ધોનીના આઉટ થવાથી કેમેરામેનના રડી પડવાવાળા વાયરલ ફોટાનું સત્ય

0

ફોટાને લઈને હંમેશા એવું કહેવામાં આવે છે કે, એક ફોટો હજાર શબ્દો બરોબર હોય છે. ઘણી વખત એવા ફોટા પાડવામાં આવે છે જે આપણા મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. વિશ્વકપની સેમીફાઈનલ મેચમાં પણ કાંઈક એવું જ થયું. વિરાટને ગુસ્સો આવવો, રોહિતનું રડવું, તેનું માથું નીચું કરવું કે પછી ખેલાડીઓનું દુઃખી થવું વગેરે વગેરે. મેચ દરમ્યાન કેમેરા મેને ઘણા ફોટા પાડ્યા જે રમત પ્રેમી ભાગ્યે જ પોતાના જીવનમાં ભૂલી શકે.

તે ફોટામાંથી એક ફોટો ધોનીના રનઆઉટનો પણ છે. આ ફોટો પાડવાનો રંજ દેશના દરેક નાગરિકને રહેશે. બધા એવું જ વિચારી રહ્યા છે કે, કદાચ આ ફોટો ન પડ્યો હોત, કદાચ ધોની આઉટ ન થાત અને ભારત સેમીફાઈનલમાં જીતી જાત. પરંતુ એવું ન થઇ શક્યું. કહેવત છે ને કે, જે વીતી ગયું તેને બદલી નથી શકાતું.

ધોનીના રનઆઉટ થયા પછી ટીમ ઇન્ડિયાની હાર થઇ અને સોશિયલ મીડિયા ઉપર ધોની સાથે જોડાયેલા પોસ્ટરોનું પુર આવી ગયું. કેમ કે આ મેચમાં ધોની અને જાડેજા જ હતા જે ૯૨ રન ઉપર ૬ વિકેટ પડ્યા પછી ન્યુઝીલેન્ડના બોલરો સામે ટકી રહ્યા.

મેચ પૂરી થયા પછી સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રકારના ફોટા અને પોસ્ટર આવ્યા, જે જોઇને કોઈ પણ લાગણીશીલ બની જાય. એ ક્રમમાં સોશિયલ મીડિયા ઉપર એક યુઝરે ધોની અને કેમેરામેનનો ફોટો શેર કર્યો. આ ફોટાને જોઇને એવું લાગી રહ્યું છે, કે ધોનીના આઉટ થયા પછી કેમેરામેન પણ રડી પડ્યો.

આ ફોટાને શેયર કરીને એક યુઝરે લખ્યું કે, “ડીયર કેપ્ટન, તમે હંમેશા વિરાટના કેપ્ટન રહેશો. તમે હંમેશા રોહિતના કેપ્ટન રહેશો. તેની સાથે જ અન્ય કોઈ ફરક નથી પડતો, તમે હંમેશા અમારા કેપ્ટન રહેશો. હકીકતમાં અમને બીજી તક મળશે. પરંતુ બીજી વખત આ અવાજનો જુસ્સો નહિ હોય. માહી, માહી, માહી, ફોટા બધું જ રજુ કરી રહ્યા છે.”

આ ફોટાને એક બીજા યુઝરે પણ શેયર કર્યો. પ્રભાત શર્મા નામના યુઝરે પણ આ ફોટાને શેયર કરતા લખ્યું ‘પિક્ચર સ્પીકસ લાઉડર ધેન વર્ડ્સ’ એટલે કે આ ફોટો શબ્દો કરતા પણ વધારે જોરથી બોલી રહ્યો છે. ટ્વીટર ઉપર જો નજર કરશો તો આ ફોટો ધડાધડ શેયર થઇ રહ્યો છે. ઢગલાબંધ યુઝર્સ અલગ અલગ કેપ્શન સાથે આ ફોટાને શેર કરી રહ્યા છે. વખાણમાં લખાયેલું વાંચી રહ્યા છે. પરંતુ તે બધા વચ્ચે એક યુઝરે આ ફોટાનું સત્ય દર્શાવ્યું.

આ ફોટો ઈરાકી જર્નાલીસ્ટ મોહમ્મદ અલ-અજ્જાવીનો છે. અને આ પાડવામાં આવેલો ફોટો ગયા વર્ષે જાન્યુઆરીમાં ફૂટબોલ એશિયા કપ દરમિયાન જયારે ઈરાકની ટીમે કતરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારનો છે. ૧૬ માં રાઉન્ડમાં હાર મેળવ્યા પછી ફોટોગ્રાફર અલ-અજ્જાવી પોતાના આંસુ ન રોકી શક્યા. આ ફોટો તે દરમિયાન ઈજીપ્ટીયન ફોટોગ્રાફર સઈન હસને પાડ્યો હતો.

આ ફોટાનું સત્ય સામે આવ્યા પછી યુઝરે પણ રીપ્લાઈ કર્યું, અને જાણકારી આપી કે તેને ફોટો ખોટો હોવાની જાણકારી પહેલેથી હતી જ. ફોટો બસ સેંટીમેંટને કારણે જ શેયર કરવામાં આવ્યો છે.

હવે ધોની સાથે ફોટો જોડાયા પછી ઘણા યુઝર્સ પણ સ્ક્રીનશોટ સાથે આ ફોટાનું સત્ય શેયર કરી રહ્યા છે. તેઓ જાણકારી આપી રહ્યા છે કે, લોકો આ ફોટાને ધોની સાથે જોડીને ન ફેલાવે. આમ તો આ ફોટોગ્રાફર સાથે ધોનીનો ફોટો દરેક જગ્યાએ વાયરલ થઇ રહ્યો છે. અને લોકો ધડાધડ શેયર પણ કરી રહ્યા છે. કેમ કે બાબત લાગણી સાથે જોડાયેલી છે.