ટિકિટ વિના પકડી લે ટી.ટી તો ગભરાવો નહિ અને આપો નહિ લાંચ, બસ તરત કરો આ કામ.

ટ્રેનમાં મોટાભાગે ટિકિટની ધાંધલી લાંબા સમય થી જોવા મળી રહી છે, જેના ચાલતા લગભગ દરેક ટ્રેન માં ટિકિટના નામ પર ગેરકાનૂની વસૂલી ઝડપથી કરવામાં આવી રહી છે. જેમાં હંમેશા ગરીબ વર્ગના લોકો જ ફસાઈ છે.

ટ્રેનોમાં થાય છે ટિકિટના નામ પર અવૈધ વસૂલી.

ઘણી વાર જોવામાં અને સંભાળવામાં આવ્યું છે કે ઘણા બધા યાત્રીઓ વગર ટિકિટે જ ટ્રેનમાં સફર કરતા રહે છે. એવું નથી કે તે જાણીજોઈ ને ટિકિટ ખરીદતા નથી, ઘણી વાર ઉતાવળમાં કે કોઈ બીજા કારણે તે ટિકિટ ખરીદી શકતા નથી. તેના પછી યાત્રીને પુરી મુસાફરી દરમિયાન આ વાત હેરાન કરે છે કે જો કોઈ ટી.ટી પકડી લેશે તો પોતે મોટો દંડ ભરવો પડશે.

પરંતુ મિત્રો તમને લગભગ ખબર નથી કે હવે ભારતીય રેલવેએ પોતાના યાત્રીઓ માટે એક એવો અનોખો નિયમ જારી કર્યો છે જેનાથી જો તમે કોઈ કારણે ટિકિટ ખરીદી શકો નહિ અને ટ્રેનમાં મુસાફરી કરો છો તો આવી સ્થિતિમાં હવે તમારે ટી.ટી ને લાંચ આપવાની જરૂરત નથી.

ટ્રેનની ટિકિટ હોય નહિ તો શું કરવું? :-

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ટ્રેન છૂટી જવાના બીકથી ટિકિટ લીધા વગર ટ્રેનમાં ચઢવા વાળાને હવે ટી.ટી ને દંડ કે લાંચ આપવાની જરૂરત નથી.

હવે રેલવે નિયમ અનુસાર કોઈ પણ યાત્રી ચાલતી ટ્રેનમાં પણ ટિકિટ લઈ શકે છે. હા, આવું રેલવેના આરક્ષિત ટિકિટ આપવાની સુવિધા અંતર્ગત શરુ કરવામાં આવેલ છે.

10 રૂપિયા વધારે આપવાની સાથે ટ્રેનમાં જ મળશે ટિકિટની સુવિધા

આ સુવિધા વિષે રેલ્વે વિભાગે જણાવ્યું છે કે આ સુવિધા થી હવે વગર ટીકીટ વાળા યાત્રીઓ ટ્રેનમાં મુસાફરી દરમિયાન દંડ આપી શકે નહિ.

પરતું રેલ્વેની આ શ્રેષ્ઠ સુવિધાનો ફાયદો મેળવવા માટે આવા યાત્રીઓ એ એક કામ કરવું ખુબ જરૂરી હોય છે, તે આ છે કે વગર ટીકીટે ટ્રેનમાં મુસાફરી કરવા વાળા યાત્રીઓ સૌથી પહેલા પોતે ટી.ટીને શોધીને આ વાતની સુચના આપવી પડશે કે તેની પાસે ટીકીટ નથી.

જેના પછી ટી.ટી સંબંધિત યાત્રી પાસેથી નક્કી ભાડાની સાથે ૧૦ રૂપિયા વધારાનો શુલ્ક લઈને પોતાની પાસે રહેલ હેંડ હેલ્ડ મશીન થી ટીકીટ નીકાળીને તેને આપશે.

ટી.ટી ના ગોરખધંધા પર હવે લાગશે રોક.

હંમેશા આવું જોવામાં આવ્યું છે કે લોકો ટ્રેન છૂટવાના ડરથી વગર ટીકીટે ટ્રેનમાં મુસાફરી કરે છે. જેનાથી હવે રેલ્વેની આ નવી યોજનાથી ટી.ટી ના ગોરખધંધા પર રોક લગાવી શકે છે.

એવું જોવા મળે છે કે ટ્રેન છુટવાની હાલતમાં હમેશા લોકો વગર ટીકીટે ટ્રેનમાં મુસાફરી કરવા લાગે છે આનો ફાયદો ઉઠાવીને ટ્રેનની અંદર ટી.ટી તેમના જોડે પોતાના પંથી પૈસા વસુલ કરે છે.

એટલું જ નહિ ટી.ટી વેઈટીંગ ટીકીટ વાળા યાત્રીઓ ને બર્થ ખાલી ન હોવાની વાત કરીને બીજા વધારે પૈસા લઈને તે સીટ ઉપલબ્ધ કરાવે છે. એવામાં હવે આ ભ્રષ્ટાચાર પર પણ રોક લાગી જશે અને યાત્રીઓ એ પણ મુસીબતનો સામનો કરવો પડશે નહિ.

નિષ્કર્ષ

રેલવેના આ સરહાનીય પગલાને લીધે ટી.ટી ની કાળી કમાણી પર અંકુશ લાગશે સાથે જ રેલ્વેના આ નિર્ણય થી ભ્રષ્ટાચાર રોકવાની તરફ માં પણ એક નવી રાહ તૈયાર થશે.