વસ્તી વધારવા માટે થઈ જાહેરાત, આઈલેંડમાં મળશે મફત ઘર અને દર મહીને 40 હજાર, જાણો વધુ વિગત

0

દુનિયામાં ઘણા દેશો એવા છે. જ્યાં ઘણો વસ્તી વધારો જોવા મળે છે, અને ઘણા દેશો એવા પણ છે. જ્યાં વસ્તી ઘણી ઓછી છે. અને ઘણા દેશો એવા પણ છે, જે પોતાના દેશમાં વસ્તી વધારવા માટે અવનવા અખતરા કરતા રહે છે, અને ઘણા દેશો એવા પણ છે. જે પોતાના દેશમાં વસ્તી વધારવા માટે અનેક પ્રકારની સુવિધા પણ પૂરી પાડે છે.

મિશ્રના આઈલેંડ એંતિકેથેરા માટે સરકારે બહાર પાડી ઓફર, હાલમાં અહિયાં ૨૪ લોકો રહે છે.

ચાર પરિવારોએ રહેવા માટે અત્યાર સુધી અરજી કરી

એથેંસ, ગ્રીસના આઈલેંડ એંતીકેથેરા ઉપર વસ્તી વધારવા માટે સરકારે લોકોને ઓફર કરી છે. અહિયાં રહેવા માટે તમને મફતમાં ઘર અને જમીન સાથે પહેલા ત્રણ વર્ષ સુધી દર મહીને ૫૬૫ ડોલર એટલે લગભગ ૪૦ હજાર રૂપિયા પણ મળશે. ક્રેટ આઈલેંડ પાસે વસેલું એંતિકેથેરા પોતાના સ્વચ્છ પાણી અને ખડગો માટે પ્રસિદ્ધ છે.

આ આઈલેંડ ૨૦ ચોરસ કી.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને લગભગ ૨૪ લોકો રહે છે. સરકારને ડર છે કે આ લોકો પણ આ વિસ્તારને છોડી શકે છે. એટલા માટે અહિયાંની ઓર્થોડોક્સ અને લોકલ ગવર્મેન્ટે આ જાહેરાત કરી છે.

બેંકિંગ ફિશિંગ અને કન્ટ્રકશનથી લોકોને થશે કમાણી

૧. આઈલેંડમાં રહેવાની ઓફર ઘણા લોકોને પસંદ પણ આવી છે. હજુ સુધી ચાર કુટુંબે તેના માટે અરજી કરી ચુક્યા છે. ત્યાર પછી અહિયાં ઘણા સમયથી બંધ થઇ ગયેલી સ્કુલ પણ ખુલી ગઈ છે. સ્કુલ ખોલ્યા પછીથી આઈલેંડમાં રહેવા વાળાને રાહત મળી છે.

૨. તેમને આશા છે કે એક વખત ફરીથી અહિયાં લોકો રહેવા આવશે. હાલ આઈલેંડનું પોતામોસ એવું ગામ રહેલું છે, જ્યાં કોઈ રહેતું નથી, એટલા માટે અહિયાં બેંકિંગ, ફાર્મિંગ, ફિશિંગ અને કંસ્ટ્રકશન સાથે જોડાયેલા લોકોને બોલાવવામાં આવી રહ્યા છે.

૩. સ્થાનિક કાઉન્સિલના પ્રેજીડેંટ આંદડ્રેજ ચેરચેલકિસના જણાવ્યા મુજબ, બેંકિંગ, કંસ્ટ્રકશન અને ફિશિંગ એવો ધંધો છે, જેમાં આપણે સારી કમાણીનું આશ્વાસન આપી શકીએ છીએ. અહિયાં રહેવા માટે અરજી કરવા વાળા લોકોએ થોડી સરળ શરતો માનવાની રહેશે, જે સ્થાનિક સરકાર લાગુ કરશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.