બોલીવુડની આ અભિનેત્રી બરાબર ભેરવાઈ ગઈ છે, પોલીસ ક્યારે પણ એને પકડી શકે છે

0

મિત્રો અમીષા પટેલને તો તમે સારી રીતે ઓળખતા જ હશો. એમણે બોલીવુડમાં લગભગ 26 ફિલ્મોમાં કામ કર્યું છે. એમાંથી ‘કહોના પ્યાર હૈ’ અને ‘ગદર એક પ્રેમ કથા’ સૌથી વધારે હીટ રહી છે. આ બંને એમની શરૂઆતની ફિલ્મો હતી. એ પછી ઘણા વર્ષો પછી આવેલી ‘ભૂલભૂલૈયા’ હીટ રહી છે. બાકીની કોઈ ફિલ્મ સારો દેખાવ કરી શકી નથી. એટલે તે લાંબા સમયથી બોલિવુડથી દૂર છે.

અમીષા પટેલને એમના પરિવારે ઘરમાંથી કાઢી મુક્યા પછી તે મુશ્કેલીમાં પોતાનું જીવન પસાર કરી રહી છે. અને હાલમાં અમીષા પટેલની મુશ્કેલીમાં હજી વધારો થયો છે. મળેલી જાણકારી અનુસાર રાંચી કોર્ટે અમીષા પટેલ સામે બિનજામીન વોરંટ કાઢ્યું છે. કારણ કે ફિલ્મ નિર્માતા અજયકુમાર સિંહે રાંચી કોર્ટમાં અમીષા વિરુદ્ધ ચેક બાઉન્સ મામલે કેસ દાખલ કર્યો હતો. અને હવે એ કારણે અભિનેત્રીએ જેલની હવા ખાવાનો વારો આવશે એવી સંભાવના છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, અમીષા પટેલને ‘ફેમિલી ઓફ ઠાકુરગંજ’ ફિલ્મના નિર્માતા અજયકુમાર સિંહને 2.5 કરોડનો ચૂનો ચોપડવાનું ખૂબ જ મોંઘું પડી શકે એમ છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, 8 જુલાઈએ રાંચી કોર્ટે અમીષા પટેલને કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ મોકલ્યાં હતાં. પણ અભિનેત્રી અમીષા પટેલ ત્યાં હાજર થઇ નહિ, અને તેમનો બિઝનેસ પાર્ટનર કૃણાલ ગુમર પણ એ દિવસે ગેરહાજર હતો.

ત્યારબાદ ગોપાલકૃષ્ણ સિંહા જે ફિલ્મ ‘ફેમિલી ઓફ ઠાકુરગંજ’ ના નિર્માતા અજયકુમાર સિંહના વકીલ છે, એમણે કોર્ટમાં અમીષા અને કૃણાલ બંને વિરુદ્ધ બિનજામીન વોરંટ બહાર પાડવાની વિનંતી કરી, અને બંને વિરુધ્ધ વોરંટ ઇશ્યૂ કરાવ્યા છે. આથી રાંચી પોલીસ અમીષા પટેલની ધરપકડ કરવા માટે મુંબઇ રવાના થઇ શકે છે.

શું છે આખો મામલો?

મળેલી જાણકારી અનુસાર ફિલ્મ નિર્માતા અજય કુમાર સિંહે અભિનેત્રી અમીષા પટેલ સામે 2.5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકયો છે. અને એમણે અમીષા પટેલ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં કેસ પણ દાખલ કરાવ્યો છે. જણાવી દઈએ કે, અમીષાએ ફિલ્મ ‘દેશી મેજિક’ માટે અજય કુમાર સિંહ પાસેથી ઉધાર રૂપિયા લીધા હતા. જે પાછા આપવામાં તે નિષ્ફળ રહી છે.

આ બાબતે અજયકુમાર સિંહે જણાવ્યું કે, ત્રણ કરોડ રૂપિયાનો ચેક જે એણે મને આપ્યો હતો, એ બાઉન્સ થયા બાદ મેં અભિનેત્રી સામે કાનૂની પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. અમીષાએ મારી પાસેથી ફિલ્મ ‘દેશી મેજિક; માટે રૂપિયા ઉધાર લીધા હતા. જે મને પાછા આપ્યા નથી. કોર્ટે અભિનેત્રીને સમન્સ મોકલ્યા છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.