છેવટે કેમ પતિને પોતાની પત્નીથી વધુ પાડોશી સારી લાગે છે? જાણો સત્ય

0

માણસને હંમેશા બીજાની થાળીમાં ઘી વધુ જ દેખાય છે. એ કહેવત તો તમે લોકોએ જરૂર સાંભળી હશે. તેનો અર્થ છે કે, આપણી પાસે જે કાંઈ પણ છે તે હંમેશા ઓછું ગમે છે, અને બીજા પાસે જે છે તે વધુ રસપ્રદ લાગે છે. તે એક માણસનો સ્વભાવ હોય છે. બસ એ નિયમ મોટાભાગે પતિઓ ઉપર પણ લાગુ પડે છે.

જ્યાં સુધી તેના લગ્ન નથી થઇ જતા ત્યાં સુધી તેને પોતાની થનારી પત્ની સ્વર્ગની પરી લાગે છે, તે તેને મેળવવા માટે અધીરા રહે છે. આમ તો એક વખત લગ્ન થઇ જાય અને તે તેને મળી જાય પછી તેનો રસ સતત ઝડપથી ઘટવા લાગે છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેને પોતાની પત્ની ઘરની ફીકી દાળ, અને પાડોશીની પત્ની મલાઈ કબાબ લાગવા લાગે છે.

ખાસ કરીને આપણી પાસે જે વસ્તુ નથી હોતી આપણને તેને જ મેળવવાની ઈચ્છા થતી રહે છે. જે પહેલાથી છે તેની કદર ઘણા ઓછા લોકો કરવાનું સમજે છે. આ બેઝીક સ્વભાવની આગળ પુરુષ હંમેશા ફસકી જાય છે. તેનું કારણ એ પણ છે કે, તે પોતાની પત્નીને રોજ રોજ જોઇને કંટાળી જાય છે. તેને જીવનમાં કાંઈક નવું નથી મળી શકતું. આ નવા એડવેંચરની શોધમાં જ તે આમ તેમ મોઢું મારતા ફરે છે. આમ તો આ સ્થિતિમાં પત્નીઓ પોતાનો લુક ચેંજ કરીને કે નવી નવી રોમાન્ટિક વસ્તુઓનો ઉપયોગ કરી પતિની આ ટેવને સુધારી શકે છે.

એક બીજું મોટું કારણ પત્નીની હદથી વધુ ઝગડાખોર હોવું પણ હોય છે. પત્નીની રોજની કચકચ સાંભળીને પતિ કંટાળી જાય છે. તેવામાં તેને દરેક બીજી મહિલામાં સારા પણું અને પોતાની પત્નીમાં ખરાબી દેખાવા લાગે છે. તે એક મેંટલ પ્રોસેસ હોય છે. જેને કારણે જ પતિનું મગજ પત્નીને ઓછો પ્રેમ અને બીજા સાથે વધુ પ્રેમ કરવા લાગે છે.

સ્પષ્ટ એવી વાત છે જયારે તમારા પાડોશી તમારી સાથે વાત કરશે તો પ્રેમથી જ કરશે. જેથી પતિ લોકો આ વસ્તુને મનથી લઇ લે છે અને પાડોશીને દિલ આપી બેસે છે. આમ તો તે એ વાત નથી જાણતા કે, તેની પાડોશી ઘરમાં પોતાના પતિ સાથે કદાચ આવો જ વ્યવહાર કરતી હશે જેવો તેના ઘરમાં તેની પત્ની કરે છે.

તો આ એવા કારણ હતા જેને કારણે પતિ પોતાની પત્નીને છોડી પાડોશીને તાકતા રહે છે. જો તમે તમારા પતિની આ ટેવને સુધારવા માંગો છો, તો ઉપર જણાવામાં આવેલા કારણોનું અવલોકન કરો અને યોગ્ય સમાધાન શોધો. ક્યાંક એવું ન બને કે, તમારા પતિ તમારા હાથમાંથી નીકળી જાય અને કોઈ ખોટા કામ કરી બેસે. તેને પોતાનું મહત્વ સમજાવો. તેનું સારી રીતે ધ્યાન રાખો. તેને એ બધું જ આપો જેને તે મેળવવા ઈચ્છે છે.

સમયે સમયે તમારા લુક અને હેયર સ્ટાઈલમાં ફેરફાર કરો. થોડા મોર્ડન બની જાવ. સારા કપડા પહેરો. થોડી રોમાંટિક વાતો અને કામ કરો. પછી જુવો કેવા તમારા પતિ તમારી સાથે હંમેશા વફાદાર રહે છે. યાદ રાખશો પુરુષોને હંમેશા જીવનમાં કાંઈને કાંઈ નવું જોઈતું હોય છે, એટલા માટે તમે પોતાને અપડેટ કરતા રહો. જીમ જવું, ફીટ રહેવું અને યોગ્ય ડાયટ લેવાનું પણ ન ભૂલો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.