સાપ્તાહિક રાશિફળ : બે શુભ યોગ બનવાથી 4 રાશિઓ માટે ફાયદાકારક રહેશે જુનનું છેલ્લું અઠવાડિયું

0

સાપ્તાહિક રાશિફળ : 24 થી 30 જૂન 2019.

મીન : કોઈ બાબત પર નિર્ણય ન લઈ શકવાના કારણે કૌટુંબિક માહોલ તણાવપૂર્ણ રહેશે. બિનજરૂરી ખર્ચાઓ આપનું પર આર્થિક ટેન્શન વધારશે. આપના નિર્ધારિત કાર્યોમાં અણધાર્યા અવરોધો આવતા વિલંબ થશે. હાલના તબક્કે કોઈપણ અગત્‍યનો નિર્ણય લેવો હિતાવહ નથી. જોકે દૂર વસતા મિત્ર કે સ્‍નેહીના સમાચાર કે સંદેશવ્‍યવહાર આપને લાભદાયી નીવડશે.

ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને આધ્‍યાત્‍મિકતાનો પ્રભાવ આપના પર વિશેષ રહેશે, અને તેના અભ્‍યાસ સંશોધનમાં પણ રસ લેશો. આ માર્ગે આપ મનની શાંતિ મેળવવા પ્રયાસ કરશો. ભાઇ બહેનો સાથે વધુ મનમેળ રહે. સગાં વહાલાં, મિત્રો વગેરેનું આપને ત્‍યાં આગમન થતાં આનંદ અનુભવાય. નાની મુસાફરી થાય. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે.નજીવી બાબતે આપના મન પર થોડી ચિંતાનો પ્રભાવ રહેશે.

માતા સાથે મનદુ:ખ થાય અથવા તેમનું સ્વાસ્થ્ય કથળી શકે છે. જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય તેની કાળજી રાખવી. અનિદ્રા અને સમયસર ભોજન ન મળે. અગત્‍યના દસ્‍તાવેજો ન કરવા. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસની ચિંતાથી આપનું મન વ્‍યગ્ર રહે. કેટલાક કાર્યોમાં નિષ્‍ફળતા કે વિલંબ થતા આપ હતાશ થશો. ગુસ્‍સો વશમાં નહીં રાખો તો સામે ચાલીને સમસ્યા વ્હોરશો.

મકર : કોઈની સેવામાં અથવા કોઈ જરૂરિયાતમંદને મદદ કરવા માટે આપ ખર્ચ કરશો અને તેનાથી આપને અનેરો આનંદ મળશે. નોકરી વ્‍યવસાયમાં બઢતી અને માનસન્‍માન પ્રાપ્‍ત થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યાપી રહેશે. આપના માટે લાભદાયી રહેશે. ગૃહસ્‍થ જીવનમાં સુખ શાંતિ રહેશે. પ્રણય સંબંધો વિકસશે. પ્રિયપાત્ર સાથે આવકના સ્‍ત્રોત પણ વધશે જેથી આપ આર્થિક મામલે ટેન્શન ફ્રી થઈ જશો.

વ્યવસાયિક ક્ષેત્રે ઉપરી અધિકારીઓ અને ઘરમાં વડીલોની મહેરબાની રહેશે. મિત્રો સાથે પિકનિક યોજશો. ઉત્તમ ભોજનની પ્રાપ્‍તિથી સંતુષ્‍ટ થશો. આપના માટે થોડો કષ્‍ટદાયક રહેશે. ખાસ કરીને આરોગ્‍યની ચિંતા રહેશે. કુટુંબના સભ્‍યો સાથે રકઝકના કારણે મનદુ:ખ થઈ શકે છે. અકસ્‍માતથી સંભાળવું.બધું આપની યોજના પ્રમાણે નિર્ધારિત સમયમાં અપેક્ષા પ્રમાણે પાર પડશે માટે આપને માનસિક હળવાશ રહેશે અને આર્થિક રીતે પણ સુગમતા રહેશે. સપરિવાર માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને.

