જાણો નફો કમાવી આપતા 35 બિઝનેસ વિષે, જેને તમે ઓછા રોકાણમાં શરુ કરી શકો છો.

0

મિત્રો, છેલ્લા થોડા વર્ષોથી ભારતમાં યુવાનો નોકરી છોડીને સ્ટાર્ટ અપ બિઝનેસ કે પછી પોતે પોતાનો ધંધો શરુ કરવાની પ્રવુત્તિ કરવા લાગ્યા છે. કારણ કે બીજાના હાથ નીચે કામ કરવાને બદલે, જો તમને તમારી પોતાની કંપનીના બોસ બનવાની તક મળતી તો કોણ એવી તક છોડે?

એ વાત પણ છે કે બિઝનેસમાં જેટલી સ્વતંત્રતા અને જેટલી કમાણી થાય છે, તેનાથી વધુ તેમાં મહેનત કરવી પડે છે. અને બિઝનેસ સફળ ન થવાની સંભાવના પણ રહેલી છે. એટલે કોઈ પણ બિઝનેસમાં સીધા પૈસા રોકવાને બદલે તમે નાના બિઝનેસથી શરુઆત કરો. આજે અમે એવા જ થોડા બિઝનેસ વિષે જણાવવાના છીએ, જેને ઘણી ઓછી મૂડીમાં શરુ કરી શકો છો.

પ્રાઇવેટ ટ્યુશન :

મિત્રો, જો તમે ભણેલા ગણેલા છો અને તમારે પૈસા કમાવા છે, તો ટ્યુશન એક સારો વિકલ્પ હોઈ શકે છે. તમે ધારો તો તમારા મિત્રોનું એક ગ્રુપ બનાવીને સાથે મળીને શરુ કરી શકો છો. શરૂઆતમાં ઘરે જ ટ્યુશન શરુ કરીને આગળ વધી શકાય છે.

ટ્રાવેલ એજન્સી :

ભારતમાં ટ્રાવેલ એજન્સીના બિઝનેસમાં ઘણો વધારો થયો છે. અને આ બિઝનેસની ખાસિયત એ છે કે, તેમાં વધુ મોટા રોકાણની જરૂર નથી હોતી. જો તમે કોઈ શહેર કે ગામમાં રહો છો તો તેને તમે ઘરેથી પણ ચલાવી શકો છો.

જ્યુસ શોપ :

હવે લોકો હેલ્થ કોન્સીયસ થવા લાગ્યા છે. આથી લોકો દ્વારા જ્યુસને સીધી રીતે આરોગ્ય સાથે જોડવામાં આવે છે. અને આ બિઝનેસ શરુ કરવા માટે વધુ જગ્યાની જરૂર નથી પડતી. માત્ર એક મશીન અને થોડા એવા ફળ સાથે તમે આ બિઝનેસ શરુ કરી શકો છો.

ટુર ગાઈડ :

તમે જ્યાં રહો છો ત્યાં આજુબાજુમાં કોઈ એવું સ્થળ છે, જ્યાં પ્રવાસીઓ આવવાની ઘણી શક્યતાઓ છે, કે પ્રવાસીઓ આવે છે. તો તમે પોતે એમના માટે ટુર ગાઈડ બની શકો છો. તેના માટે તમારે થોડી વિદેશી ભાષાઓ શીખવાની રહેશે અને તે સ્થળ વિષે સંપૂર્ણ જાણકારી લેવાની રહેશે.

મોબાઈલ રીચાર્જ શોપ :

તમે કહેશો કે આજે તો લોકો ઓનલાઈન અને વોલેટ દ્વારા રીચાર્જ કરવા લાગ્યા છે. પણ જણાવી દઈએ કે, ભારતમાં મોટાભાગના લોકો હજુ પણ રીચાર્જ શોપમાં જ ફોન રીચાર્જ કરાવવાનું પસંદ કરે છે. તો જે કોઈ આ બિઝનેસમાં રસ ધરાવતા હોય તે કોઈ પણ જગ્યાએ નાની એવી દુકાન લઇને તેની શરૂઆત કરી શકે છે.

તેમજ તમે મોબાઈલ એસેસરીસ જેવી કે ચાર્જર, કવર, હેડફોન વગેરે વેચી શકો છો. તેની સાથે સાથે ઘણી બીજી ઓનલાઈન સર્વિસને પણ પોતાની દુકાનમાં શરુ કરી શકે છે, જેમ કે મની ટ્રાન્સફર, રેલ્વે ટીકીટ, બસ ટીકીટ બુકિંગ.

