ટ્રાફિકના મોટા દંડ માટે મહેશ બાબુને જવાબદાર ગણતા લોકોને મહેશ બાબુએ આપ્યો જોરદાર જવાબ.

0

મહેશ બાબુ આ નવા નિયમો માટે જવાબદાર ગણાવવા આવ્યા તો અભિનેતાથી સહન ન થયું. થોડા દિવસો પહેલા જ દેશની જીડીપી ઘટી ગઈ છે અને એટલી ઘટી છે કે તેમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગી શકે છે. હજુ મંદીનો માર દેશ સહન કરી રહ્યો હતો કે તેવામાં મોટા ચલણનો કાયદો સામે આવી ગયો. હવે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર જો કોઈ પણ પેપર સાથે નહિ હોય, તો તેને ૫૦૦૦-૧૦,૦૦૦ કે પછી તેનાથી વધુ દંડ પણ લાગી શકે છે.

ચારે તરફ આ કાયદાની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે અને લોકો દુઃખી પણ ઘણા છે, તેમાં વચ્ચે સાઉથ અભિનેતા મહેશ બાબુનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તે ફિલ્મમાં મહેશ બાબુ કાંઈક એવી જ ચલણ વ્યવસ્થા બનાવવાની વાત પોતાના ડીપાર્ટમેન્ટમાં કરે છે. હવે સોશિયલ મીડિયા ઉપર ટ્રાફિકના મોટા ચલણ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે મહેશ બાબુ. પરંતુ હવે અભિનેતાએ પોતાનું મૌન તોડી નાખ્યું છે.

ટ્રાફિક માટે મોટા ચલણ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે મહેશ બાબુ

૧ સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે અને ત્યાર પછી જ લોકોમાં દોડધામનું વાતાવરણ ઉભું થયું છે. આ ચલણોની કિંમત ૨૫ હજાર રૂપિયાથી ૬૦ હજાર રૂપિયા સુધીની વાત સામે આવી છે. તેવામાં જયારે સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને આ નવા નિયમો માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. જે તે અભિનેતાથી સહન ન થયું. ખાસ કરીને મહેશ બાબુની ફિલ્મની થોડી ક્લિપ્સ ઝડપથી વાયરલ થઇ રહી છે કે તેમાં એક તરફ ટ્રાફિક નિયમો તોડવાનો દંડ વધારવાની વાત કરી રહ્યા છે અને જે આજે કાયદો બન્યો છે તે એકદમ સરખા જ છે.

મહેશ બાબુની ફિલ્મ ‘ભારત અને નેનુ’ ને રીલીઝ થયે એક વર્ષ થઇ ગયું છે અને ફિલ્મમાં મહેશ બાબુએ સીએમનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે અને આ સીનમાં મહેશ બાબુ ખાસ કરીને સીએમ અધિકારીઓને ટ્રાફિક નિયમો તોડવા વાળાને પાઠ ભણાવવાની વાત કરી રહ્યા છે, તેના માટે લોકો પાસે દંડ વસુલ કરવાના આદેશ આપી રહ્યા છે. જે આજની સ્થિતિ ઉપર ફીટ બેસે છે. ઉપર જુવો તે કલીપ.

હવે સીનના વાયરલ થયા પછી જ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ મહેશ બાબુ અને તેમની ફિલ્મના નવા ટ્રાફિક નિયમો માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે મહેશ બાબુને કારણે જ સરકારને ટ્રાફિક નિયમોનો આઈડિયા આવ્યો હશે. અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયોના વાયરલ થતા મહેશ બાબુના પ્રશંસકોએ ફિલ્મની જ એક કલીપ શેર કરવાનું શરુ કરી દીધું. આ કલીપ મહેશ બાબુની ફિલ્મ ‘ભારત અને નેનું’ ની છે.

સોશિયલ મીડિયા ઉપર આ ફિલ્મની કલીપ આવવા ઉપર મહેશ બાબુએ એક ઈન્ટરવ્યું આપ્યો, જેમાં તેમણે જણાવ્યું, હું કાંઈક સંદેશ અને પ્રેરણા આપવા વાળી ફિલ્મો બનાવવાનો પ્રયાસ કરું છું. મારો પ્રયાસ રહે છે કે મારી વિચારસરણી લોકો સુધી પહોચી શકે અને તેમના કાર્યમાં ફેરફાર લાવી શકું. અને મહેશ બાબુની પત્ની નમ્રતાના જણાવ્યા મુજબ, ટ્રાફિક નિયમો તોડવાનો દંડ લગાવવાના નિર્ણયથી જે બેદરકારી પૂર્વક ગાડી ચલાવે છે તેને બોધપાઠ મળશે.

ઘણા લોકોને લાગે છે કે લોકોના ખિસ્સાને ઝટકો લગાવનારો ટ્રાફિક નિયમ મહેશ બાબુને કારણે આવ્યો છે પરંતુ ફિલ્મો માંથી થોડી સારી બાબતો શીખવા મળે છે, તો એવી ફિલ્મોની પ્રસંશા કરવી જોઈએ નહિ કે તેની મજાક ઉડાવવી જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.