પ્રવાસની, ખાસ કરીને કોઇ યાત્રાધામની મુલાકાત સંભવિત છે. સ્‍વજનો સાથેનું મિલન આપને હર્ષિત કરશે. દાંપત્‍યજીવનમાં નિકટતા અને મધુરતાનો અનુભવ કરશો. સમાજમાં આપના યશકીર્તિમાં વધારો થાય.દ્વિધાયુક્ત મનોસ્થિતિ અને ડહોળાયેલા કૌટુંબિક વાતાવરણને કારણે આપ થોડી પરેશાની અનુભવશો.

વૃશ્ચિક : આપને ધીરે- ધીરે દુનિયા રંગીન અને ફુલગુલાબી દેખાવા લાગશે. વિચારોમાં નવીનતા આવશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. ચિંતાઓમાં ઘટાડો થશે. નવા ટાર્ગેટ બનાવશો તેને આંબવા માટેની યોજનાઓ બનાવશો. એકદમ ફ્રેશ રહેવા પ્રયત્‍ન કરશો.ભ્રમણ, રોમાંસ, ભાગીદારી, નવા મોકાની તલાશ, ખ્‍યાતિ, ઉપલબ્‍ધિ આ બધું જ એક સાથે બને તો નવાઇ પામવાની બિલકુલ જરૂર નથી.

આપ આપની વાણીના પ્રભાવથી લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી શકશો. આપની બૌદ્ધિક સમૃદ્ધિ અન્યને પ્રભાવિત કરશે. મિત્રો, સગા સ્નેહીઓને મળવાનું તેમજ સામાજિક મિલનોમાં મળવાનું થશે. વ્‍યવસાયિક રીતે લાભદાયક સમય છે. આર્થિક લાભ થાય. એક્સપોર્ટ ઇમ્પોર્ટ સંબંધી બાબતોમાં સફળતા મળે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે.મનની દ્વિધાભરી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ છે. શરીર અને મનની સ્વસ્થતા ન જળવાય.

મન ચિંતાતુર રહે.આપને નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ હોવાનું જણાવે છે. ભાઇભાંડુઓથી લાભ થાય. કોઇની સાથે પ્રેમાળ લાગણીભર્યા સંબંધો બંધાય. પ્રિયપાત્રનું સાનિધ્‍ય મળે. આપ પરિવાર સાથે કોઈ સુંદર સ્થળે ફરવા જાવ તેવી પણ શક્યતા છે. હાલમાં આપના ખર્ચ વધશે પરંતુ મોજશોખ પાછળ નાણાં વપરાતા હોવાથી આપ ખુશ હશો.

કન્યા : વેપારીઓ તેમના બિઝનેસના આયોજન અને વિસ્‍તરણ માટે નક્કર પગલાં લઈ શકશે. નોકરીમાં પણ ઉપરીઓ આપની બઢતી માટે વિચારશે. ગૃહજીવનમાં આનંદ અને સંતોષ રહેશે. આરોગ્‍ય જળવાશે. પ્રેમનો સુખદ અનુભવ મેળવવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થાય. આપની આવકના સાધનોમાં વધારો થાય. અવિવાહિતોને સગાઈ અથવા લગ્‍નના યોગ જણાય છે. ઘરમાં માંગલિક કાર્યો થવાની પણ શક્યતા છે.આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્‍ટિએ આપના માટે લાભદાયી અને પ્રગતિમય જણાય છે.

આપ ગૃહસ્‍થજીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો. પ્રેમની સુખદ ક્ષણોનો અનુભવ થાય. જીવનસાથી કે પ્રિયપાત્ર સાથે રમણીય સ્‍થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. લગ્નોત્સુકો માટે લગ્‍નયોગ છે.પુત્ર અને પત્‍ની તરફથી આપને કંઇક લાભ મળે. આવકમાં વૃદ્ધિ તેમ જ વેપારમાં લાભ મળવાનો યોગ છે.આપના સ્‍વભાવમાં ગુસ્સો રહેવાના કારણે કોઇ સાથે વિખવાદ ન થાય તેનું ધ્‍યાન રાખવું. તંદુરસ્‍તી બગડી શકે છે.

