સોશિયલ મીડિયા પર આગ લગાવવા આવી ‘કવીન ઓફ ગન્સ’, આર્મી છોડીને બની ગઈ ખતરનાક મોડલ

0

મુંબઈ જવા વાળી ઘણી બધી મોડલ્સ એક તકની શોધમાં રહે છે. પરંતુ દુનિયામાં બીજી પણ ઘણી એવી મહિલાઓ છે જે બીજા ફિલ્ડની છે, તેમ છતાં પણ મોડલિંગનો શોખ ધરાવે છે. બીજા ઘણા દેશોમાં આર્મીમાં કે પછી કોઈ બીજા પ્રોફેશનલની છોકરીઓને મળ્યા પછી તમે ઇન્ડિયન મોડલ્સને પણ ભૂલી જાવ છો. કાંઈક એવી જ એક મોડલ છે જેણે પોતાના હોટ ફોટોશૂટથી આગ લગાવી દીધી છે. આ મોડલ ભારતની નહિ પરંતુ ઇઝરાયલની છે. તો હવે સોશિયલ મીડિયા ઉપર આગ લગાવવા આવી છે ‘ક્વીન ઓફ ગન્સ.’ આ પહેલા એક સમયે તે ઇઝરાયલ આર્મીમાં કાર્યરત હતી.

સોશિયલ મીડિયા ઉપર આગ લગાવવા આવી છે ‘ક્વીન ઓફ ગન્સ’ :

આ ઇઝરાયલની મોડલનું નામ છે ઓરીન જુલી. તે પોતાના હથીયારના શોખને કારણે આખી દુનિયામાં ફેમસ છે. તેના એ શોખને કારણે તેને ક્વીન ઓફ ગન્સ કહેવામાં આવે છે. ઓરીન મૂળ ઇઝરાયલની રહેવાસી છે, અને પહેલા તે ઇઝરાયલ સેનામાં કામ કરતી હતી. પરંતુ એક ફોટાએ રાતોરાત તેને વર્ડ ફેમસ બનાવી દીધી. તેનું નસીબ એવું બદલાયું કે સોશિયલ મીડિયા ઉપર તેને ખુબ જ શેર કરવામાં આવી રહી છે.

તમે જયારે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલશો તો તેના એવા એવા ફોટા જોશો કે તમારી આંખો ખુલ્લી જ રહી જશે. ખાસ કરીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જે ફોટા છે, તેમાં દુનિયાભરના લેટેસ્ટ અને ખતરનાક હથીયાર તેની આસપાસ જોવા મળશે. ઓરીન હાલમાં હથીયારોના ડીલર્સ માટે મોડલિંગ કરી રહી છે, અને તેના માટે તેણે આર્મી પણ છોડી દીધી, કેમ કે તેનું પહેલું સપનું મોડલિંગ જ છે.

૨૮ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ ઇઝરાયલમાં જન્મેલી ઓરીન જુલીને હથીયારો સાથે પ્રેમ પહેલેથી જ છે, અને આ શોખને કારણે જ તે આર્મીમાં ભરતી થઇ હતી. હથિયારને કારણે ઓરીનની ઈચ્છા પહેલેથી જ સેનામાં ભરતી થવાની હતી, અને વર્ષ ૨૦૧૨માં તેમનું એ સપનું પૂરું પણ થયું. ઇઝરાયલી સેનામાં ભરતી થયા પછી તેની બેચેની ઘણી વધવા લાગી, કેમ કે તે યુદ્ધના મેદાનમાં પોતાની શક્તિ દેખાડવા માંગતી હતી. પણ સેનાએ તેને બેક ઓફીસનું કામ સોંપી દીધું હતું. જો કે એક વર્ષ પછી સેનાએ તેના ઉત્સાહને જોયો અને આર્મીમાં ઓપરેશનમાં કામ કરવાની તક આપી દીધી.

તે દરમિયાન ફૂલ આર્મી યુનિફોર્મમાં ઓરીને પોતાના થોડા ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા, અને તે ફોટા ઘણા વાયરલ થઇ ગયા. ખાસ કરીને થોડા આર્મી ડીલર્સને ઓરીનના આ ફોટા સારા લાગ્યા અને તેમણે ઓરીનને હથીયારો સાથે મોડલિંગની ઓફર આપી દીધી. ઓરીને પણ તેની ઓફર સ્વીકાર કરી અને સેનામાંથી રાજીનામું આપીને તે મોડલિંગની દુનિયામાં આવી ગઈ, અને અહિયાં તેને ‘ક્વીન ઓફ ગન્સ’ નું નામ આપવામાં આવ્યું.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.