નાસ્તાની દુકાન :

મિત્રો, આ તો સદાબહાર બિઝનેસ કહી શકાય છે. અને આ બિઝનેસ તમે ક્યાંય શરુ કરી શકો છો. તેના માટે તમારે ગ્રાહક પણ શોધવાની જરૂર નહિ રહે. એક વખત તમારી દુકાન વિષે લોકોને ખબર પડી જાય, તો તે તમારે ત્યાં દોડતા આવી જશે. હંમેશા તમારી દુકાનમાં વસ્તુ સારી હોવી જોઈએ. નાના પાયેથી શરૂઆત કરવાં માટે તેમાં પણ ઘણા ઓછા પૈસાની જરૂર પડે છે.

ફેશન ડીઝાઈનીંગ :

જાણકારી માટે જણાવી દઈએ કે, માર્કેટમાં એવા ઘણા બધા બ્રેંડસ છે જેના સંસ્થાપકોએ કોઈ કોલેજમાંથી ફેશન ડીઝાઈનીંગનો અભ્યાસ નથી કર્યો. પણ આજે તેમની બ્રેંડ આખા દેશ અને વિદેશોમાં પણ પોતાની પહોંચ ધરાવે છે. અને છોકરીઓના કપડા બનાવનારી કંપની બીબાની ફાઉંડર મીના બિન્દ્રા તેનું સૌથી સફળ ઉદાહરણ છે.

એ જરૂર નથી કે પોતાનું ફેશન ડીઝાઈનીંગનું કામ શરુ કરવા માટે લાખો રૂપિયા રોકાણ કરીને શહેરમાં એક મોટો શોરૂમ ખોલવો. તમે દુકાનોમાંથી ઓર્ડર લઇને ઘરેથી પણ કામ શરુ કરી શકો છો.

કુકિંગ કલાસીસ :

તમને ખાવાનું બનાવવાનો શોખ છે અને લોકોને શીખવવાની આવડત પણ છે, તો કુકિંગ કલાસીસ શરુ કરી શકાય છે. પ્રોફેશનલ કુક બનીને તમે કુકિંગનું કામ પણ કરી શકો છો. યુ ટ્યુબ પર કે વેબસાઈટ બનાવીને પણ તમે આ કામ કરી શકો છો.

બેકરી શોપ :

પહેલા જ્યાં માત્ર બર્થડે જેવા પ્રસંગો ઉપર જ બેકરી શોપ તરફ લોકો જતા હતા તે હવે દરેક પ્રસંગે અને પ્રસંગ વગર પણ એ બાજુ આકર્ષાય છે. હવે સ્નેકસ માટે પણ બેકરીની ઉપયોગીતા વધી ગઈ છે. તમે ધારો તો કોઈ પ્રસિદ્ધ બેકરી ચેનની ફ્રેન્ચાઇઝી લઇ શકો છો. નહિ તો પોતાની પણ શોપ ખોલી શકો છો. તે શરુ કરવામાં પણ વધુ પૈસાની જરૂર નથી પડતી. (આ વસ્તુ ૧૦,૦૦૦ ની અંદર શરુ નથી થતી. થોડું વધારે રોકાણ કરવું પડે છે.)

બ્લોગીંગ :

આજના ડીજીટલ યુગમાં બ્લોગ બનાવીને પણ પૈસા કમાઈ શકાય છે. એટલે જો તમારી પાસે સારું લખવાની કળા છે, તો તમે માત્ર તમારા ઘરના કમ્પ્યુટર કે લેપટોપ અને ઈન્ટરનેટ કનેક્શન દ્વારા તેની શરૂઆત કરી શકો છો. જો તમે મોટા પાયા ઉપર બ્લોગીંગ શરુ કરવા માંગો છો, તો પોતાની વેબસાઈટ પણ બનાવી શકો છો.

યુ ટ્યુબર :

જણાવી દઈએ કે આજથી દસ વર્ષ પહેલા કોઈ વિચારી પણ શકતા ન હતા કે ઈન્ટરનેટ દ્વારા કરોડપતિ પણ બની શકાય છે. પણ હવે એ શકય છે. યુટ્યુબ દ્વારા વિડીયોથી સારા એવા પૈસા કમાઈ શકાય છે. બસ તમારી અંદર ક્રિએટીવનો કીડો હોવો જોઈએ. ભારતમાં હજારો એવી ચેનલ છે, જેના યુઝર ઘરે બેઠા સારા પૈસા કમાઈ રહ્યા છે.

