, તેને લાયસન્સ લેવાની જરૂર નથી. કોઈ બાઈકની ટોપ સ્પીડ ૨૫ કી.મી. પ્રતિ કલાક અને મોટર આઉટપુટ ૨૫૦ વોટ છે, તો શક્ય હોય ત્યાં સુધી લાયસન્સ કે રજીસ્ટ્રેશનની જરૂર નહિ પડે. આમ તો હવે અમુક રાજ્યોમાં નિયમ બનાવીને એને જરૂરી કરી દીધું છે. પરંતુ તેની વધુ જાણકારી માટે ડીલરનો સંપર્ક કરવો સારું રહેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.