વરરાજા વરવધુ સાથે બધા લોકો ફોટા પડાવવામાં વ્યસ્ત હતા, ત્યારે થયું કઈક આવું કે…

0

લગ્નના જાત જાતની ઘટના ઓમાં આજે એક નવી ઘટના સામે આવી છે. જી હા જાણવામાં આવેલ છે કે સોમવારે રાત્રે અજમેરના ક્રિશ્ચીયનગંજ માં એક લગ્ન દરમિયાન એક ઘટના બની હતી. આ કિસ્સાની તપાસ દરમિયાન પોલીસે જણાવ્યું કે અજમેરના નલા બજારના રહેવાસી શોભરાજ ના પુત્ર નો લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. એવામાં ખુબ મોટી સંખ્યામાં મહેમાન ત્યાં હાજર હતા. ત્યાં સુધી તો બધું બરોબર ચાલી રહ્યું હતું. ત્યાર પછી સ્ટેજ ઉપર વરરાજા અને વરવધુ નો ફોટો સેશન શરુ થયું. તે દરમિયાન સૌની નજર નવા જોડા ઉપર જ કેન્દ્રિત હતી. તે પરિવાર વાળા પણ ફોટા પડાવવામાં વ્યસ્ત હતા. બરોબર તે સમયે એક છોકરો સ્ટેજ ની પાછળ થી આવ્યો અને ગુલાબી રંગની બેગ લઈને સૌની આંખો સામેથી નીકળી ગયો.

જાણવા મળ્યા મુજબ કે તે બેગમાં લગભગ નવ લાખ રૂપિયાના કિંમતી ઘરેણા અને દોઢ લાખ રૂપિયા રોકડા પણ હતા. પછી ફોટો સેશન પછી જયારે વરરાજાના પિતા પોતાની પત્ની પાસે તે બેગ વિશે પૂછ્યું તો બધા તેને શોધવામાં લાગી ગયા. પણ એટલું શોધવા છતાં પણ તે ન મળી. જેને લઈને લગ્નમાં હોઆપો થઇ ગયો અને બધા લોકો એક બીજાની સામે જોવા લાગ્યા.

ત્યાર પછી પોલીસને બોલાવી અને પોલીસે આવતા જ સીસીટીવી ફૂટેજ જોયા. પણ કાંઈજ હાથ ન લાગ્યું. પછી જયારે પોલીસે ફોટોગ્રાફી કરી રહેલ કેમરામેન ના કેમેરામાં જોયું તો તે છોકરો બેગ લઇ જતો દેખાયો. તે ઉપરાંત ફોટામાં જેવામાં આવ્યું કે કેવી રીતે તે છોકરો દીવાલ કુદીને નીકળી ગયો. જણાવી દઈએ કે ગુન્હામાં તેની સાથે ત્રણ ચાર બીજા સાથી પણ જોડાયેલા હતા.

જાણવા મુજબ કે આ સમારંભ સ્થળ ઉપર ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં થોડા આવા જ ચોરોની ટુકડી એ લગભગ દસ લાખ રૂપિયાના ઘરેણા અને રોકડા થી ભરેલી હેન્ડ બેગ પણ ચોરી લીધી હતી. આ ઘટના ને બાર થી ચૌદ વર્ષના નવયુવાનો એ પાર પાડી છે. આમ તો પીડિતોએ સીસીટીવી કેમેરાની ફૂટેજ માં તે નવયુવાનો ને ઓળખી લીધા હતા. તે પોલીસે તે ફૂટેજના આધારે ચોરને પકડવાનો દાવો કર્યો હતો, પણ આઠ મહિના પછી પણ કાંઈજ હાથ લાગી શક્યું નથી. ખરેખર તે સમયે તો પોલીસ કાંઈજ કરી શકી નથી, પણ આશા છે, કે આ વખતે ચોર જરૂર પકડાઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here