ઓએહોય, પ્લોટના ખોદકામ દરમિયાન નીકળી તિજોરી, ખજાનાની રકમ જાણવા ઉમટી મોટી ભીડ

0

આજકાલના સમયમાં અનેક જગ્યાએ નવા રોડ, નવા બિલ્ડીંગો અને અનેક પ્રકારના બાંધકામ માટે અનેક જગ્યાએ ખોદકામ થતા રહે છે. અને તે ખોદકામ દરમિયાન ઘણી વખત જુના સમયના અવશેષો મળી આવતા જોવા મળે છે. અને ઘણી વખત તો હજારો વર્ષો જુના અવશેષો નીકળતા જોવા મળે છે. આવા જ પ્રકારના એક ખોદકામ દરમિયાન ઉત્તર પ્રદેશના એક ગામમાંથી તિજોરી મળી આવી છે. આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

ઉત્તર પ્રદેશના સંભલ જીલ્લામાં ચંદોસીના મોટા મહાદેવ આવેલા મોહલ્લા રુસ્તગીમાં રાત્રે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન તિજોરી નીકળવાથી તે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. સવાર થતા જ લોકો તિજોરી જોવા માટે પ્લોટની આસપાસ જોડાવા લાગ્યા.

આમ તો ખાલી તિજોરી જોઇને લોકોમાં નિરાશા થઇ. પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરી છે. તિજોરીમાં કોઈ પ્રકારનો કોઈ ખજાનો હોવાની પુષ્ટિ થઇ નથી. આ બાબતમાં કોઈ માહિતી પણ આપવામાં આવી નથી.

જવાહર રોડ નિવાસી સુધીર અગ્રવાલના પુત્ર રમેશ ચંદ્ર અગ્રવાલના ઘરની નજીક જ મોટા મહાદેવ પાસે રુસ્તગી મોહલ્લામાં પ્લોટ છે. પ્લોટ ઉપર બાંધકામ શરુ કરાવવા માટે ગુરુવારની રાત્રે જેસીબીથી ખોદકામ કરાવવામાં આવ્યું હતું. સવારના ત્રણ વાગ્યા સુધી જેસીબીથી ખોદકામ ચાલી રહ્યું હતું. સવારે જયારે મોહલ્લાના લોકોની આંખ ખુલી અને ઘરમાંથી બહાર આવ્યા તો પ્લોટ ઉપર લોખંડની તિજોરી પડેલી જોઈને ખળભળાટ મચી ગયો.

પ્લોટમાંથી તિજોરી કાઢવાની વાત મળતા જ તેને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ. પરંતુ તિજોરી ખુલવામાં આવી અને ખાલી નીકળી એટલે તેનાથી લોકોમાં ઘણી નિરાશા જોવા મળી. સુચના મેળવીને પ્રભારી નિરીક્ષક ધર્મપાલ સિંહ ફોર્સ સાથે સ્થળ ઉપર પહોંચ્યા અને તપાસ કરી, પરંતુ કાંઈ હાથ ન લાગી શક્યું.

ચન્દોસી ધર્મપાલ સિંહનું કહેવું છે કે, રુસ્તગી મોહલ્લામાં પ્લોટનું ખોદકામ કરતી વખતે લોખંડની જૂની તિજોરી નીકળવાની માહિતી ઉપર પોલીસે ટીમ સાથે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરી, પરંતુ હકીકતમાં કોઈ ખજાનો હતો કે નહિ? તેની પ્રીષ્ટિ નથી થઇ શકી, ન તો આ સંદર્ભમાં કોઈ માહિતી મળી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.