ઓનલાઈન કોર્સ :

જો તમારી અંદર ટેલેન્ટ છે અને તમે ભણાવવામાં સારા છો, તો ઓનલાઈન કોર્સ શરુ કરવો સારો સાબિત થઇ શકે છે. હાલના સમયમાં બેંક, એસએસસીથી લઇને સિવિલ સર્વિસની તૈયારી પણ ઓનલાઈન કરાવવામાં આવી રહી છે. અને ઘણા બધા પ્લેટફોર્મ એવા છે, જે માત્ર ઓનલાઈન કોર્સના માધ્યમથી જ ઘણા કરોડનું ટર્નઓવર કરી રહ્યા છે. તેને શરુ કરવામાં ઘણા ઓછા પૈસાની જરૂર પડશે.

રોડના કિનારે પુસ્તકોની દુકાન :

મિત્રો, સાંભળવામાં આ ધંધો ઘણો નાનો લાગે છે. પણ તે મોટા ધંધાની એક નાની શરૂઆત છે. રોડના કિનારે દુકાન લગાવવાને કારણે તમારે કોઈ ભાડુ નથી આપવું પડતું, અને પુસ્તકો પણ સસ્તા હોવાને કારણે ગ્રાહક પણ ઘણા મળી જાય છે. પણ એના માટે નગર નિગમ કે નગર પાલિકા પાસે મંજુરી લેવી પડશે. ત્યાર પછી આરામથી તમારી દુકાન ચલાવી શકો છો.

સ્ક્રીપ્ટ રાઈટીંગ :

જણાવી દઈએ કે આ કામ માટે તમારે મુંબઈ કે દિલ્હી જેવા શહેરની પસંદગી કરવી પડશે. બીજા શહેરોમાં આમ તો કામ નહિ જેવું છે. પરંતુ મોટા શહેરોના સ્ક્રીપ્ટ રાઈટર સારા પૈસા કમાય છે. તે પણ રસ અને હાઈ સ્કીલ વાળું કામ છે.

વેડિંગ કન્સલ્ટન્ટ :

જણાવી દઈએ કે, હવે એ સમય જતો રહ્યો છે જયારે લગ્નની બધી વ્યવસ્થા ઘર વાળા જાતે કરતા હતા. આજના દોડધામ વાળા જીવનમાં લોકો આવા મોટા આયોજન એકલા મેનેજ નથી કરી શકતા. એટલા માટે દેશમાં વેડિંગ કન્સલ્ટન્ટ જેવા પ્રોફેશનલની માંગ વધી છે. જો તમારી રૂચી કાર્યક્રમોને મેનેજ કરવામાં છે. તો તે વિકલ્પ તમારા માટે સાચો સાબિત થઇ શકે છે.

ચા ની દુકાન કે ગલ્લો :

આપણા દેશમાં બારેમાસ ચા નો ધંધો ઢગમગતો રહે છે. અને ચા દેશનું ફોરએવર પીણું છે. તમે આ ધંધો ક્યાંય પણ શરુ કરી શકો છો. થોડી બેંચ અને ટેબલ લગાવીને તેની શરૂઆત કરી શકાય છે. ઉદાહરણ તરીકે ખેતલા આપા જ જોઈ લો. તેઓ ચા વેચીને ક્યાંથી ક્યાં પહોચી ગયા.

ઈવેંટ મેનેજમેંટ :

આ કામ ઓફીસની બહાર ખુલ્લામાં કામ કરવાં વાળા માટે છે. જો તમારી અંદર નેટવર્કિંગ બીલ્ડ કરવા અને ટીમને મેનેજ કરવાની ક્ષમતા છે. તો આ બિઝનેસ પણ ઘણો નફો અપાવવા વાળો સાબિત થાય છે. તેમાં તમારે વેન્યુ ડીસાઈડ કરવાથી લઇને વેન્ડર્સ અને સ્પોન્સરને મળવું પડશે. આ કામ ૨૪ કલાકનું હોય છે. તે ઘણો મોટો બિઝનેસ છે, પરંતુ જો તમારું નેટવર્ક સારું છે, તો તમારું કામ સરળ થઈ જાય છે. તમે ઓછા પૈસાથી પણ આની શરુઆત કરી શકો છો.

દરજી કામ :

દેશના દરેક શહેરમાં એક સારા દરજીની ડિમાન્ડ રહે છે. અને ફોર્મલ કપડા માટે માર્કેટમાં સારા દરજીની માંગ રહે છે. તો તમે ઓછા રોકાણમાં આ ધંધો શરુ કરી શકો છો.