અકસ્‍માતથી સંભાળવાની પણ સલાહ છે. વધુ પડતો ખર્ચ આપને આર્થિક ખેંચ કરાવી શકે છે. કોર્ટકચેરીના પ્રશ્‍નોમાં સાવચેતીભર્યું કદમ ઉઠાવવું.આપ તન-મનની સ્‍વસ્‍થતા જાળવી શકશો. પરિવાર કે સગાંસ્‍નેહીમાં ક્યાંક માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનું બને. માનસિક દ્રઢતાનો અભાવ વર્તાશે. સંદેશવ્‍યવહારથી આપને ફાયદો થાય.

કર્ક : સુરૂચિપૂર્ણ ભોજન અને સુંદર ૫‍રિધાનથી આપનું મન ખુશ રહેશે. વિજાતીય વ્‍યક્તિઓનો સહવાસ ગમશે. દાંપત્યજીવનનું સુખ આપ સારું માણી શકશો. વેપાર-ધંધામાં ભાગીદારીના કામકાજ લાભકારી બને.આપે ખાવા- પીવામાં થોડી કાળજી રાખવી પડશે. આપના આયોજન પ્રમાણે કેટલાક કાર્યો ન થતા મનમાં નિરાશા કે મનોમન રોષની ભાવના પણ થઈ શકે છે.

વધુ પડતો કાર્યબોજ હોય તેવું લાગ્યા કરે. શક્ય હોય તો હાલમાં નવા કામની શરૂઆત ન કરવી. માનસિક વ્યગ્રતાના કારણે આપના સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે.કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડતા. વ્‍યવસાયિક ક્ષેત્રે વિઘ્નો આવી શકે છે. ભાગ્‍ય સાથ ન આપતું હોય તેવું લાગે. હરીફો આપને પછાડવાનો પ્રયાસ કરશે માટે સતર્ક રહેજો. ગૃહસ્‍થજીવનમાં સ્થિતિ સારી રહેતા આપને થોડી હળવાશ મળી શકે છે.

પિતા અને વડીલ વર્ગ તરફથી માર્ગદર્શન મળે અને લાભ પણ થાય. આપ આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્‍ઠા મળવા સાથે પારિવારિક જીવનમાં પણ સુખ સંતોષની લાગણી અનુભવશો. આપના પર લક્ષ્મીજીના ચાર હાથ રહેવાથી આર્થિક પ્રશ્નો ઉભા થશે જ નહીં. એક વાત યાદ રાખજો કે આજે વાવેલું કાલે લણી શકાય છે માટે સારા સમયમાં થોડી બચત કરશો તો ફાયદામાં રહેશો.

વૃષભ : તમે જ્યારે બીજાની સાર-સંભાળ આપ લો છો ત્‍યારે આપ ખચકાતા પણ નથી અને નિ:સ્‍વાર્થ ભાવે મોં બગડયા વગર સેવા કરો છો તે પ્રશંસાને પાત્ર છે અને સામે તમે પ્રશંસાની આશા પણ નથી રાખતા.ચિંતા, ગભરાટ એક પ્રકારની ખોટી બેચૈની રહેશે પણ આ જ સમય છે તમારે તમારી જાતને ઓળખવાનો, સમજવાનો અને અંદર રહેલા તમારા આતમને ઢંઢોળવાનો.

તમને અમુક મુદ્દાઓ કે અમુક રિલેશનમાં મોહભંગ થાય તેવું બને. પરંતુ આપ અંગત સંબંધો અને વ્‍યાપક પરિચયનો ઉપયોગ કરતા રહેશો અને જીવનની માંગો અને પ્રતિજ્ઞાઓ સાથે પૂરી માનસિકતા અને પરિપક્વતા સાથે આગળ વધશો. જીવનને અર્થપૂર્ણ દ્રષ્ટિથી જોવાનો સ્‍વભાવ આપને એક અલગ અને મોટા મુકામ સુધી લઇ જશે.

