જામનગરનાં પ્રખ્યાત તીખા ધુઘરા બનવાની રીત, બનાવો ઘરેજ સ્વાદિષ્ટ અને હેલ્ધી ઘુઘરા.

0

આજે આપણે બનાવીશું જામનગરના ટેસ્ટ ફૂલ ઘૂઘરા. આ ઘઘરાનું આવરણ પણ ઘણું જ સરસ હોય છે અને મસાલાદાર હોય છે. તો આવો આ ઘૂઘરા ઘરે કેવી રીતે બનાવવા તે જાણીએ.

સૌથી પહેલા તેનો લોટ લેવાનો, અહિયાં ૫૦૦ ગ્રામ મેંદો ચાળીને લીધો છે, અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું, અને પાંચ થી છ ચમચી જેટલું તેલ લીધું છે. પહેલા તેને સરસ રીતે મિક્ષ કરી લેવાનું છે, હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું, અને તેનો લોટ બાંધવાનો છે. સામાન્ય પાણી જ લીધું છે.

અહિયાં, રોટલી કરતા થોડો કઠણ આને પરોઠા કરતા થોડો ઢીલો એવો આનો લોટ બાંધવાનો છે, અને થોડું પાણી હાથમાં લઈને તેને મસળી લઈશું, થોડું તેલ લઈ લઈએ અને બે થી ત્રણ મિનીટ સુધી લોટને મસળવાનો છે. લોટ બંધાઈને તૈયાર છે. તેને ઢાંકીને દસ મિનીટ રહેવા દઈએ.

૫૦૦ ગ્રામ બટેટા લઈને બાફીને, છીણી લીધા છે. જે જૈન હોય તે કેળા લઈ શકે છે. એક કપ જેટલા સફેદ બાફેલા વટાણા નાખવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, ધાણાજીરું ઉમેરીશું લગભગ અડધી ચમચી, અડધી ચમચી હળદર ઉમેરવાની છે, બે ચમચી જેટલો ગરમ મસાલો લઈશું, જે આપણે દાળ શાકમાં વાપરીએ તે જ લેવાની છે. થોડી સમારેલી કોથમીર ઉમેરવાની, બધું સરસ રીતે મિક્ષ કરી લઈએ, સ્ટફીક પણ તૈયાર છે.

હવે એક લાલ ચટણી બનાવવાની છે. તેના માટે દસ થી પંદર સુકા લાલ મરચા લેવાના છે. અડધો કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી દીધા હતા, તો તે એકદમ સોફ્ટ થઈ ગયા છે, મીક્ષરનું નાનું જાર લેવાનું છે અને તેમાં પલાળેલા મરચા પાણી વગર નાખવાના છે.

જે લોકો લસણ ખાતા હોય તે આમાં ચારથી પાંચ કળી લસણ પણ નાખી શકે છે. થોડું મીઠું નાખીશું, એક થી બે ચમચી જેટલું પાણી નાખવાનું છે, હવે તેને ક્રશ કરી લઈએ, ચટણીને એક બાઉલમાં લઈ લઈશું. મીડીયમ થીકનેશ રાખવાની છે, હવે લોટ તરફ આવીએ તે સરસ રીતે પલળી ગયો છે ફરીથી તેને મસળી લો, લોટ અને સ્ટફિંગ બન્ને તૈયાર છે.

હવે ઘૂઘરા બનાવવાનું શરુ કરીશું આમાંથી એલ લુવો બનાવીને મીડીયમ સાઈઝનો આપણે પરોઠા બનાવીએ છીએ એવો લુવો બનાવવાનો છે, આની પૂરી વણીશું ગોળ પૂરી નથી વણવાની લંબગોળ પૂરી વણી લેવાની છે આમાંથી. અને તેની મીડીયમ થીંક રાખવાની છે, આવી રીતે તમારે પૂરી વણવાની છે.

હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ મુકીશું, જરૂર લાગે તો થોડું પાણી લગાવી દેવું કિનારી ઉપર, હવે તેનું ઉપરનું લેવલ આવી રીતે શીલ કરી દેવાનું છે, કિનારી સારી રીતે શીલ થવી ખુબ જ જરૂરી છે.

હવે તેના હાથમાં લઈને કિનારી ઉપર આ રીતે ડીઝાઈન બનાવવાની છે, લોટને થોડો પ્રેસ કરતા જવું અને ફોલ્ડ કરવાનું છે, અને જો આવી રીતે ન ફાવે તો ઘૂઘરાના ફોલ્ડ પણ બજારમાં મળતા હોય છે, તેના વડે પણ તમે બનાવી શકો છો. છેલ્લે જે લોટ વધે તેને પાછળ દબાવી દેવાનો છે. તો આ રીતે ઘૂઘરા બનીને તૈયાર થશે.

તેલ ગરમ કરવા મૂકી દીધું છે, જે ઘૂઘરા બનાવ્યા છે તેને ફ્રાઈ કરીએ, તેલ વધારે ગરમ ન હોય ત્યારે જ તેને ફ્રાઈ કરવાના છે, ગેસ ધીમો જ રાખવાનો છે, ચારથી પાંચ મિનીટ પછી તેને ફેરવી લઈશું, દર ત્રણ ચાર મીનીટે તેને ફેરવતા રહેવાનું, અને સરસ ગોલ્ડન બ્રાઉન અને કેસરી થાય ત્યાં સુધી તેને તળવાના છે.

ગેસ ધીમો જ રાખવાનો છે, ઘૂઘરા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તેને એક પ્લેટમાં લઈ લઈએ, ઘૂઘરા તળાઈ ગયા છે. તેને સર્વ કરીશું, ચમચીથી કે હાથથી તેને થોડા ક્રેક કરી ને જોઈ શકીએ છીએ કે તે બરાબર બની ગયા છે. હવે તેમાં ખજુર આંબલીની ચટણી નાખવાની છે, બે ચમચી જેટલી ચટણી દરેક ઘૂઘરામાં નાખી દઈશું.

હવે કોથમીર મરચાની ચટણી તેમાં નાખશું, જે લાલ ચટણી આપણે બનાવી તે નાખીશું, હવે નાઈલોન સેવ નાખવાની છે, થોડી મસાલા શીંગ નાખીશું, જે લોકો ડુંગળી ખાતા હોય તે ડુંગળી પણ નાખી શકે છે. થોડી સમારેલી કોથમીર નાખો, હવે આ ઘૂઘરા સર્વ માટે તૈયાર છે.