સફેદ દાઢી અને મૂછને કાળી કરવાના સૌથી અસરદાર ઉપાય

0

મિત્રો વધતી ઉંમરની સાથે વાળ પાકવા અને સફેદ થવા એક સામાન્ય વાત છે. જયારે પુરુષોમાં માથાના વાળના સિવાય ચહેરા એટલે કે દાઢી કે મૂછના વાળ સફેદ થવા લાગે છે એવામાં વ્યક્તિ પોતાની ઉંમર કરતા વધારે મોટો દેખાય છે. સાથે કેટલાક લોકોમાં દાઢીના વાળ ઉંમર પહેલા જ સફેદ થવા લાગે છે. આજના લેખ માં અમે વાત કરીશું, કેટલાક સરળ અને અસરદાર ઘરેલુ નુસખા વિષે. જેના ઉપયોગથી જે સફેદ વાળ થઇ રહ્યા છે તે કાળા થશે, સાથે સાથે નવા ઉગવા વાળા વાળ પણ અંદરથી કાળા ઉગશે.

આપણા શરીરમાં વાળના રંગને કાળા બનાવી રાખવા માટે ઘણા પ્રકારના સેલ્સ એકસાથે મળીને કામ કરે છે. પરંતુ વધારે સમય તડકામમાં રહેવું અને ખાનપાનમાં ધ્યાન નહિ દેવાના કારણે તે સેલ્સ નબળા થઇ જાય છે. આવું થવા પર ચહેરાના વાળ શરૂઆતમાં ભૂરા દેખાય છે. ધીરે ધીરે ગ્રે થઈને સફેદ થવા લાગે છે. એક વાર જો આપણા માથા કે ચહેરાના વાળ સફેદ થવાનું શરુ થઇ જાય છે તો આ સમસ્યા ધીરે ધીરે વધતી રહે છે.

દરેક પ્રકારના પ્રયાસો કરવા છતા પણ ડાય કરીને એટલે કે બજારમાં મળતા કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવા સિવાય આપણી પાસે બીજો રસ્તો બચતો નથી. પણ શું તમે જાણો છો? કે ઘણી કુદરતી રીતો પણ છે જેના દ્વારા સફેદ વાળને એક થી બે વાર માં જ પુરી રીતે કાળા બનાવી શકાય છે, તે પણ કોઈ કેમિકલનો ઉપયોગ કર્યા વિના.

તો ચાલો જાણીએ તે નુસખા કયા છે અને તેને કેવી રીતે તૈયાર કરી શકો છો. આ માટે આ પુરી પ્રક્રિયાને બે હિસ્સામાં વહેંચવામાં આવ્યા છે.

તેમાં પહેલા આપણે જાણીશું કે પોતાના ઘરે પુરી રીતે કુદરતી કલર કેવી રીતે બનાવાય, જેના પહેલા જ ઉપયોગથી સફેદ વાળને પુરી રીતે કાળા બનાવી શકાય છે. તેના પછી આપણે વાત કરીશું એક બિયર સિરપની જેનો ઉપયોગ કરવાથી કરેલ કલર લાંબા સમય સુધી ટકી રહશે. સફેદ થઇ રહેલ વાળનો ધીરે ધીરે કાળા થવા લાગશે.

બંને પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા એક વિલ્કપ છે એટલે કે સફેદ વાળથી છુટકારો મેળવવા માટે જયારે બીજા નુસખાનો ઉપયોગ કરવો સારો રહશે. પહેલા નુસખો એ લોકો માટે છે જે લોકો પહેલા જ ઉપયોગથી વાળને કાળા બનાવવા માંગે છે.

જરૂરી સામગ્રી :

મીઠું

આંબળા પાઉડર

મેહદી

ઈન્ડિગો પાઉડર

સફેદ થઇ રહેલ વાળને પ્રાકૃતિક કલર આપવા માટે આપણને મહેંદી અને ઇન્ડિગોનો ભેગા કરીને ઉપયોગ કરવાનો રહશે. આના માટે સૌથી પહેલા બે ચમચી મેહંદીમાં અડધી ચમચી આંબળા પાઉડર મિક્ષ કરો, આમાં થોડું નવશેકું પાણી મિક્ષ કરીને ને લગભગ 2 થી 3 કલાક ગળવા માટે છોડી દો.

2 થી 3 કલાક પછી આને પોતાની દાઢી પર એક થી બે કલાક લગાવીને રાખો, આના પછી આને સાદા પાણીથી ધોઈ નાખો. ધોતા સમય આ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈ સાબુન, શેમ્પુ કે ફેસ વોશ નો ઉપયોગ કરવાનો નથી, ફક્ત સાદા પાણીથી જ ધોવાનું છે.

દાઢી અને મુછ પર લગાવતા સમયે મહેંદીનો લાલ કલર ગાલ પર આવે નહિ એના માટે જે જગ્યા પર તમે કલર લાગવા દેવાનો નથી તે જગ્યા પર નારિયળનું તેલ કે પેટ્રોલિયમ જેલી લગાવો. મહેંદી ધોઈ નાખ્યા પછી વાળને પુરી રીતે સુકાવા દો. તમે જોશો કે વાળનો રંગ હલકો લાલ થઇ ગયા હશે.

