દીકરાની સારવાર માટે જોઈએ 2 કરોડનું ઇન્જેક્શન, પોતાનું બધું વેચી ચુક્યો છે આ પિતા

0

ઉંમર ૬ વર્ષ અને એક એવી દુર્લભ બીમારી જેનો ઈલાજ આખા દેશમાં નથી. જીવ બચાવવો છે તો વિદેશથી મંગાવવા પડશે બે કરોડ રૂપિયાના ઇન્જેક્શન. આ સત્ય છે ઉત્તર પ્રદેશના ઇટાવાના રહેવાસી દેવનું. દેવ આ દુનિયાની દુર્લભ બીમારીઓમાંથી એક હંટર સિન્ડ્રોમથી પીડિત છે. તેના પિતાએ તેના ઈલાજ માટે પોતાની સંપૂર્ણ જમીન વેચી દીધી છે. પરંતુ છતાંપણ ૭૦ લાખ રૂપિયાની વ્યવસ્થા થઇ શકી છે. મજબુર પિતાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરી, તો ત્યાંથી પણ માત્ર પાંચ લાખ રૂપિયા જ મંજુર થયા.

જાણકારી મુજબ આ બીમારી 2 લાખ બાળકોમાંથી 1 બાળકમાં જોવા મળે છે. દેવ ઉત્તર પ્રદેશનો એકમાત્ર બાળક છે, જે આ વિચિત્ર એવી બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. તેના પિતા જગતરામને પહેલી વખત આ બીમારીની ખબર ત્યારે પડી જયારે દેવ ૪ વર્ષનો હતો, અને તેના ઈલાજ માટે એને દિલ્હીના એમ્સમાં લઇ ગયા હતા.

અમેરિકાથી આવશે ઇન્જેક્શન, પરંતુ ઈલાજની કોઈ ગેરંટી નહિ :

હંટર સિન્ડ્રોમ બીમારીનો ઈલાજ કરાવવા માટે એક વેક્સીનની જરૂર પડે છે, જે માત્ર અમેરિકા અને કોરિયામાં જ મળે છે. એક ઇન્જેક્શનની કિંમત લગભગ ૧,૯૨,૭૭,૬૪૮ રૂપિયા છે. પરંતુ તેમછતાં પણ દેવના સાજા થવાની કોઈ ગેરંટી નથી. એમ્સના ડોકટરોના જણાવ્યા મુજબ આ વેક્સીનનું નામ ઈલાપ્રાસ છે, અને તેની અસર વધુમાં વધુ પાંચ વર્ષ સુધી રહે છે.

૭૦ લાખ રૂપિયા થઇ ગયો છે ખર્ચ :

દેવના કુટુંબીજનોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં લગભગ ૭૦ લાખ રૂપિયાનો ખર્ચ થઇ ગયો છે. તેના માટે પૂર્વજોની જમીન પણ વેચી દેવામાં આવી છે. જગતરામે જણાવ્યું કે, હવે મારી પાસે વેચવા માટે કાંઈ જ રહ્યું નથી. તેમણે જણાવ્યું કે એમ્સના ડોકટરો પાસેથી માહિતી મળી હતી કે, બિહારમાંથી એક બાળક આ બીમારીથી પીડિત હતો. તે ઇન્જેક્શન લગાવ્યા પછી તેને ઘણી રાહત મળી. તેમણે કહ્યું કે અમે મદદ માટે સીએમ કાર્યાલયમાં પણ સંપર્ક કર્યો હતો પરંતુ, ત્યાંથી માત્ર પાંચ લાખ રૂપિયાની જ મદદ મળી શકી.

હંટર સિન્ડ્રોમને ટ્રાયસોમી 21 અને ડાઉન સિન્ડ્રોમના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બીમારી માનસિક વિકલાંગતા સાથે જોડાયેલી છે. તેમાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ નબળો પડી જાય છે. આ બીમારીમાં માથાનો આકાર અસામાન્ય એવો મોટો થઇ જાય છે, હોઠ જાડા થઇ જાય છે. જીભ બહાર આવી જાય છે અને હાડકાઓમાં પણ વિકાર આવી જાય છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.