વડોદરામાં ધોરણ 6 માં ભણતી છોકરીનું અપહરણ થયું હતું, આ રીતે પોતાનો જીવ બચાવીને પાછી ઘરે આવી

0

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. મિત્રો કોઈનું અપહરણ કરીને એના બદલામાં ખંડણી માંગવાનું કામ ગુનેગારો ઘણા સમયથી કરતા આવે છે. આમ તો એવા ઘણા બધા ગુનેગારોને પોલીસે પકડીને સજા કરી છે, છતાં પણ લોકો પૈસા મેળવવા આવા ખોટા રસ્તા અપનાવે છે. અને દેશમાં આવા ગુનેગારોનું પ્રમાણ વધી રહ્યું છે.

હાલમાં વડોદરામાં એવી જ એક ઘટનાને અંજામ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ એવું કરનાર ગુનેગાર નિષ્ફળ રહ્યા. આ વાત છે ગાજરાવાડી-પાણીગેટ રોડ પરની. સોમવારની સાંજે આ રોડ પર આવેલા ભારત સુગંધી સ્ટોર સામેથી ટયૂશન જતી એક છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીનીનું એકટીવા પર સવાર બે યુવાનોએ અપહરણ કર્યુ હતું. પણ એ છોકરી અપહરણકારોને ચકમો આપીને ભાગી છૂટવામાં સફળ રહી હતી, જેને લીધે તેના પરિવાર પર મોટું સંકટ આવતા આવતા રહી ગયું હતું.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, વાડી વિસ્તારમાં રહેતી એ છોકરી જેનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, મારી દીકરી રોયલ એપાર્ટમેન્ટમાં ટયૂશન જાય છે. અને ૭ તારીખે મારી પડોશમાં રહેતા મારા મિત્રએ મારી દીકરીને બરાનપુરામાં જોઈ હોવાનું જણાવ્યું હતું. એટલે મેં મારા દીકરાને તેના ટયુશનમાં તપાસ કરવા મોકલ્યો, ત્યારે ટયુશનના શિક્ષકે તે ટ્યુશનમાં આવી ન હોવાનું જણાવ્યુ હતું.

આથી અમે તેની શોધખોળ શરૂ કરી હતી. એ પછી મારી દીકરી સાંજે સાડા છ વાગ્યે ઘરે આવી. મેં તેની સાથે વાત કરીને બધી પુછપરછ કરી હતી. ત્યારે તેણે મને જણાવ્યું હતું કે, હું ટયુશન જતી હતી ત્યારે ગાજરાવાડી-પાણીગેટ રોડ પરના ભારત સુગંધી સ્ટોર સામે એક યુવક આવ્યો હતો. તેણે મારો હાથ પકડ્યો અને જબરજસ્તી એકટીવા લઇ ઉભેલા બીજા એક યુવકની પાછળ બેસાડી દીધી અને મારા હાથ-મોં બાંધી દીધા હતા.

એ પછી તેઓ મને બરાનપુરા લાવ્યા હતા. ત્યાં એકટીવા ચલાવનારના ભાઈના મોબાઇલ પર ફોન આવતાં તે ફોન લઇને દૂર ગયો હતો. અને જયારે મને એકટીવા ઉપરથી નીચે ઉતારનાર યુવાને મારા હાથ છોડી દીધા, તો હું તેને બચકુ ભરીને ત્યાંથી ભાગી ગઈ અને નજીકની એક ગલીમાં જઇને સંતાઇ ગઇ હતી. પછી ત્યાંથી હું ચાલતી ચાલતી ઘરે આવી છું. છોકરીના પિતાએ એને એમના દેખાવ વિષે પૂછ્યું તો તેણે જણાવ્યું હતું કે, તે બંને જણાએ મોં પર રૂમાલ બાંધેલો હતો અને ચશ્માં પણ પહેર્યા હતા. પોલીસે અજાણ્યા યુવાનો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ શરુ કરી છે.

મિત્રો, જો તમને અમારા દ્વારા રજુ કરવામાં આવતા ક્રાઇમના લેખની કોલમ સારી લાગતી હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.