2 ચમચી ઈન્ડિગો પાઉડરમાં લગભગ 3 ચમચી મીઠું મિક્ષ કરીને આમ થોડું નવશેકું પાણી નાખીને આને 10 થી 15 મિનિટ એવું જ રાખી દો. ધ્યાન રાખો કે આને 10 થી 15 મિનિટથી વધારે સમય રાખવાનું નથી. કારણ કે વધારે સમય રાખવાથી આનો અસર ખતમ થઇ જાય છે. 10 થી 15 મિનિટ પછી જે જગ્યા પર મહેંદી લગાવી હતી તે જગ્યા પર ઇન્ડિગોનો પેસ્ટ લગાવી નાખો.

આને પણ એક થી બે કલાક રહેવા દેવાનું છે અને ફક્ત સાદા પાણીથી ધોઈ લેવાનું છે. ઇન્ડિગોને ધોઈ લીધા પછી સુંદરતી કાલા રંગમાં થઇ જશે અને સફેદ વાળ પુરી રીતે કાલા થઇ જશે. ઇન્જીનો રંગ ધીરે ધીરે ડાર્ક થવા લાગે છે એટલે માટે આના ઉપયોગના બે દિવસ સુધી પ્રયાસ કરો કે પોતાની દાઢીને સાદા પાણીથી જ ધોવો અને ધોતા સમયે પોતાની દાઢીને વધારે રગડો નહિ. જો તમે સારી કોલીટીનો ઈન્ડિગો ખરીદો છો તો તેનો તમને પહેલી વારમાં સારા પરિણામ મળશે. અને કરેલ કલર પણ લાંબા સમય સુધી વાળ પર ટકી રહશે.

આ પુરી પ્રક્રિયાના મદદથી પુરી રીતે સફેદ વાળને કાળા કરી શકો છો. આમાં કોઈ પ્રકારનું કેમિકલ ન હોવાના કારણે તે બજારમાં મળતા કલર કરતા સારું અને સુરક્ષિત રીત છે. આ પુરી પ્રક્રિયામાં સમય વધારે લાગી જાય છે એટલા માટે તમે ચાહો તો આ પ્રક્રિયાને બે હિસ્સામાં વહેંચી શકો છો.

એટલે કે રાત્ર ઊંઘવાના પહેલા મહેંદીનો ઉપયોગ કરી નાખો અને સવારના સમયે તે સમયે ઇન્ડિગોનો ઉપયોગ કરી નાખો આવું કરવાથી સતત વધારે સમય પણ આપવો પડશે નહિ, સાથે આ પ્રક્રિયા સરળ પણ થઇ જશે. વાળને કલર કર્યા પછી કરેલ કલર વાળ પર હંમેશા માટે બની રહે અને ક્યારેય પણ નીકળે નહિ આના માટે જરૂરી છે કે બિયર્ડ સીરપ નો પણ ઉપયોગ કરો.

બિયર્ડ સીરપ માટે જરૂરી સામગ્રી :

બટાકાની છાલ

એલોવેરા જેલ

સૌથી પહેલા 4 થી 5 બટાકાને સારી રીતે ધોઈ નાખો. પછી આની છાલ નીકાળીને 1 થી 2 કપ પાણીને સાથે ધીમા ગેસ પર ઢાંકીને આને 15 થી 20 મિનિટ ઉકાળો કરો. છાલને પાણીમાં ઉકાળવા પર ધીરે ધીરે પાણી ઘટ થવા લાગશે અને તેંનો રંગ બટાકાની ચાલના રાગમાં બદલાઈ જશે.

15 થી 20 મિનિટ થઇ ગયા પછી આને ગાળી લો અને પુરી રીતે ઠંડુ થઇ ગયા પછી આમાં બે થી ત્રણ ચમચી એડ કરીને સારી રીતે મિક્ષ કરી નાખો આ રીતે આ બિયર્ડ સીરપ તૈયાર થઇ જશે. આને તમને કોઈ સ્પ્રે બોટલ કે પ્લાસ્ટિકની બોટલમાં ભરી શકો છો. આનો ઉપયોગ કરવા માટે પોતાના ચહેરા અને માથા પર જ્યાં જ્યાં સફેદ વાળા હોય ત્યાં સ્પ્રે કરી કે રૂ થી લગાવી નાખો. જો તમે તમારા વાળમાં મહેંદી અને ઈન્ડિગો નુસખાનો ઉપયોગ કરો છો તો આ નુસખાને 3 થી 4 દિવસ પછી ઉપયોગ કરો. જો તમે કલર કરેલ નથી તો તને પહેલા જ દિવસે ઉપયોગ કરવાનું છે.

બટાકામાં રહેલ સ્ટાર્ચ વાળને કુદરતી કલર આપવાનું કામ કરે છે. આના ઉપયોગથી સફેદ થયેલ વાળ ધીરે ધીરે કાળા થવા લાગે છે. આ લેખમાં જણાવેલ નુસખાનો ઉપયોગ દાઢીના સફેદ વાળની સાથે તમે માથાના વાળમાં પણ લગાવી શકો છો.

ચહેરાના વાળ ઉંમર પહેલા સફેદ થવાના બે મુખ્ય કારણ હોય છે. શરીરમાં મેલેનીન નામની તત્વની કમી થવી અને વાળ અને ત્વચાના રંગને સારું રાખવા માટે આવશ્યક પોષક તત્વોની કમી થવી.