તમારો લક્ષ્યવેધી સ્‍વભાવ તમને જીવનમાં સારા અને ખોટા બંને પરિણામો આપે છે અને આપ પણ સામે તેની તૈયારી કરી જ રાખો છો તે સારી વાત છે.મક્કમતાથી નિશ્ચિત સમયપત્રક સાથે ચાલીને સમયનો સદુપયોગ કરવાનો છે.વ્‍યાપાર સંબંધી કામકાજો, વ્‍યસ્‍ત ટાઇમ ટેબલ, થોડો રોમાન્‍સ, મુલાકાતો અને સહયોગને લગતા કામકાજ થશે

મેષ : શેરસટ્ટાકીય ક્ષેત્રથી ઘણી મહેનતને અંતે લાભ રહે. પરંતુ જો જરાક પણ ચૂક્યા તો આખું વર્ષ બેસી ન રહેવું પડે તે જોવું. સ્થાવર મિલકતમાં વધારો થાય. સંતાન અંગે ચિંતાઓ રહે. આર્થિક તેમ જ સામાજિક સુખાકારી માટે થોડી મહેનત કરવી પડે. વિદ્યાપ્રાપ્તિમાં વિઘ્નો કે રૂકાવટ આવે. મિત્રોથી મનમેળ ઓછો રહે. ધનહાનિ કે ધનવ્યય થવાના યોગો બને.

આપનું ધ્યાન સામાજિક, પારિવારિક ગતિવિધિઓ, સંબંધો તથા જૂની-નવી ઓળખાણોને મજબૂત કરવામાં હશે.આપ કાર્યક્ષેત્રમાં વધારે કામ લેશો અને પહેલા કરતા વધારે કામ ખેંચવા પ્રયત્ન કરશો અને તેનો ઉચિત લાભ પણ મળશે.આપ એ સમજી શકશો કે મિત્રતા અને સામાજિક જીવન માટે આપે સમય આપવો જોઈએ. ફક્ત કામ કર્યા કરવું નિરર્થક છે.

ભલે તે કામમાં આનંદ આવે તો પણ મિત્રો, બીજા જોડે વહેંચવા માટે મનોરંજન અને સુખ પણ હોવું જોઈએ.આપ ઘણા વ્યસ્ત રહેવાના છો. આર્થિક અને પારિવારિક બંને મોરચા પર પણ જે પણ કરશો તે પૂરા દિલથી અને લગનથી કરશો તેમ જ તેનો પૂરેપૂરો આપ આનંદ ઉઠાવતા જશો.

મિથુન : આપને કોઈને કોઈ પ્રકારે શુભફળ આપનારો પુરવાર થશે. ગ્રહોની સાનુકૂળ સ્થિતિના કારણે આપ કાર્યસિદ્ધિ અને લક્ષ્‍મીપ્રાપ્‍તિ માટે જે પ્રયાસો કરો તેમાં સફળતા મળશે. આપ કોઈ કાર્ય કરો તેમાં ઉત્‍સાહ જળવાઇ રહેશે. ધાર્મિક સ્‍થળે પ્રવાસ થવાની શક્યતા છે. પરંતુ વ્યવસાયિક અને વ્યક્તિગત બંને ક્ષેત્રે કામનો બોજ વધતા આપ બંને વચ્ચે સંતુલન જાળવવામાં અટવાતા જશો.

વાણી અને વ્‍યવહાર સંયમિત રાખશો તો આપ્‍તજનો સાથે મનદુ:ખ નહીં થાય. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થાય. આપના મનની મુંઝવણનો ધીમે ધીમે માર્ગ મળતા હળવાશ અનુભવશો. હાલના તબક્કે હરીફો આપની સામે હાર કબૂલશે.આપ માનસિક અને શારીરિક રીતે વધારે સ્‍વસ્‍થ રહેશો. કુટુંબના સભ્‍યો સાથે લાંબાગાળાના આયોજનો થાય. ટૂંકા પ્રવાસની શક્યતા છે.

મિત્રો- સ્‍નેહીઓ સાથે આનંદપૂર્વક સમય પસાર થાય. સૌંદર્ય પ્રસાધનો, રાચરચીલું કે મનોરંજનના સાધનની ખરીદી થાય. મિલકત વગેરેના દસ્‍તાવેજોની તમામ વિગતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને જ કોઈ નિર્ણય લેવાની આપને ખાસ સલાહ છે.આપના પરિવારમાં શાંતિ જળવાઇ રહે તે માટે શક્ય હોય તો મૌનવ્રત ધારણ કરજો કારણ કે આપની સાચી વાતનું ખોટું અર્થઘટન પણ થઈ શકે છે.

