પુના મા ગ્રાહકે વેજ. ફુડનો ઓર્ડર આપ્યો હતો છતાં બે વાર નોનવેજની ડિલિવરી કરનાર ઝોમાટો અને રેસ્ટોરન્ટને કઈ થઈ સજા જાણો

0

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. ઓનલાઈન શોપિંગનું ચલણ વધ્યા પછી ઓનલાઈન ફૂડ ઓર્ડરનું ચલણ પણ શરું થયું છે. અને ઘણાબધા લોકો આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. મારામાંથી ઘણા બધા લોકો ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા હશો. આમ તો આ સર્વિસ ઘણી સારી છે. પણ જયારે તમે ઓર્ડર કરેલી વસ્તુની જગ્યાએ કોઈ બીજી વસ્તુ આવી જાય તો તમે એમનાથી નારાજ થાવ છો.

પણ તમે વેજ ફૂડ મંગાવ્યું હોય અને તમને નોનવેજ ફૂડની ડિલિવરી આપવામાં આવે અને એ પણ બબ્બે વાર, તો પછી તમારો પારો ચડે, કે આ શું મજાક છે? એવું જ કઈંક થયું હતું એક વકીલ સાથે. આવો તમને જણાવીએ કે, પછી શું થયું?

મળેલી જાણકારી અનુસાર શનમુખ દેશમુખ જે વ્યવસાયે વકીલ છે, તે ગત વર્ષે 31 મે ના રોજ પુના ગયા હતા. અહીં તેમણે જોમેટો એપ પરથી પનીર બટર મસાલાનો ઓર્ડર કર્યો હતો. પણ ડિલીવરી બોયે તેમને ચિકન બટર મસાલા આપ્યું. પછી એની ફરીયાદ કર્યા બાદ રેસ્ટોરન્ટે ફરીથી પનીર બટર મસાલા મોકલવાની વાત કરી હતી, પણ ફરી એકવાર તેમને બટર ચિકન જ મળ્યું.

એટલે બોમ્બ હાઈકોર્ટ(નાગપુર બેન્ચ)ના વકીલ શનમુખ દેશમુખે આ અંગેની ફરીયાદ કન્ઝ્યુમર ફોરમમાં કરી. કેસ ચાલ્યા બાદ કોર્ટે જોમેટો અને રેસ્ટોરન્ટને 45 દિવસમાં રકમ ચુકવવાના આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે, વેજની જગ્યાએ નોનવેજ જમવાનું મોકલવા બદલ ડિલિવરી કંપની જોમેટો અને પુનાના એક રેસ્ટોરન્ટ પર 55 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

45 દિવસમાં રકમ ન ચૂકવાય તો 10 ટકા લાગશે વ્યાજ :

કન્ઝ્યુમર ફોરમે આદેશમાં કહ્યું છે કે, જો કસ્ટમરને દંડની રકમ નિર્ધારિત સમય પર ચૂકવવામાં નહિ આવે, તો જોમેટો અને રેસ્ટોરન્ટે આ રકમ પર 10 ટકા વ્યાજ પણ ભરવાનું રહેશે. બેદરકારીને કારણે દંડના 50 હજાર અને માનસિક ત્રાસ બદલ 5 રૂપિયા દેશમુખને મળશે.

જોમેટોએ કહ્યું – આ બાબતે અમને કોઈ જાણકારી નથી :

કન્ઝ્યુમર ફોરમે આ અંગેના નિર્ણયને લઈને જોમેટોના રીજનલ મેનેજર વિપુલ સિન્હાને જણાવ્યું. તો તેમણે કહ્યું કે, તેમને આ કેસ અંગે કોઈ માહિતી નથી. આ સિવાય દંડ ભરવાનો કોઈ આદેશ પણ કોર્ટમાંથી મળ્યો નથી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.