ડાયરેક્ટર જેવું એક્શન બોલ્યો એટલે આ હીરોએ રેખા સાથે બળજબરીથી કર્યું આ કામ, 5 મિનિટ સુધી….

0

બોલીવુડના કલાકારોનું જીવન દેખાવમાં ઘણું શાનદાર લાગે છે. મોટા મોટા બંગલા, મોંઘી કાર, દેશ વિદેશની યાત્રા, મોટી હોટલમોમાં રોકાણ, થોડા થોડા દિવસે પાર્ટી વગેરે એમના જીવનનો ભાગ હોય છે. આ કારણે સામાન્ય લોકો એમના જેવું જીવન જીવવાની ઈચ્છા રાખે છે. જો કે એ બધું મેળવવા માટે એમણે ઘણી જાતની મુશ્કેલીઓ સહન કરી હોય છે. અને હિરોઈન બનવા માટે મહિલા કલાકારે હીરો કરતા વધારે મુશ્કેલીઓ સહન કરવી પડતી હોય છે. જેમાં કાસ્ટિંગનો પણ સમાવેશ થાય છે.

ફિલ્મોની વાત થઈ રહી છે તો આજે અમે તમને બોલીવુડની એક સમયની પ્રખ્યાત હિરોઈન રહી ચુકેલી રેખાના જીવનમાં બનેલી ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. રેખા એટલે બોલીવુડની સુપરસ્ટાર, ખુબસુરત, દિલકશ, સદાબદાર અભિનેત્રી. તેમણે ફિલ્મ જગતમાં એક ટોચનું નામ બનાવી લીધું છે, અને એના વિકાસમાં પોતાનું અહમ યોગદાન આપ્યું છે. 10 ઓક્ટોબર 1954 ના રોજ જન્મેલી રેખા 65 વર્ષની થઈ ગઈ છે. આટલી ઉંમરે પણ હાલની ભલભલી હીરોઈન તેમની અદા સામે ફિક્કી લાગે છે.

જો આપણે રેખાના પરિવારની વાત કરીએ, તો તેમના પિતા તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર હિરો હતા. એન એમની માતા પણ તમિલ સિનેમામાં હીરોઈન હતી. એમના વિષે એવું કહેવામાં આવી રહ્યું છે કે, રેખાનો જન્મ થયો ત્યારે તેમના માતા પિતાએ લગ્ન નહોતા કર્યા. અને રેખાના પિતાએ પોતાના જીવનમાં 4 લગ્ન કર્યા હતા, પરંતુ રેખાની માતા સાથે એક પણ વાર લગ્ન નહોતા કર્યા. આ કારણે રેખા પોતાના પિતાથી એટલી નારાજ હતી કે, તે એમના અંતિમ સંસ્કારમાં પણ નહોતી ગઈ.

રેખાના જીવનમાં પહેલાથી અનેક મુશ્કેલીઓ હતી. તેમની માતા પર એટલું બધું દેવું હતું કે, રેખાએ નાની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરવું પડ્યું હતું. જાણકારી માટે જણાવી દઈએ કે, રેખાએ માત્ર 12 વર્ષની ઉંમરમાં તમિલ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. નાની હોવાથી જયારે તે ફિલ્મોમાં કામ કરીને થાકી જતી અને કામ કરવાની મનાઈ કરતી, તો એનો ભાઈ તેને માર મારતો. એમણે પૈસાની તંગીને કારણે બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરવું પડ્યું હતું.

બોલીવુડની વાત કરીએ તો રેખાએ 1970 માં ફિલ્મ ‘સાવન ભાદો’ થી ડેબ્યુ કર્યું હતું અને એ ફિલ્મ સુપર હિટ રહી. જણાવી દઈએ કે, યાસીર ઉસ્માને પોતાની બુક ‘રેખા ધી અનટોલ્ડ સ્ટૉરી’ માં એક ફિલ્મ શુટિંગ વખતે રેખા સાથે થયેલી ઘટનાની વાત કરી છે. એ ફિલ્મ હતી અનજાના સફર. તે ફિલ્મના ડાયરેક્ટર રાજા નવાઠે અને ફિલ્મનાં હીરો વિશ્વવજીતે રેખાને હેરાન કરવા માટે એક સીન શુટ કરવાનો પ્લાન કર્યો હતો, જેના વિષે રેખાને ખબર જ ન હતી.

એ સમયે રેખાની ઉંમર 15 વર્ષ હતી. તેમણે રેખાને એક રોમાન્ટિક ગીત શુટ કરવા માટે સેટ પર બોલાવી હતી. તે સેટ પર પહોંચી અને જેવું જ ડાટરેક્ટર એક્શન બોલ્યો કે તરત જ વિશ્વવજીતે રેખાને પોતાની બાહોમાં લઈ લીધી અને તેને કિસ કરવા લાગ્યો. આવો સીન કરવાનો છે એના વિષે રેખાને કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. અને એ સમયે વિશ્વવજીતે 5 મિનિટ સુધી રેખાને કિસ કરી હતી. અને યુનિટના લોકો તેને પ્રોત્સાહન આપી રહ્યા હતા. પણ રેખાની આંખોમાં આંસુ આવી ગયા હતા.

વર્ષ 1973 માં રેખાના વિનોદ મહેરા સાથે અફેયરના સમાચારો ખુબ ચગ્યા હતા. એમના વિષે એવું કહેવામાં આવે છે કે, એમના અફેયર 3 વર્ષ સુધી ચાલ્યા હતા. એ પછી વર્ષ 1976 માં એમણે ફિલ્મ દો અનજાને માં પહેલી વખત અમિતાભ સાથે કામ કર્યું. એ પછી ફિલ્મ મુકદર કા સિકંદર પછી અમિતાભ અને રેખા એકબીજાની નજીક આવ્યા હતા. પણ પછી તેઓ છુટા પડી ગયા હતા. આજે પણ રેખા અને અમિતાભ જાહેરમાં એકબીજા સાથે ભાગ્યે જ જોવા મળે છે.