સિંહ : મનગમતા પાત્ર સાથે સુખદ ક્ષણો વીતશે. અપરિણિતો માટે લગ્‍નયોગ ઉભા થાય.મન પર થોડી ચિંતાનો ભાર રહે. માતા સાથે મનદુ:ખ થાય અથવા તેની તબિયત વિષે ચિંતા રહે. સ્‍વભાવમાં ચીડિયાપણું આવશે. અગત્‍યના દસ્‍તાવેજો ન કરવા. સંતાનોના આરોગ્‍ય કે અભ્‍યાસની ચિંતાથી આપનું મન વ્‍યગ્ર રહે. પેટને લગતી બીમારીઓ પરેશાન કરે.

કાર્યની નિષ્‍ફળતા આપની અંદર હતાશા લાવશે. ગુસ્‍સાને વશમાં રાખજો નહીંતર આપના માટે જ સમસ્યા ઊભી થઈ શકે છે.પ્રિય પાત્ર સાથેની મુલાકાત રોમાંચક બની રહે. ફાલતુ વાદવિવાદ કે ચર્ચામાં ન ઉતરવું. આપના માટે ભાગ્યવૃદ્ધિના દ્વાર ખોલવા આવી રહ્યો છે. આપને આર્થિક લાભની શક્યતા જણાય છે. નોકરિયાત વર્ગ માટે નોકરીમાં બઢતીની શક્યતા છે, સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. પરિવારમાં સુખ શાંતિ જળવાય.

વિરોધીઓની ચાલ ઉલટી પડશે. કાર્યમાં યશપ્રાપ્‍તિ થાય.બૌદ્ધિક, તાર્કિક વિચાર વિનિમય અને લેખનકાર્ય માટે શુભ સમય છે. મનોરંજન, પ્રવાસ, મિત્રો સાથે મિલન મુલાકાત, સુંદર ભોજન અને વસ્‍ત્ર પરિધાન, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આપને આનંદિત અને રોમાંચિત બનાવશે. ભાગીદારીના કામકાજમાં લાભ થાય. વિદ્યાર્થીઓને સાનુકૂળતા રહેશે.

તુલા : આપને સુખદ અનુભવો રહેશે. કુટુંબમાં આનંદ અને ઉલ્‍લાસનું વાતાવરણ પ્રવર્તે. નોકરિયાતોને નોકરીમાં લાભદાયી તબક્કો છે. સાથી કર્મચારીઓનો સહકાર મળી રહેશે તેમજ ઉપરીઓની કૃપાદ્રષ્ટિ રહેશે. વ્યાપારીઓને પણ આર્થિક લાભની શક્યતા છે. હરીફો આપની સામે નહીં ફાવે.આપ શારીરિક સ્વસ્થતા અને મનમાં આનંદની લાગણી સાથે સમય પસાર કરશો.

મનોરંજનની દુનિયામાં આપ ખોવાયેલા રહેશો. વિજાતીય વ્‍યક્તિઓનો સહવાસ આનંદ આપશે. મિત્રો સાથે પ્રવાસ, પર્યટન કે બહાર ફરવા જવાનું થાય.જેમ ચાલતુ હોય તેમ ચાલવા દેજો. કોઈ નવા કાર્યની શરૂઆત ન કરવી. ઓપરેશન કે રોગોપચારની શરૂઆત શક્ય હોય તો ટાળજો. આપે વાણી અને વર્તન પર સંયમ રાખવો પડશે. વધુ પડતી લાગણીશીલતાના કારણે આપનું વલણ પક્ષપાતી થઈ શકે છે જેથી વ્યવસાયિક કે વ્યક્તિગત જીવનમાં કોઈની સાથે મનદુઃખનો બનાવ બનશે.

આપનું સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. શરીરમાં અશક્તિ અને કંટાળાની લાગણી અનુભવાય. મનમાં ચિંતા અને વ્‍યગ્રતા રહે. વ્‍યવસાયમાં તકલીફ ઊભી થાય. કોઇપણ આયોજન કરતા પહેલા દરેક પાસાનો સો વાર વિચાર કરી લેવો. ઉપરી અધિકારીઓ સાથે ઘર્ષણ થઈ શકે છે માટે શક્ય હોય તો મૌનવ્રત ધારણ કરજો.