ફોટોગ્રાફી :

ફોટોગ્રાફીની તો શું વાત કરવી. ખુબ ઝડપતી આગળ વધતા પ્રોફેશનમાં ફોટોગ્રાફીનો સમાવેશ થાય છે. અને જો તમારી રૂચી ફોટા પાડવામાં છે, તો ફોટોગ્રાફીમાં તમારું ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે. જો તમને તેના વિષે થોડી પણ જાણકારી નથી, પરંતુ તમે ઈચ્છુક છો? તો ઘણી બધી સંસ્થાઓ તેના માટે કોર્સ પણ કરાવે છે. તેમાં પણ ભવિષ્ય બનાવી શકાય છે. એક વખત તમારું નામ પ્રખ્યાત થઇ જશે, તો પૈસાની કમી નહિ રહે, અને ન તો કામની. વેડિંગ ફોટોગ્રાફર પણ આજકાલ લાખો રૂપિયા લે છે.

ટીફીન સર્વિસ :

એકલા રહેવા વાળા નોકરિયાત લોકો સમયના અભાવને લીધે પોતાનું ખાવાનું બનાવી શકતા નથી. એટલા માટે તેને ટીફીન બંધાવવું પડે છે. જો તમને સારું ખાવાનું બનાવતા આવડે છે, તો તેને તમે પોતે જ આ કામ શરુ કરી શકો છો. તેના માટે પણ ઓછા રોકાણની જરૂર પડે છે.

ઘોસ્ટ રાઈટીંગ :

જણાવી દઈએ કે, ઘોસ્ટ રાઈટર એટલે આ એવા રાઈટર જેને કોઈ લખવાનું કામ આપવામાં આવે છે, પણ તેને કામ કરવાનો શ્રેય નથી મળતો. તે ફ્રીલાંસિંગ રાઈટીંગ જેવા જ છે. તેમાંથી પણ સારા પૈસા મળી રહે છે.

કસ્ટમાઈઝડ જ્વેલરી :

જ્વેલરીમાં ખાલી સોના, ચાંદી અને હીરાની વસ્તુઓ જ નથી હોતી. એના સિવાય પણ બીજું હોય છે. અને આપણા સમાજમાં તો લાંબા સમયથી ઘણા પ્રકારની ધાતુઓ અને બીજી ધાતુના ઘરેણા બનાવવાનું ચલણ રહ્યું છે. મોટી કે મૂંગેની મદદથી કસ્ટમાઈજ્ડ જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. તેને બનાવવામાં વપરાતો માલ ઘણો સસ્તો મળી જાય છે. તમારે બસ થોડી તાલીમની જરૂર રહેશે.

ઓનલાઈન એડવરટાઈઝિંગ :

તમે ઓનલાઈન એડવરટાઈઝિંગ કરીને પણ સારી કમાણી કરી શકો છો. તેના માટે તમારે થોડી તાલીમની જરૂર રહેશે, અને પછી વેબસાઈટ બનાવીને તમારું કામ શરુ કરી શકાય છે.

સોશિયલ મીડિયા સ્ટ્રેટીજીસ્ટ :

જેવું કે તમે બધા જાણો છો કે, હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. અને જણાવી દઈએ કે, કોઈ પણ કામ સોશિયલ મીડિયા વગર અધુરૂ છે. કોર્પોરેટથી લઇને સ્ટાર્ટ અપ અને સામાજિક સંસ્થાઓ માટે પણ સોશિયલ મીડિયાની જરૂર પડે છે. પણ આ કામ શરુ કરતા પહેલા તમારે ટ્રેનીંગની જરૂર રહેશે.

ઓનલાઈન ફિટનેસ ઈંસ્ટ્રકટર :

લોકો હવે ફીટનેશ પર વધુ ધ્યાન આપવા લાગ્યા છે. અને જો તમને એમાં રસ છે અને તમે તેમાં તમારું પોતાનું કેરિયર બનાવવા માંગતા હોય, તો તમારે જીમ ખોલવાની જરૂર નથી. તમે ધારો તો તે યુટ્યુબ કે પોતાની વેબસાઈટ બનાવીને લોકોને ટ્રેનીંગ આપી શકો છો.

