ક્યારેય જાડા કેમ નથી થતા જાપાની લોકો… 99 ટકા લોકો નથી જાણતા સાચો જવાબ.

આમ તો ઘણા દેશોના લોકો હેલ્દી અને ફીટ રહે છે. પરંતુ જાપાનના લોકો સૌથી વધુ હેલ્દી અને ફીટ રહે છે. તેનું કારણ શું છે ભાઈ? તેનું કારણ એ છે કે જાપાનના લોકોની ખાવા પીવાની ટેવ ઘણી સારી હોય છે. જાપાનના લોકો પોતાના ખાવા પીવાની ટેવ દરરોજ એક જેવી જાળવી રાખે છે. તે કારણથી જાપાનના લોકો હેલ્દી અને ફીટ રહે છે.

હાલમાં જ રીચર્સમાં એ જાણવા મળ્યું કે અમેરિકામાં લગભગ ૩૫ % ઓબેસીટી રેટની સરખામણીમાં જાપાનમાં ઓબેસીટી રેટ લગભગ ૩ % છે. હવે તમારા મનમાં એક જ પ્રશ્ન આવી રહ્યો હશે, કે જાપાનના લોકો એવું શું ખાય છે જેથી જાડા નથી થતા, પરંતુ ફીટ રહે છે? તો આજે અમે તમને જણાવીએ કે જાપાનના લોકો કઈ કઈ વસ્તુનું સેવન કરે છે, જેથી તેમની હેલ્થ મેન્ટેઈન રહે છે. તો આવો જાણીએ.

(૧.) ફ્રેશ ફૂડનું વધુ સેવન : જાપાનના લોકો પોતાના આરોગ્યનું ધ્યાન રાખવા માટે પ્રોસ્ટેડ ફૂડને બદલે ફ્રેશ ફૂડ વધુ ખાય છે. એવું એટલા માટે કે પ્રોસ્ટેડ ફૂડમાં પ્રીર્ઝવેટીવ્સ, કેમિકલ્સ અને ઓઈલ હોય છે, જેના કારણે લોકો જાડા થઇ શકે છે. (૨.)કાચા સલાડ અને સી ફૂડનું વધુ સેવન : જાપાનના લોકોના ડાયટમાં ઓછા ફેટ અને વધુ ફાઈબર્સ હોય છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. જાપાની લોકો સી ફૂડ પણ વધુ પ્રમાણમાં ખાય છે. તેમાં રહેલા ઓમેગો-૩ ફેટી એસીડ એમને હેલ્દી રાખે છે.

(૩.) ધીમા તાપે કે વરાળમાં પકવેલો ખોરાક ખાવો : જાપાની લોકોની ખાવાની વાત જ અલગ છે, કેમ કે તે ઓછુ તેલ, ધીમા તાપે કે વરાળમાં પાકેલું ખાવાનું પસંદ કરે છે. એવું એટલા માટે કે તેનાથી તેમના ડાયટમાં ફેટ નથી વધતું. ફૂડના ન્યુટ્રીશન્સ જળવાઈ રહે છે અને વજન પણ કંટ્રોલ રહે છે. દિવસમાં થોડા ફ્રુટ ખાય છે. ઓછું ખાવાનું ખાવાથી મેટાબોલીઝમ અને ડાઈજેશન સારું રહે છે અને ફેટ અને કેલેરી ઝડપથી ઓગળે છે.

(૪.) ઓછા પ્રમાણમાં ખાવું : જાપાની લોકો ભૂખથી થોડું ઓછું ખાય છે. તેનું કારણ છે કે તેનાથી વધારાની કેલેરીથી બચી શકાય છે. જાપાનના લોકો ભૂખથી લગભગ ૮૦ ટકા ખાવાનું ખાય છે. (૫.) હેલ્દી ચા નું સેવન : જાપાની લોકો ખાસ કરીને ગ્રીન ટી નું સેવન કરે છે. તેનાથી ફેટ બર્નિંગ ઝડપી થાય છે અને મોટાપા ઉપર કંટ્રોલ થાય છે. (૬.) નાની પ્લેટમાં ખાવું : જાપાનના લોકો નાની પ્લેટમાં ધીમે ધીમે ખાય છે. કેમ એવું? એવું એટલા માટે કે નાની પ્લેટમાં ધીમે ધીમે ખાવાથી ફૂડને ડાઈજેસ્ટ થવાનો પુરતો સમય મળી જાય છે અને ફેટ જમા થતો નથી.

(૭.) રીફાઈંડ ફૂડ અને ગળ્યું ઓછું સેવન કરવું : જાપાની લોકો મોટા ભાગે રીફાઈંડ ફૂડ અને ગળ્યું ખાવાનું ઓછું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે એમ્પ્ટી કેલેરીઝથી બચાવ થાય છે. પેટ અને કમરની આજુબાજુ ચરબી જામતી નથી. (૮.) વધુ પ્રમાણમાં નાસ્તો કરવો : તમે વિચારતા હશો કે નાસ્તો આટલો બધો કેમ કરે છે? પરંતુ જાપાની લોકો તો ખાય છે ને, તે એકદમ સાચી વાત છે. જાપાનના લોકો હેવી બ્રેકફાસ્ટ કરે છે, જેથી આખો દિવસ ભૂખ ઓછી લાગે છે, અને એનર્જી જળવાઈ રહે છે, અને ઓવરઇટીંગથી બચાવ થાય છે.

(૯.) ધીમે અને બેસીને ખાવું : આમ તો બધા લોકો બેસીને ખાવાનું ખાય છે. પરંતુ જાપાનના લોકો ખાસ કરીને બેસીને જ ખાવાનું ખાય છે. એવું એટલા માટે કે બેસીને ખાવાનું ખાવાથી ડાઈજેશન સારું રહે છે, સાથે જ મેટાબોલીઝમ પ્રોપર થાય છે. અને ચરબી જમા થવાની કોઈ તકલીફ નથી થતી. જાપાનના Metabo Law મુજબ ૪૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોની કમર ૩૩.૫ ઇંચ થી વધુ અને મહિલાની ૩૫.૪ થી વધુ ન હોવી જોઈએ. એ સ્કેલ અહિયાંના સરકારી કર્મચારીઓનો મોટાપો માપવા માટે રાખવામાં આવ્યો છે. આમ તો નક્કી માપદંડ થવા ઉપર કોઈ દંડ નથી લેવામાં આવતો પરંતુ તેને ફીટ રહેવાની ટીપ્સ આપવામાં આવે છે. એટલા માટે એ ક્યારે પણ ન ભૂલો કે જાપાનમાં જાડા હોવું ગેરકાયદેસર છે.