ધનુ : આપના મનમાં આધ્યાત્‍મિક વિચારો વધશે અને આપ ધાર્મિક કે સેવાકીય પ્રવૃત્તિઓ પાછળ સક્રિય થશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં એકાગ્રતા રાખવી પડશે. સમય જતા આપના મનની મુંઝવણનો ઉકેલ મળવાથી આપ હળવાશ અનુભવશો. વ્યવસાયિક ક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીઓને આપ મ્હાત કરી શકશો.આપ કમાણીની લાલચ છોડીને પરિવાર, મિત્રો અને સમાજને પ્રાધાન્યતા આપશો.

પરિવારજનો સાથે કૌટુંબિક પ્રશ્‍નોની ચર્ચા કે આયોજન કરશો. આપનું ભાગ્‍ય પણ આપની સાથે કદમતાલ મિલાવશે. મહિલાઓ શૃંગારના પ્રસાધનો પાછળ ખર્ચ કરશે. જમીન- મકાન વાહન વગેરેના સોદા સંભાળપૂર્વક કરવા.આપને શરીરમાં ચેતના અને સ્‍ફુર્તિનો અભાવ વર્તાશે. દોડધામના કારણે થાક અને આળસ આવતા કોઈપણ કામમાં મન નહીં ચોંટે જેના કારણે કેટલાક કાર્યોમાં બિનજરૂરી વિલંબ થશે.

તેની અસર આપના પારિવારિક જીવન પર પડતા કુટુંબનું વાતાવરણ કલેશમય રહે. સ્વભાવમાં ચિડીયાપણું કુટુંબના સભ્યો સાથે અણબનાવનું કારણ બની શકે છે. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં ખાસ ધ્‍યાન રાખવું. દ્રવ્‍ય હાનિનો યોગ પણ છે. ઘરમાં કોઈ વડીલની તબિયત ચિંતા કરાવે.આપે ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો પડશે.પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઊભી થાય.

કુંભ : વ્યવસાયિક રીતે લાભદાયી અને પ્રગતિકારક છે.નોકરો અને સહકર્મચારીઓ આપને મદદરૂપ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્‍તિ થાય. વિરોધીઓ અને હિતશત્રુઓ નહીં ફાવી શકે. આપના માટે તમામ બાબતો ખૂબ જ સારો છે. આપ પાર્ટી, પિકનિક, પ્રવાસ, સુંદર ભોજન અને વસ્‍ત્ર કે આભૂષણોની ખરીદી, સીનેમા, શોપિંગમાં વ્યસ્ત રહેશો.

આપ મનોરંજનની દુનિયામાં વિહાર કરશો. વિજાતીય આકર્ષણ વધારે રહેવાથી ઉત્તમ કોટિનું દાંપત્યસુખ માણી શકશો તેમ જ અવિવાહિત જાતકો પણ કોઈ પાત્ર સમક્ષ પ્રસ્તાવ મૂકે તેવી શક્યતા છે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહેશે. ભાગીદારીમાં લાભ મળશે. આપને કફ, શરદીના કારણે આપનું સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે તેવી શક્યતા છે.. માનસિક વ્‍યગ્રતાનો પણ અનુભવ કરશો.

સરકાર વિરોધી પ્રવૃત્તિઓ ન કરવી. આપને કામ કરવામાં ઉત્‍સાહ ઉમંગનો અભાવ વર્તાય, મન ચિંતિત રહે. સંતાનોની સમસ્‍યા પણ સતાવી શકે છે.સાનુકૂળ સ્થિતિ આવતા ધીમે ધીમે આપના કાર્યો પાર પડવા લાગશે. કાર્યબોજ ઘટતા આપ માનસિક હળવાશ અનુભવશો. વેપારીઓ તેમના બિઝનેસનું આયોજન અને વિસ્‍તરણ સારી રીતે કરી શકશે. નોકરીમાં ઉપરીઓ આપની બઢતી માટે વિચારશે.