ગ્રાફિક ડીઝાઈનીંગ :

આ કામ તમે ઘરે બેઠા બેઠા પણ કરી શકો છો. અને તમને એક વખત સફળતા મળી ગઈ તો તમે ઘણા પૈસા કમાઈ શકો છો. ગ્રાફિક ડીઝાઈનીંગનો વિસ્તાર ઘણો વિસ્તૃત છે અને તેમાં તકની કોઈ કમી નથી.

ડાન્સ અથવા સંગીત સ્કુલ :

તમારામાં ટેલેન્ટ હોય તો તમે સંગીત કે ડાંસમાં કરિયર બનાવી શકો છો. પોતાની સ્કુલ ખોલો અને લોકોને ટ્રેનીંગ આપો. સંગીત અને ડાંસ શીખવામાં રસ ધરાવવા વાળાની કમી નથી. નાની દુકાનમાં પણ તમે આ કામ શરુ કરી શકો છો.

હેન્ડીમેન સર્વિસ :

ઘરમાં રહેલી ખરાબ ઇલેક્ટ્રિક વસ્તુને ઠીક કરવાનો અને બીજા ઘરેલું કામને ઠીક કરવાનો ધંધો હેંડીમેન સર્વિસ કહેવાય છે. શહેરોમાં આ કામના જાણકારની સારી એવી માંગ છે. તે કામ ઘરે બેઠા સ્વતંત્ર રીતે પણ સારી રીતે કરી શકાય છે.

પાળેલા જાનવરોની જાળવણી કરવી :

ઘણા બધા લોકો જાનવર પાળે છે. અને હંમેશા તેની જાળવણી કરવા માટે કોઈ સારા જાણકારની જરૂર પડે છે. આપણા દેશમાં આ ધંધા વિષે ઘણી જાગૃતતા નથી. પરંતુ તેમાં પણ ભવિષ્ય બનાવવાની તક ઘણી છે.

રીસર્ચ બેસ્ડ બિઝનેસ :

મોટી કોર્પોરેટ કંપનીઓ પાસે માર્કેટમાં રિસર્ચ કરવાં માટે પોતાની રીસર્ચ ટીમ હોય છે. પણ નાની કંપનીઓ એ કામ બહારના લોકો પાસે કરાવે છે. અને જો તમને કોઈ પણ વિષયને ઊંડાણથી સમજવામાં રસ છે. તો એ કામ કરી શકો છો.

ફૂડ ટ્રક :

લોકો સમયના અભાવને લીધે મોટા મોટા રેસ્ટોરન્ટમાં જવાને બદલે રોડ ઉપર જ ખાવાની મજા લઇ લે છે. આ કામને પૂરું કરવા માટે તમે ફૂડ ટ્રક શરુ કરી શકો છો. તમે અલગ અલગ વિસ્તારોમાં આંટા મારીને આ કામ કરી શકો છો. ટ્રક તમારું પોતાનું હોય તો ખાવાની વસ્તુઓ માટે વધારે રોકાણ નથી કરવું પડતું.

સપોર્ટસ કોચિંગ :

આ કામ એ લોકો માટે છે જે સ્પોર્ટ્સમાં પારંગત હોય. તેમાં પણ સફળ થવામાં ઘણી તક છે. પોતાની એકેડમી ખોલીને તેમાં આગળ વધી શકાય છે.

ટ્રાંસલેશન સર્વિસ :

મિત્રો, જો તમને બે કે બે થી વધુ ભાષાઓનું સારું એવું જ્ઞાન છે, અને તમે વધારે ભાષાને લખી, વાંચી અને સમજી શકો છો, તો ટ્રાંસલેટીંગનો બિઝનેસ ઘણો સારો સાબિત થઇ શકે છે. વિદેશી ભાષાઓની જાણકારી સારી જગ્યા ઉપર પહોચાડી શકો છો.

કંસલ્ટેંસી સર્વિસ :

દરેક કંપનીઓને સારા એમ્પ્લોયની જરૂર પડે છે. તો તમે કંપનીઓમાં નોકરી માટે ઉપર્યુક્ત માણસની શોધ કરવાનું કામ કંસલ્ટેંસી સર્વિસની મદદથી કરી શકો છો. તેમાં સારું કમીશન મળે છે.

કાર્ડ મેકર :

આમ તો કાર્ડ મેકિંગનો બિઝનેસ આપણા દેશમાં એટલો પ્રચલિત નથી થયો. પણ તેમાં ઘણી શક્યતાઓ છે. તેના માટે સ્કીલની જરૂર રહેશે, અને સોશિયલ મીડિયા ઉપર તમારી ઉપસ્થિતિ પણ હોવી જોઈએ.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.