આ માણસ પાસે છે ટ્રકો ભરાય એટલા રૂપિયા, નોટોની પથારીમાં ઊંઘતો જોવા મળે છે આ વ્યક્તિ, જાણો વધુ વિગત

0

એ વાતમાં કોઈ શંકા નથી કે, આજના જમાનામાં પૈસા માણસની મુખ્ય અને પાયાની જરૂરિયાત બની ગયા છે. અને સુખી જીવન જીવવા માટે પૈસા મેળવવા લોકો કેટલાય પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ કરતા હોય છે. લોકો દિવસ રાત એક કરી નાખે છે, ત્યારે જઈને ઘણા બધા પૈસા મેળવી શકે છે. જો કે દુનિયામાં ઘણા લોકો પાસે તેમની જરૂરિયાતથી અનેક ગણા પૈસા આવે છે. એવા લોકો એને બીજાની મદદમાં વાપરે છે, તો અમુક લોકો એનાથી પોતાના બધા મોંઘા શોખ પુરા કરે છે.

આજે અમે તમને એક એવા વ્યક્તિ વિષે જણાવવાના છીએ જે નોટોની પથારી કરે છે. અમે જેની વાત કરી રહ્યા છીએ એ છે ફ્લોયદ મેવેધર. જણાવી દઈએ કે, અલ્ટીમેટ ફાઇટિંગના અનડિસપ્યુટેડ કિંગ ફ્લોયદ મેવેધર પાસે એટલા પૈસા છે કે, એને ભરવા માટે ટ્રકનો ઉપયોગ કરવો પડે એમ છે.

જણાવી દઈએ કે એમની પાસે લગભગ 565 મિલિયન ડૉલર એટલે કે આશરે 4 હજાર કરોડ રૂપિયા છે. એમને પોતાના બેંક બેલેન્સ અને રોકડ સાથે અત્યંત પ્રેમ છે, અને તે ઉડાવે પણ એવી રીતે કે લોકોના હોશ ઉડાડી દે.

મિત્રો માટે પાર્ટી આપવાની હોય, તો ખર્ચ માટે ઘણા નોટોના બંડલ કાઢે છે. કેશને લઇને મેવેદર એટલા પાગલ થઈ ગયા છે કે, દરેક સમય કરોડો રૂપિયા કેશ પોતાની આસપાસ ફેલાવીને રાખે છે. તમે એમના સોશિયલ મીડિયા પરના ફોટા જુઓ તો દેખાશે કે, મેવેધર ભોજન કરી રહ્યો હોય, કારમાં જઈ રહ્યો હોય, પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હોય કે પછી પથારી ઉપર હોય, તે હંમેશાં કરોડો રૂપિયાની કેશ આસપાસ રાખે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ઓગસ્ટ 2017 માં મેવેધરે સૌથી મોંઘી હરીફાઈમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સના સુપરસ્ટાર કોનોર મેકગ્રેગોરને હરાવીને પોતાનો 50 મો વિજય નોંધાવ્યો હતો. આ લડાઈ જીત્યા પછી મેવેધરને લગભગ 275 મિલિયન ડોલર એટલે હાલના ભાવ પ્રમાણે અંદાજે 1960 કરોડ રૂપિયા મળ્યા હતા. ત્યાં આ લડાઈમાં મેવેદર ઉપર 600 મિલિયન ડૉલર એટલે કે લગભગ 4000 કરોડ રૂપિયાની આસપાસ દાવ ઉપર લાગ્યા હતા.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી નવભારત ટાઈમ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.