આ ફોટામાં અભિતાભ બચ્ચન સાથે આ છોકરી કોણ છે? ચેલેન્જ છે તમે પણ નહિ ઓળખી શકો.

0

મિત્રો, અમિતાભ બચ્ચન ઉંમરમાં 75 વર્ષનો આંકડો વટાવી ચુક્યા છે, છતાં પણ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહે છે. તે ફિલ્મોમાં પણ આવે છે અને ટીવી પર પણ કોન બનેગા કરોડપતિમાં જોવા મળે છે. એમને બોલીવુડના મહાનાયક કહેવામાં આવે છે. લોકો એમની એક્ટિંગના દીવાના છે. અને તે ફિલ્મોમાં મળતા દરેક રોલને સહજતાથી નિભાવે છે. તે જીવનમાં ઘણા શિસ્તબદ્ધ અને નિયમબદ્ધ છે. એમને જોઈને ઘણા યુવાઓ પ્રેરિત થઈને ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકે છે.

ફિલ્મોની સાથે સાથે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે. તે હંમેશા કાંઈક ને કાંઈક શેયર કરતા જ રહે છે. અને તે ચર્ચામાં આવી જાય છે. તે દેશના ખેલાડીઓને પણ સપોર્ટ કરતા રહે છે. તેમજ એમને જે કલાકારનું કામ પસંદ આવે એમને પત્ર લખીને એમને પ્રોત્સાહન અને અભિનંદન પણ આપે છે. તે સોશિયલ મીડિયા પર અમુક એવા જુના ફોટા પોસ્ટ કરે છે, જે એમના ફેન્સે કયારેય જોયા નથી હોતા. અને હાલમાં જ અમિતાભે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ઘણો જૂનો ફોટો શેયર કર્યો છે.

આ ફોટામાં અમિતાભ બચ્ચન ઘણા યુવાન દેખાઈ રહ્યા છે, અને એમની સાથે બીજા લોકો પણ છે જેમાં એક નાનકડી છોકરી પણ છે. અને જો અમિતાભ એ નાનકડી છોકરીનું નામ આપણને નહિ જણાવતે, તો કદાચ આપણે એને ઓળખી ન શકતે.

જાણકારી માટે જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચને આ ફોટો અપલોડ કરીને લખ્યું હતું કે, ઓળખો આ કોણ છે? પછી અમિતાભે આગળ લખ્યું કે, ‘આ કરીના છે. ફિલ્મ પુકારના સેટ પર ગોવામાં શૂટિંગ દરમ્યાનનો આ ફોટો છે. તે રણધીર કપૂર સાથે ત્યાં આવી હતી. આ દરમ્યાન એના પગમાં ઇજા થઇ હતી અને એનો ઈલાજ કરવામાં આવી રહ્યો હતો. આ ફોટો 1983 નો છે.’

ખરેખર આ ફોટામાં કરીનાને ઓળખવી ખુબ મુશ્કેલ છે. તે ઘણી ક્યૂટ દેખાઈ રહી છે. આ ફિલ્મમાં રણધીર કપૂર, જીનત અમાન, ટીના મુનીમ લીડ રોલમાં હતા. કરીનાએ પણ પોતાના પરિવારની પરંપરા જાળવી અને ફિલ્મોમાં પોતાના કૌશલ્યનો જાદુ દેખાડ્યો. હાલમાં પણ તે બોલીવુડની ટોપ હિરોઈનની યાદીમાં આવે છે. અને એમના પણ લાખો લોકો દીવાના છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.