તમને મળે છે આ 4 ખાસ સંકેત, તો સમજી જાવ કે લક્ષ્મી માતાનો થઇ ગયો છે ઘરમાં વાસ

0

જીવનમાં પૈસા બધું નથી હોતા. પણ આજના મોર્ડન યુગ અને મોંઘવારીના સમયમાં બધાની પહેલી અને ખાસ જરૂરીયાત તો પૈસા જ ગણાય છે. જમાનો બદલાવાની સાથે સાથે માણસની જરૂરીયાતો પણ બમણી થતી જઈ રહી છે. એ વાત ઘણે અંશે સાચી છે કે, આજના સમયમાં દરેક વ્યક્તિ તેના વિષે વિચારે છે, કે તેના જીવનમાં ધનની કમી ક્યારે દુર થશે અને ક્યારે તેના ઘરમાં ખુશીઓનું આગમન થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં આ મૂંઝવણને દુર કરવા માટે થોડા વિશેષ સંકેતો વિષે જણાવવામાં આવ્યું છે. એ અનુસાર તમને એમાં જણાવેલા સંકેતો મળવા લાગે, તો સમજી જવું કે ઘણું જલ્દી તમારા ઘરમાં માં લક્ષ્મીનો વાસ થવાનો છે. તમારી ગરીબી દુર થવાની છે, અને ખુશીઓ જ ખુશીઓ મળવાની છે. તો આવો જાણીએ માં લક્ષ્મી દ્વારા આપવામાં આવેલા એ સંકેતો વિષે જે એમના ઘરમાં આવતા પહેલા જ આપણને અનુભવ કરાવે છે.

ઘુવડ દેખાવું :

એ તો તમે બધા જાણો છો કે ઘુવડ પક્ષી રાતના સમયમાં જાગે છે, અને દિવસના સમયે સુવે છે. હિંદુ ધર્મમાં ઘુવડને માં લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ ઘુવડને ઘરની આજુબાજુ જોઈ લે છે, તો તેના ઘરમાં વહેલી તકે લક્ષ્મી માં નું આગમન થવાનું હોય છે. કેમ કે જ્યાં જ્યાં ઘુવડ હોય છે, ત્યાં ત્યાં સ્વયં લક્ષ્મી માં આવી જાય છે.

બિલાડીનું તમારા ઘરમાં આવવું :

સામાન્ય રીતે લોકોની એક સામાન્ય ટેવ એવી હોય છે કે, ઘરમાં જયારે પણ કોઈ જાનવર કે પક્ષી આવી જાય છે, તો લોકો તેને ભગાડવામાં લાગી જાય છે. એવામાં જો ઘરમાં બિલાડી ભૂલથી પણ આવી જાય છે, તો આપણે તેને ઘરમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરીએ છીએ. પણ જણાવી દઈએ કે એવું કહેવામાં આવે છે કે, બિલાડી અચાનક તમારા ઘરમાં જોવા મળે તો તેને દૂધ કે રોટલી જરૂર આપો. તેનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં વાસ કરે છે.

અચાનક નાની કન્યાનું મળવું :

નાની કન્યાઓને દેવી માં નું સ્વરૂપ માનીને એમને પૂજવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં નાની કન્યા હોય છે, તે ઘરમાં ક્યારે પણ ધનની કમી નથી રહેતી. એક સંકેત એ છે કે, જો તમે ધન સંબંધિત કોઈ કાર્ય માટે ઘરેથી બહાર નીકળી રહ્યા છો, અને અચાનકથી તમને કોઈ નાની કન્યા મળી જાય છે, તો સમજી લો કે તમારું નસીબ તમને સાથ આપી રહ્યું છે. તેમજ તમારા ઘરમાં વહેલી તકે લક્ષ્મી માં નું આગમન થવાનું છે.

દૂધવાળાનું દેખાવું :

અન્ય એક સંકેત એવો છે કે, જો તમે સાંજના સમયે કોઈ શુભ કાર્ય માટે ઘરમાંથી બહાર નીકળો છો, અને તમારો ભેંટો અચાનકથી દૂધ વાળા સાથે થઇ જાય છે, અને જો તે દૂધ વાળો હાથમાં ડોલ સાથે ઉભો હોય તો તે તમારા માટે શુભ સંકેત છે. ખાસ કરીને દૂધ પૂર્ણતાનો સંકેત છે. તેનાથી ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય છે, અને ક્યારે પણ ધનની કમી નથી આવતી.